એક પિતાએ અને તેના દીકરા એક મજૂર ના જૂતામાં પૈસા મૂકી દીધા, પછી મજુર શું કરશે તે જોવા માટે વૃક્ષ પાછળ સંતાઈ ગયા, થોડા સમય પછી મજુર આવ્યો અને…

એક પિતા અને તેનો આઠેક વર્ષનો દીકરો બંને સાથે લટાર મારવા નીકળ્યા હતા. પોતાના ઘરથી થોડે દૂર ખેતરો બાજુ ચાલી રહ્યા હતા એવામાં ખેતરમાં દીકરાએ જોયું કે રસ્તામાં એક જૂના થઈ ગયા હોય એવા શુઝ પડ્યા છે.

જૂતા ખૂબ જૂના થઈ ગયા હતા, દેખાવે તો એવું જ લાગી રહ્યું હતું કે જૂતા બીજા કોઈના નહીં પરંતુ ખેતરમાં કામ કરી રહેલા કોઈ ગરીબ મજૂર ના હશે.

દીકરાને કંઇક મજાક કરવાનું મન થયું તેને પિતાને કહ્યું પપ્પા આપણે એક કામ કરીએ આજે ફરવા નીકળ્યા છીએ તો આજની સાંજ ને થોડા મજાક મસ્તી થી યાદગાર બનાવી નાખીએ. કારણકે મસ્તી કરીએ એ જ જીવન માં આનંદ નો સાચો સ્ત્રોત છે, ખરું ને?

પિતાએ તરત દીકરા સામે જોયું પિતાના મનમાં તરત જ અસમંજસ ઊભી થઈ ગઈ. એવામાં દીકરો બોલ્યો આપણે એક કામ કરીએ આપણે આ જૂતા ને ક્યાંક છુપાવી દઈએ અને પછી અહીં વૃક્ષ ની પાછળ સંતાઈ જઈએ એટલે કોઈ આપણને જોઈ નહિ શકે અને પેલો મજુર આવે ત્યારે તેને તેના જૂતા નહીં મળે તો એ ગભરાઈ જશે અને જોવાની આપણને ખૂબ મજા આવશે. તે જૂતા માટે શું કરશે તે જોઇને ખુબ મજા પડશે અને આ આનંદ હું આખી જિંદગીભર યાદ રાખીશ.

પિતા તેના દીકરાની આ વાત સાંભળીને થોડાક ગંભીર થઈ ગયા અને દીકરાને કહ્યું બેટા કોઇ ગરીબ અને લાચાર વ્યક્તિ પાસે તેની જરૂરિયાત ની વસ્તુ સાથે કોઈ દિવસ આવી મજાક ન કરીશ. જે વસ્તુઓની તારી નજરમાં કોઈ કિંમત નથી એ જ વસ્તુઓ તે ગરીબ માટે ખૂબ કીમતી હોઈ શકે છે. જો તારે આ સાંજને યાદગાર જ બનાવી હોય તો પછી એક કામ કરીએ આજે આપણે જૂતા ની અંદર થોડા પૈસા મૂકી દઈએ અને અહીં વૃક્ષ પાછળ છુપાઈને જોઈએ કે આ વસ્તુનો તે મજૂર પર શું પ્રભાવ પડે છે.

દીકરો વાત સાથે સહમત થઈ ગયો દીકરા ના પિતા બંને જૂતા માં થોડા પૈસા નાખી દીધા અને પછી વૃક્ષ પાછળ છુપાઇ ગયા.

થોડો સમય વીત્યો પરંતુ કોઈ આવ્યું નહીં, અંતે સામે ખેતરમાંથી કોઈ આવતું હોય તેવું જણાયું એટલે પિતા અને દીકરા ને બંને ને લાગ્યું કે લગભગ મજૂર જ આવે છે. પોતાનું કામ પૂરું કરીને મજુર જ આવી રહ્યા હતા આવીને મજૂરે તેના જૂતા જ્યાં મુક્યા હતા તે શોધીને પહેરવા લાગ્યો.

