ધીરજલાલ શેઠ પોતાના જ નહિ પણ આજુ બાજુ ના 50-60 ગામ માં તેની નામના ધરાવતા હતા. પોતાની માલિકીના પાંચ કારખાના ચાલતા હતા. જેમાં એક હજાર જેટલા કારીગરો કામ કરતા હતા. અને વિદેશમાં માલ મોકલતા હતા. ધીરજલાલનું સમાજ સેવા માં પણ નામ હતું. કોઈ પણ કામ હોય ત્યારે સૌથી મોટો ફાળો ધીરજલાલ શેઠ નો હોય. પોતાના અને આજુબાજુ ના ગામમાં નિશાળ, કોલેજ કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય હોય કે હોસ્પિટલ, શેઠ તન મન ધનથી સેવા કરતા.
બધી રીતે સુખી સંપન્ન હતા. પણ એક વાત ની ખામી હતી. ધીરજલાલ શેઠ ને ત્યાં કોઈ સંતાન નહોતું. તેથી બંને માણસ દુઃખી રહેતા હતા. એક વખત શેઠ અને શેઠાણી કુંભ નો મેળો કરવા હરિદ્વાર ગયા હતા, ત્યાં એક બે વર્ષની ઉંમરનું બાળક ભૂલું પડી ગયેલું જેના માં બાપ ની તપાસ કરતા કોઈ મળ્યું નહિ. તેથી એ બાળક ને શેઠે દત્તક લઇ લીધું. અને શેઠ ની જિંદગી માં જે ખામી હતી તે પૂરી થઈ ગઈ એ બાળક ગૌર વર્ણ નું અને નમણું હતું.
કુંભમાં થી પોતાના ગામ માં પરત ફરતાની સાથે શેઠે આખા ગામ માં જાહેરાત કરી કે આ બાળકને અમે દત્તક લીધું છે. અને પૂજા પાઠ રાખેલ છે. જેમાં હજારો માણસોનો જમણવાર રાખેલ હોય બધા ને આવવાનું છે. અને આ પ્રસંગની યાદી માટે શેઠે એક હોસ્પિટલ અને એક કોલેજ નું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું. બાળકનું નામ બ્રિજેશ રાખવામાં આવ્યું.
બ્રિજેશના આવવાથી શેઠ નું જીવન બિલકુલ બદલાઈ ગયું. અને બ્રિજેશ પણ શેઠ માટે ભાગ્યશાળી નીવડ્યો એક વર્ષ પછી શેઠ ને ત્યાં એક દીકરીનો જન્મ થયો. અને શેઠ નું કામ કાજ પહેલાથી પણ વધી ગયું. તેથી શેઠની ધનદોલત દિવસે અને રાત્રે વધતી ગઈ.
આમ ને આમ બ્રિજેશ અઢાર વર્ષનો થઇ ગયો, બ્રિજેશ અને નાની બહેન કીર્તિ બંને કોલેજ જવા લાગ્યા. બ્રિજેશ ને કોલેજ પુરી કરી ને વિદેશ ભણવા જવું હતું. પણ શેઠ ની ઉમર ના હિસાબે અને તબિયત ના હિસાબે તેને માંડી વાળ્યું. અને શેઠ ના કારોબાર માં બરોબર ધ્યાન દઈ ને મોટાભાગ ની જવાબદારી માથે લઇ લીધી હતી. કીર્તિ ની સાથે કોલેજ માં ભણતી કે જે સંસ્કારી કુટુંબની દીકરી હતી તેની વાત પિતાજી ને કહી ને બ્રિજેશ ના લગ્ન કર્યા હતા.
અને હવે કીર્તિ માટે સારા મુરતિયા ની શોધ માં હતા એ જ વર્ષે આખા વિસ્તારમાં દુકાળ પડ્યો હતો. જેના લીધે માણસો ગાય ભેંસ બકરી ઘેટા જેવા પશુ ને લઇ ને બીજી જગ્યાએ લઇ જતા હતા. ત્યારે શેઠજીએ ગામની બહાર એક મોટો પંડાલ નાખવી ને માણસો ને તેમાં પશુ ને ખાવા પીવાની અને આરામ કરી શકે તેના માટે ની બધી બહુ જ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
માલ ઢોર સાથે ત્યાંથી નીકળતા લોકો ત્યાં એક બે દિવસ રોકાઈ જતા અને પછી આગળ જતા આ વ્યવસ્થા માં બ્રિજેશ પણ બધા સેવકો ની સાથે રહી ને સેવા કરતો હતો.
એક દિવસ આવતા યાત્રિકોમાંથી આજે જ આવેલા એક આધેડ વ્યક્તિ કે જે બ્રિજેશ ની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. જે થોડી વાર માં દોડી ને પોતાની પત્ની ને બોલાવી ને આવ્યો અને બન્ને માણસો એકદમ રડવા લાગ્યા. ત્યારે કીર્તિે એ તે લોકો ને પૂછ્યું કે તમને લોકોને શું તકલીફ છે તે જણાવો.
થોડીવાર પછી જયારે રડવાનું બંધ થયું ત્યારે એ વ્યક્તિ એ કહ્યું કે વીસ એકવીસ વર્ષ પહેલા મારો દીકરો કુંભ ના મેળા માં હરિદ્વાર માં અમારા થી છૂટો પડી ગયો હતો. અને તેને ડાબી બાજુ ના ગાલ ઉપર પણ આવું જ નિશાન હતું. જેવું આ કુંવારસાહેબના ગાલ પર છે જેથી અમને તે દીકરાની યાદ આવી ગઈ.
ઘરે જઈ ને કીર્તિે એ તેના માતા પિતા ને આ વાત કહી ત્યારે બંને એકદમ ઉદાસ થઈ ગયા. આ બાજુ તે વ્યક્તિ એ બીજા કાર્યકર્તા ને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ બધું જેના આદેશ થી ચાલે છે તે શેઠ ધીરજલાલ ના પુત્ર છે. ધીરજલાલે રાત્રે તે વ્યક્તિ અને તેની પત્ની ને પોતાના બંગલે બોલાવ્યા અને પૂછપરછ કરતા હતા ત્યારે તે વ્યક્તિ એ કીધું કે તેના ગાલ પર નું નિશાન તો બરાબર, પણ તેના ડાબી બાજુ ના ખભા પર વાગ્યાનું નિશાન છે. આ વાત થી સાબિત થઇ ગયું કે બ્રિજેશ કે જેને ધીરજલાલ શેઠે દત્તક લીધો હતો તેના અસલી માં-બાપ આ જ છે.