લગભગ પચાસ વર્ષ પહેલાંની ઘટના છે રાજસ્થાનના જયપુર ની પાસે એક હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મેળો ભરાય છે મેળા માં જયપુર ના તથા આજુબાજુના નાના મોટા ગામ ના બધા લોકો પુરી શ્રદ્ધા થી આવે છે
મેળામાં બધી ચીજ વસ્તુ ની દુકાન પણ કરવામાં આવે છે ત્યાં એક મીઠાઇવાળા ની દુકાન પણ હતી મીઠાઈ ની દુકાન કરવાવાળો માણસ લોભી પ્રકૃતિના હતો. ત્યાં એક સાધુ તે લોભી મીઠાઇવાળા ની દુકાન પર આવે છે અને ચાર આની આપતા કહે છે કે મને અઢીસો ગ્રામ પેંડા આપ.
ત્યારે તે મીઠાઇવાળા એ કહ્યું કે ચાર આની માં અઢીસો ગ્રામ પેંડા ના આવે અઢીસો ગ્રામ પેંડા ના બાર આના લાગે ત્યારે સાધુ એ કહ્યું કે મારી પાસે તો ચાર આના જ છે તું મને અઢીસો ગ્રામ પેંડા આપી દે ભગવાન તારું સારું કરશે. પણ તે લોભી મીઠાઇવાળા એ સાધુ ની મશ્કરી કરતા કહ્યું કે પેંડા ખાવા નો બહુ શોખ છે…
તો પૈસા પણ પુરા આપવા પડે મફત માં પેંડા ખાવા છે, એમ બોલતા બોલતા એ સાધુ એ આપેલા ચાર આના મીઠાઈ વાળા એ એક કાદવ થી ભરેલા ખાડા માં ફેંકી દીધા. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે પેંડા ના દેવા હોય તો કઈ નહિ મારા ચાર આના મને પાછા આપી દે.
ત્યારે મીઠાઈ વાળા એ અભિમાન કરતા કહ્યું કે ચાર આના પડ્યા છે ખાડા માં, અને તમે પણ ખાડા માં જાવ. સાધુ એ કહ્યું કે પેંડા પણ નહિ આપે અને ચાર આના પણ હવે તો હદ થઈ ગઈ.
સાધુ એ ફરીથી એક વખત પૂછ્યું કે તારે મને પેંડા કે પૈસા કંઈ પાછું આપવાનું છે? ત્યારે મીઠાઈ વાળો સાધુ પર અપશબ્દો બોલવા લાગ્યો એટલે સાધુ ત્યાં નજીકમાં આવેલ એક મોટા પથ્થર પર પલાંઠી વાળીને બેસી ગયા, આમ ને આમ અંધારું થવા લાગ્યું.
મીઠાઈ વાળો તેની દુકાન બંધ કરવાની તૈયારી કરતો હતો તેને આખા દિવસમાં કરેલા વેપાર ના ચારસો અને નેવું રૂપિયા એક પોટલી માં રાખ્યા. અને માણસ બધી મીઠાઈ ડબ્બા માં બંધ કરીને રાખી રહ્યા હતા. ત્યાં જ એક ચમત્કાર થયો, ત્યાં ત્રણ વાનર આવ્યા જે બધા શરીર થી અલમસ્ત હતા.
સૌથી પહેલા તો આખા દિવસ માં કરેલા વેપાર ના રૂપિયા ની થેલી મીઠાઈ વાળા ની પાસે થી આંચકી લીધી અને એક વાનર ઝાડ પર ચડી ગયો બીજા વાનર એ મીઠાઈ ના થાળ ઉડાવવા લાગ્યો અને ત્રીજો વાનર થોડા પેંડા લઇ ને મોટા પથ્થર પર બેસેલા સાધુ ની પાસે જઈ ને તેના ખોળામાં મૂકી આવ્યો.