એક સરકારી ઓફિસ માં એક લાંબી કતાર લાગી હતી. બધા લોકો ત્યાં અરજી કરવા માટે આવેલા હતા, જેમાં બધી વય ના લોકો કતાર માં ઉભેલા હતા, જે બારી માં અરજી સ્વીકારવા માં આવતી હતી, તે ક્લાર્ક તુંડ મિજાજી અને ઉગ્ર સ્વભાવ નો માણસ બેઠેલો હતો.
જેથી અરજી કરવા આવેલા લોકો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો હતો. એ કતાર માં એક પ્રૌઢ મહિલા નો નંબર આવ્યો, ત્યારે તે પ્રૌઢ મહિલા થી અરજી માં પોતાની સહી કરવાની ભુલાઈ ગઈ હતી. અને અરજી હાથ માં આવતા તે ક્લાર્ક પ્રૌઢ મહિલા ને તતડાવવા લાગ્યા.
અને કહ્યું કે સહી કરી અને કતાર માં છેલ્લે ઉભા રહી જાઓ, અમારે તમારા જેવા ની સાથે જ માથાકૂટ કર્યા રાખવાની? એકાદ કલાક થી કતાર માં ઉભેલી પ્રૌઢ મહિલા શારીરિક અને માનસિક થાક થી રડવા લાગી. ત્યારે કતાર માં થોડા દૂર ઉભેલા એક વડીલ આ બધું જોઈ રહ્યા હતા.
તેને કચેરી ના નજીક ના પાણી ના પરબ માંથી એક ગ્લાસ પાણી ભરી, અને તે ક્લાર્ક ને આપ્યું અને કહ્યું કે સાહેબ તમે ઘણે સમય થી બધા ની સાથે વાતો કરો છો, તો તમારું ગાળું સુકાઈ ગયું હશે, થોડું પાણી પી લો. તમને રાહત થશે, ક્લાર્કે પાણી પીધું અને તે વડીલ ના કહેવાથી તે પ્રૌઢ મહિલા ની અરજી સ્વીકારી લીધી.
થોડા સમય પછી તે વડીલ નો વારો આવ્યો, ત્યારે તે ક્લાર્કે તેની પાસે થી મોબાઇલ નંબર લઇ લીધો, રાત્રે તે ક્લાર્કે તે વડીલ ને ફોન કર્યો, અને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે તમે આજ થી મારા ગુરુ છો. વડીલ ખુબજ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું કે મેં એવું શું કર્યું કે તમે મને ગુરુ કહો છો?