એક મિનિટનો સમય હોય તો વાંચજો, જીવનના રહસ્ય વિશે જાણવા મળશે

એક ફોટોગ્રાફરે દુકાન બહાર એક બોર્ડ લગાવીને રાખ્યું હતું. એ બોર્ડમાં લખ્યું હતું

50 રૂપિયામાં તમે જેવા છો તેવો ફોટો પડાવો.
80 રૂપિયામા તમે જેવું વિચારો છો એવો ફોટો પડાવો.
100 રૂપિયામાં તમે જેવું લોકોને બતાવવા ઈચ્છો છો એવો ફોટો પડાવો.

આ બોર્ડ લગાવ્યુ એને થોડા દિવસો થઈ ગયા હતા. અને લોકો તેની પાસે આવીને ઘણા ફોટા પડાવતા. આ બધું વર્ષો સુધી ચાલે રાખ્યું. ફોટાના ભાવ ઉપરનીચે થાય પરંતુ તમે આ બોર્ડ કાયમ ત્યાં જુઓ.

પછી એ ફોટોગ્રાફરે નિવૃત્ત થયા પછી પોતાના સંસ્મરણોમાં ખૂબ જ અગત્યની વાત લખી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેમાં તેમણે લખ્યું હતું કે મેં મારા આખા જીવન દરમ્યાન ફોટા પાડ્યા. પરંતુ કોઈએ 50 રૂપિયા વાળો ફોટો ન પડાવ્યો અને દરેક લોકોએ 100 રૂપિયા વાળા ફોટા જ પડાવ્યા.

બસ જિંદગી ની હકીકત પણ કંઈક આવી જ હોય એવું સમજી શકાય.

આપણે બધા લોકો હંમેશા દેખાડા માટે જ જીવી રહ્યા હોઈએ એવું લાગે, આપણે ક્યારેય એ 50 રૂપિયા વાળી જિંદગી જીવી જ નથી.

આ દુનિયા પણ કેટલી નિરાલી છે.

જેની આંખોમાં ઊંઘ હોય છે. તેની પાસે સુવા માટે સારો પલંગ નથી અને જે લોકો પાસે સુવા માટે અત્યંત સારો વૈભવી પલંગ છે તેની પાસે આંખોમાં ઊંઘ નથી. હમણાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને જો સાચી માનીએ તો એ પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે માઇકલ જેકસન કે જે મશહૂર ગાયક કલાકાર હતા તેની પાસે ૭૦ લાખ રૂપિયાનો વૈભવી પલંગ હતો પરંતુ તે ઊંઘની ગોળી લઈને તે પલંગ ઉપર માત્ર બે કલાક જ સૂઈ શકતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેના મનમાં દયા હોય છે એને બીજાને આપવા માટે પૂરતું ધન નથી હોતું. તો એથી ઉલટુ જેની પાસે પર્યાપ્ત ધન છે તેના મનમાં કદાચ દયા ન પણ હોય.

જેને ભૂખ છે તેના માટે જમવા માટે ભોજન નથી અને જેની પાસે જમવા માટે અત્યંત નવિન ને અનેક પ્રકારના ભોજન છે તેની પાસે ભૂખ નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કોઈ પોતાના માટે જમવાનો ત્યાગ કરી દે છે તો ઘણા લોકો જમવા માટે પોતાના નો ત્યાગ કરી દેતા હોય છે. ખરેખર આ દુનિયા નિરાળી છે, તમારુ શું મંતવ્ય છે એ કમેન્ટ કરીને અચૂક જણાવજો…

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team