એક 25 વર્ષનો યુવાન છોકરો તેના મિત્ર ની સગાઈ માં ગયો હતો. ત્યાં સગાઈમાં બરાબર અંત સમયે અમુક ડેકોરેશન ની વસ્તુઓ ઘટી ગઈ એટલે તરત જ તેના મિત્ર એ આ યુવકને બધી ડેકોરેશનની વસ્તુઓ લાવવા માટે કહ્યું. યુવક તરત જ ત્યાંથી ડેકોરેશનની વસ્તુ લેવા માટે નીકળી ગયો.
ડેકોરેશન ની વસ્તુઓ જે હોટલમાં સગાઈ રાખી હતી એનાથી થોડે દૂર જ મળતી હતી એટલે પેલો યુવક તરત જ ત્યાં પહોંચી ગયો. અને જરૂરી વસ્તુઓ લીધી જેવો દુકાન માંથી બહાર નીકળી રહ્યો હતો કે તે દુકાનમાં ઉભા રહેલા એક માણસ ઉપર તેનું ધ્યાન ગયું. માત્ર બે જ સેકન્ડ લાગી એ માણસને ઓળખવામાં અને તરત જ તે માણસ પાસે જઈને યુવક બોલ્યો સર તમે મને ઓળખો છો?
ના ભાઈ હું તમને નથી ઓળખતો, તમારો પરિચય આપો તો ખબર પડે. એ ભાઈ એ સામો જવાબ આપ્યો
યુવકે કહ્યું સરખું તમારા ક્લાસમાં ભણતો હતો. ચોથા ધોરણમાં જ્યારે હું તમારા ક્લાસમાં હતો ત્યારે હું એ જ છોકરો છું જેને ક્લાસમાંથી બીજા વિદ્યાર્થી ની ઘડિયાળની ચોરી કરી હતી. તમને આ ઘટના યાદ જ હશે તેમ છતાં તમને જણાવી દઉં કે શું ઘટના બની હતી આટલું કહીને યુવકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું…
અમારા ક્લાસ માં એક વિદ્યાર્થી પાસે ખુબ જ સરસ ઘડિયાળ હતી આખા ક્લાસમાં એવી ઘડિયાળ કોઈ પાસે નહોતી એટલે મેં તેને ચોરી કરવાનું નક્કી કર્યું હતું કારણકે ઘડિયાળ મને ખૂબ જ પસંદ હતી. અને માટે મેં એ ઘડિયાળની ચોરી કરી હતી.
ત્યાર પછી એ વિદ્યાર્થી તમારી પાસે રડતો રડતો આવ્યો હતો અને કહ્યું હતું કે કોઈએ તેની ઘડિયાળ ચોરી કરી છે. અને એ સમયે ત્યારે તમે બધાને ઉભા કર્યા હતા અને દરેક લોકોના પોકેટ ચેક કર્યા હતા.
એ સમયે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો કારણકે મને ખબર હતી કે તમે ઉભા કર્યા એટલે દરેક લોકોના પોકેટ ચેક કરશો, અને મારા પોકેટમાંથી તમને ઘડિયાળ મળી જશે કારણકે મે એ ઘડિયાળ મારા પોકેટમાં જ રાખી હતી. અને જો આવું થાય તો દરેક લોકોને ખબર પડી જાય કે ચોર કોણ હતો અને બધા લોકો મને ચોર તરીકે ઓળખવા લાવ્યા હોત. અને મારુ ભણતર કદાચ ત્યારે જ નષ્ટ થઈ ગયું હોત.