એક સ્ત્રીના લગ્ન પુરા થયા ને 20 વર્ષ થઈ ગયા હતા. તેમ છતાં તેને હજુ સુધી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. આ ૨૦ વર્ષ દરમિયાન તેઓએ અનેક ડોક્ટરની દવા લીધી હતી, અનેક જગ્યાએ તપાસ કરાવી હતી. જ્યોતિષ પાસે વિધિ વિધાન પણ કરાવ્યા હતા. અનેક ધાર્મિક સ્થળોની પણ માનતા રાખી હતી.
તે સ્ત્રી અંતે એક સંત પાસે ગઈ અને પોતે સંતાન સુખથી વંચિત છે તે દુઃખ વિશે વાત કરી,. વાત કરતા કરતા તે સ્ત્રી રડવા લાગી ત્યારે શાંતિ કહ્યું કે હવે આ ઉંમરે સંતાન ની માયા ન રાખો તો સારું. પરંતુ સ્ત્રીની સંતાન પ્રાપ્ત કરવાની જીદ હતી એટલે સંતે કહ્યું કે આજથી બે વર્ષ પછી તમારા ઘરે એક દીકરીનો જન્મ થશે.
બે વર્ષ પછી તે સ્ત્રીને ત્યાં એક સુંદર દીકરી નો જન્મ થયો, પરંતુ દીકરીનો જન્મ થતા ની સાથે જ 15 દિવસ પછી તેનું અવસાન થઈ ગયું. દીકરીનું અવસાન થઈ ગયું એટલે સ્ત્રી ફરી પાછી તે સંત પાસે દીકરીનું શરીર લઈને ગઈ.
જેને સંતાન થશે તેવા આશીર્વાદ આપ્યા હતા એ સંત પાસે જઈને તે સ્ત્રી પોક મૂકીને રડવા લાગી. કહેવા લાગી કે મારી દીકરી એ બોલવાનું પણ ચાલુ નથી કર્યું અને તેનું અવસાન થઈ ગયું, હવે તમે ગમે તેમ કરીને તેના મોઢેથી એક વખત મારે મા શબ્દ સાંભળવો છે.
સંતે પહેલાં જવાબ ના આપ્યો પરંતુ માતાએ ફરી પાછી જીદ કરી એટલે સંતે કહ્યું કે તે તેની દીકરીના આત્મા સાથે બે મિનિટ વાત કરી શકશે, આમ કહીને દીકરીની આત્મા બોલાવી. તેની માતાએ રડતા રડતા દીકરીના આત્માને પૂછ્યું કે તું મને રડતી મૂકીને કેમ ચાલી ગઈ?