એ ઝાડ ની નીચે જ ઉભા રહ્યા અને ઘોડા પાર રાખેલ ભોજન ના ડબ્બા ઉતારી અને જમવાની તૈયારી કરી રહ્યા હતા એવા માં જ સિંહ ની ભયંકર ગર્જના સંભળાઈ બધા સૈનિક ગભરાઈ ગયા અને ભોજન ના ડબ્બા ત્યાં ને ત્યાં જ મૂકી ને ઘોડા પર સવાર થઇ ને ત્યાં થી ભાગી છૂટ્યા સંત ગોપાલદાસ આ બધું જોઈ રહ્યા હતા.
થોડી વાર માં સિંહ પણ ત્યાં આવ્યો પણ ભોજન ના ડબ્બા જોઈ ને તે પણ ત્યાં થી ચાલ્યો ગયો પરંતુ ગોપાલદાસ તો ડર ના માર્યા ત્યાં થી નીચે ઉતાર્યા જ નહિ અનેપોતે જીદ કરી કે રામ નું નામ લઉ છું તો ભગવાન રામ મને અહીંયા ઝાડ પર જ જમવાનું પહોંચાડે.
સાધુ ની વાત પાર શંકા કરી રહ્યા હતા એવા માં ત્યાં થી એક ડાકુ ની ટોળકી પસાર થઇ રહી હતી તેની નજર ઝાડ નીચે રાખેલ ભોજન ના ડબ્બા પર પડી ત્યારે ડાકુ ના સરદારે કહ્યું કે ભગવાન ની લીલા તો જુવો આપણે બધા ભૂખ્યા છીએ અને અડધી રાત્રી એ પણ આ ઘનઘોર જંગલ માં આપણા માટે જમવાનું પણ તૈયાર છે.
પણ ડાકુ ને તેમાં પણ શંકા ગઈ કે આ ભોજન માં ઝેર મિલાવી ને કોઈ આપણને મારી નાખવા માગતું નથી ને ?અને આસપાસ માં જ તપાસ કરો કોઈ છુપાયું હશે અને ડાકુઓ એ આજુબાજુ ની બધી જગ્યા એ તાપસ કરી અનેઝાડ પર બેઠેલા ગોપાલદાસ પર ડાકુ ની નજર પડી અને ડાકુ ને ગુસ્સો આવ્યો.
અને નીચે આવવા માટે કહ્યું પણ ગોપાલદાસ ડર ના માર્યા નીચે આવ્યા નહિ, અને ઉપર થી જ કહ્યું કે આ ભોજન માં કોઈએ ઝેર ની મિલાવટ કરી નથી તમે લોકો જમી લો રાજા ના સૈનિકો સિંહ ની ગર્જના થી અહીંયા મૂકી અને ચાલ્યા ગયા છે ત્યારે એક ડાકુ એ કહ્યું કે આ માણસ ખોટું બોલે છે છે એક કામ કરો પહેલા બધી રસોઈ લઇ ને તેને જમાડો અને તેને કઈ ના થાય પછી આપણે બધા જમીશું.
એક એક ડબ્બા લઇ ને ડાકુઓ ઝાડ પર ચડ્યા અને સંત ગોપાલદાસ ના ગળા પર હથિયાર બતાવી ને કહ્યું કે જો તું આ રસોઈ ખાઈશ નહિ તો અમે તને જીવવા નહિ દઈએ અને સંત ગોપાલદાસ ને ખાવા માટે મજબુર કરી દીધા અને તેને જામી લીધું ત્યાર બાદ બધા ડાકુ ખાઈ ને ત્યાંથી રવાના થઇ ગયા.
અને સંત ગોપાલદાસ વિચારી રહ્યા હતા કે સાધુ એ તો જમવાનું મળી જાય તેવું જ કહ્યું હતું, પણ રામ નામ નો પ્રતાપ તો જુવો ઝાડ પાર થી નીચે ના આવ્યો તો ત્યાં પણ જમવાનું પહોંચાડી આપ્યું. બસ આ સમય થી ગોપાલદાસ ભગવાન રામ ની ભક્તિ કરવા લાગ્યા અને આજે તે સંત ગોપાલદાસ ના નામ થી ઓળખાઈ છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.