પરંતુ મજૂરે પોતાનો એક પગ જેવો જૂતા માં નાખ્યો કે તરત જ તેને અંદર કંઈક હોવાનો અહેસાસ થયો. એટલે તરત જ પગ બહાર કાઢી લીધો અને હાથની મદદથી જૂતા ઊંચા કરીને અંદર શું છે તે જોવા લાગ્યો.

અંદર જે હતું તે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. અંદર પૈસા પડ્યા હતા, પૈસા કાઢી ને તરત જ પોતાના ખિસ્સામાં રાખી દીધા તેને થયું બીજા જૂતા માં પણ કશું છે નહીં તે જોઈ લઉં, બીજા જૂતા માંથી પણ તેને પૈસા મળ્યા અને તરત જ તેના ખિસ્સામાં નાખી દીધા.

તે વિચારમાં પડી ગયો, થોડા સમય પછી પૈસા ખિસ્સા માંથી પાછા કાઢીને તેને પગે લાગ્યો કારણ કે તેનો પગ ભૂલથી પૈસા ને અડી ગયો હતો. ફરી પાછા પૈસા ને ખિસ્સામાં મૂકી દીધા પછી તે પોતાની નજર આમ તેમ કરીને જોવા લાગ્યો કે આજુ બાજુમાં કોઈ છે તો નહીં ને. જેને આ જૂતા માં પૈસા રાખ્યા હોય.

એને આજુ બાજુમાં કોઈ નજરે પડ્યું નહીં, મજુર ભાવવિભોર થઈ ગયો. બંને જૂતા પહેરીને તે ઘૂંટણના બળે જમીન પર બેસી ગયો અને બંને હાથ જોડીને ઉપર આકાશ તરફ જોઈને તે બોલ્યો હે ભગવાન, તમે જ આજે કોઈ ના રૂપ માં આવ્યા હતા. સમયસર આવી ને મારી મદદ કરવા માટે તમારો ખુબ ખુબ આભાર, તમારા માધ્યમથી જે પણ કોઈએ મને મદદ કરી તેનો પણ ખુબ ખુબ આભાર.

હે ભગવાન તમારી સહાયતા અને દયાળ તેના કારણે આજે મારી બીમાર પત્ની માટે હું દવા પણ ખરીદી શકીશ અને બાળકો ને આજે ભોજન પણ મળશે. તમે કેટલા દયાળુ છો ભગવાન તમારો ખુબ ખુબ ધન્યવાદ.

મજુર ની આ વાત દીકરો અને તેના પિતા વૃક્ષ ની પાછળ સંતાઈને સાંભળી રહ્યા હતા. દીકરો ભાવુક થઈ ગયો અને તે રડી પડ્યો, પિતા બાજુમાં જ ઉભા હતા તેને પોતાના દીકરાને ભેટીને તેને કહ્યું કે તુજે મજાક વાળી વાત કરી રહ્યો હતો એનાથી તને જે આનંદ મળ્યો હોત તેની તુલનામાં આ ગરીબ ના આંસુ અને આ ગરીબ ના દીધેલા આશીર્વાદ અને જીવનભર યાદ રહેશે, ખરું ને?

દીકરો પણ બોલ્યો પપ્પા મને આજે ઘણું બધું શીખવા મળ્યું. અને તેના મનમાં કેટલી ખુશી હશે એ ખુશીને હું અનુભવી રહ્યો છું, આજે મને પણ મારી અંદર એક અલગ પ્રકારની ખુશી મળી. આજે ખુશી મળી કે હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું.

આજ દિવસ સુધી હું મસ્તી મજાક કરવાં એ જ જીવનનો અસલી આનંદ સમજતો હતો પરંતુ આજે મને સમજાઈ ગયું છે કે લેવાની અપેક્ષા રાખવી એ થી વધારે જોઈએ તો ઘણો અધિક આનંદ મળે છે.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

Subscribe to us on youtube.

error: Content is Protected!