પરંતુ બીજી જ ક્ષણે તમે અમને બધાને દિવાલ સામે મોઢું કરીને ઉભા રહેવા માટે કહ્યું હતું અને એક પછી એક દરેક વિદ્યાર્થીના પોકેટને તમે તપાસ્યા હતા. મારી પાસે પણ તમે આવ્યા ત્યારે મારું પોકેટ પણ તપાસી ને તમે ઘડિયાળ કાઢી પરંતુ એ પછી પણ તમે છેલ્લા વિદ્યાર્થી સુધી દરેકના પોકેટ ચેક કર્યા હતા.
તમારી તપાસ પૂરી થયા પછી તમે અમને બધાને આંખ ખોલીને જગ્યાએ બેસવા પર કહ્યું હતું ત્યારે પણ હું ખૂબ જ ડરી ગયો હતો કે તમે બધા લોકો સામે કહેશો કે મેં ચોરી કરી હતી અને ફરી પાછો હું બધાની સામે ચોર સાબિત થઈ જઈશ.
તમે ત્યારે બધાની સામે ઘડિયાળ દેખાડી અને પેલા છોકરાને એ ઘડિયાળ પાછી આપી હતી. પરંતુ આવું કર્યા પછી તમે કોઈપણ દિવસ ઘડિયાળ કોને ચોરી કરી તેનું નામ કોઈને નહોતું કહ્યું. તમે મને પણ એક શબ્દ નહોતો કહ્યો, કે પછી તમે કોઈની સામે એક પણ શબ્દ આ ઘટના વિશે નહોતો કહ્યો.
એ દિવસ પછી મારા સ્કુલના દિવસો દરમિયાન એક પણ શિક્ષકે અથવા વિદ્યાર્થીએ મારી સાથે એ ઘડિયાળ ની ચોરી વિષે વાત નહોતી કરી. ખરેખર એ દિવસે તમે મારી આબરૂ બચાવી લીધી હતી.
યુવક બધું કહી રહ્યો હતો અને તેના શિક્ષક ત્યાં ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા, બધું સાંભળ્યા પછી તેને યુવકને જવાબ આપતા કહ્યું… મને યાદ નથી કે એ દિવસે ઘડિયાળ કોને ચોરી કરી હતી કારણકે જ્યારે મેં બધાને દિવાલ સામે નજર કરી ને ઉભા રહેવા માટે કહ્યું હતું ત્યારે મેં જ્યારે તપાસ કરી ત્યારે મારી આંખો પણ બંધ કરી દીધી હતી.
એ યુવકની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એ શિક્ષકે તેને ખોટા રસ્તેથી પાછા ફરવા માટે જે મોકો આપ્યો હતો તે મોકાનો આભાર માની ને તે શિક્ષક ને પગે લાગ્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.