અને પાડોશમાં રહેલી સ્ત્રીનો પતિ આ બધી વાત સાંભળીને રાજી થઈ ગયો અને તેનો આખો પરિવાર બધા સૂઈ ગયા પછી મોડી રાત્રે તે જગ્યા ઉપર પહોંચી ગયા. બધા લોકોએ ત્યાં જઈને જોયું તો પથ્થર તો સાઈડમાં હતા પરંતુ તેને જોયું કે એ જગ્યા ઉપર થોડી ધૂળ હતી.
એ જગ્યા ઉપર બધા લોકો ખોદવા લાગ્યા અને સાચે જ ત્યાં એક પછી એક એમ ઘણા સોનામહોરો ભરેલા ઘડા મળતાં ગયા. પરંતુ ઘડો ખોલીને જોયું તો તેમાં સોનામહોરો ની જગ્યાએ તો ઝેરીલા સાપ હતા. અને તરત જ એકબીજા સાથે એ બધા લોકો વાતો કરવા લાગ્યા કે એ ખેડૂતે આપણને મારવા માટે આવું કહ્યું હતું.
પરંતુ હવે આપણે એક કામ કરવું જોઈએ એટલું કહીને બધાએ નક્કી કર્યું કે સોના મહોરો ની જગ્યાએ સાપ ભરેલા ઘડા એ ખેડૂતના ઘરની બહાર જ મૂકી દઈએ. અને તે લોકોએ આવું જ કર્યું.
પરંતુ કહેવાય છે ને કે ભગવાનની લીલા એ તો કોઈને સમજાતી નથી. અને એ ઘડામાં જેમાં સાપ રહેલા હતા એ બધા ફરી પાછા સોનામહોરો માં બદલાઈ ગયા.
અને સવારે જ્યારે ખેડૂત જાગ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘર ની એકદમ બહાર સોના મહોરો થી ભરેલા એક નહીં અનેક ઘડા પડ્યા હતા. આ જોઈને ખેડૂત અત્યંત રાજી થઈ ગયો અને ભગવાનનો દિલથી આભાર માનવા લાગ્યો.
અહીં આપણે બધાને ખબર હશે કે આ સ્ટોરી કાલ્પનિક છે પરંતુ ખરેખર આ સ્ટોરીમાં થી ઘણું સમજવા મળે છે કે જો આપણા ભાગ્યમાં લખેલું હશે તો આપણને જરૂર મળીને રહેશે અને તે મળવા માટે કદાચ સમય લાગશે આજે નહીં તો થોડા સમય પછી પરંતુ આપણા ભાગ્યમાં રહેલું બધું આપણને મળે જ છે. પછી એ સારું હોય કે પછી ખરાબ હોય આપણને મળે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.