આપણે બધા લોકો હંમેશા દેખાડા માટે જ જીવી રહ્યા હોઈએ એવું લાગે, આપણે ક્યારેય એ 50 રૂપિયા વાળી જિંદગી જીવી જ નથી.
આ દુનિયા પણ કેટલી નિરાલી છે.
જેની આંખોમાં ઊંઘ હોય છે. તેની પાસે સુવા માટે સારો પલંગ નથી અને જે લોકો પાસે સુવા માટે અત્યંત સારો વૈભવી પલંગ છે તેની પાસે આંખોમાં ઊંઘ નથી. હમણાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને જો સાચી માનીએ તો એ પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે માઇકલ જેકસન કે જે મશહૂર ગાયક કલાકાર હતા તેની પાસે ૭૦ લાખ રૂપિયાનો વૈભવી પલંગ હતો પરંતુ તે ઊંઘની ગોળી લઈને તે પલંગ ઉપર માત્ર બે કલાક જ સૂઈ શકતા.
જેના મનમાં દયા હોય છે એને બીજાને આપવા માટે પૂરતું ધન નથી હોતું. તો એથી ઉલટુ જેની પાસે પર્યાપ્ત ધન છે તેના મનમાં કદાચ દયા ન પણ હોય.
જેને ભૂખ છે તેના માટે જમવા માટે ભોજન નથી અને જેની પાસે જમવા માટે અત્યંત નવિન ને અનેક પ્રકારના ભોજન છે તેની પાસે ભૂખ નથી.
કોઈ પોતાના માટે જમવાનો ત્યાગ કરી દે છે તો ઘણા લોકો જમવા માટે પોતાના નો ત્યાગ કરી દેતા હોય છે. ખરેખર આ દુનિયા નિરાળી છે, તમારુ શું મંતવ્ય છે એ કમેન્ટ કરીને અચૂક જણાવજો…