એક સરકારી અધિકારી ને લાંચ આપીને પાણી પોતાના ગામમાં મોકલવા કહ્યું, તે અધિકારીએ એવો જવાબ આપ્યો કે…

થોડા કલાકો માં જ તે યુવાન અને તેના પિતાજી રૂપેશભાઈ ના ઘરે પહોંચી ગયા. રૂપેશભાઈ તે યુવાન ને ઓળખી ગયા અને તેની બેગ આપતા કહ્યું કે તમારો બધો સામાન અને રૂપિયા બધું સહી સલામત છે. તે તપાસી લેશો ત્યારે યુવાન ના પિતાજી રૂપેશભાઈ ને પગે પડી ગયા.

અને કહ્યું કે આ બેગ બીજા કોઈ ના હાથ માં આવી હોત તો આજે અમે બરબાદ થઈ ગયા હોત પણ આભાર ભગવાન નો કે ભગવાન જેવા માણસ ના હાથ માં બેગ આવી અને તમે અમારા માટે ભગવાન જ છો બધું તપાસી લીધા પછી રૂપેશભાઈ એ ચા નાસ્તો કરાવ્યો .

ત્યાર બાદ યુવાન ના પિતાજી એ એક કવર રૂપેશભાઈ ને આપ્યું જેમાં રૂપેશભાઈ માટે રૂપિયા હતા. બહુ આગ્રહ કરતા રૂપેશભાઈ એ તે કવર ખોલી ને જોયું તો તેમાં દસ હજાર રૂપિયા હતા. રૂપેશભાઈ એ તેમાંથી ફક્ત એક હજાર રૂપિયા રાખ્યા અને બાકી ના રૂપિયા પાછા આપ્યા અને કહ્યું કે મને એક હજાર રૂપિયા જ આપો.

કારણ કે બે દિવસ પહેલા નોકરી માં બેઈમાની કરવા ના એક હજાર રૂપિયા મળતા હતા પરંતુ મારે તે રૂપિયા નહોતા લેવા જેથી મેં પાછા આપ્યા હતા પણ આજે મને મારી ઈમાનદારી ના કારણે દસ હજાર રૂપિયા મળે છે પરંતુ હું તેમાંથી એક હજાર રૂપિયા લઇ ને આપનું માન રાખીશ.

માણસો અત્યાર ના સમય માં ગમે ત્યાં થી ગમે તે રીતે અને ગમે તેના હક ના રૂપિયા હોય પોતાના હાથ માં આવે તો તે લઇ લેવા માં રાજી છે અને પોતાના ખરાબ કર્મ બાંધે છે તેની સામે થોડી ધીરજ રાખી અને ઈમાનદારી થી પોતાનું કામ કર્યે જાય તો બે ચાર દિવસ વહેલા કે મોડા રૂપિયા તો તેને મળે જ છે.

ખરાબ કર્મ કરતા સમયે તો માણસ પોતાની જાતને ખુબ જ હોશિયાર મને છે પણ જયારે તેના પરિણામો સામે આવે છે ત્યારે રડવાનું પણ ભૂલી જાય છે અને પોતાની સાથે પરિવાર ને પણ બરબાદ કરે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel