એક ફોટોગ્રાફરે દુકાન બહાર એક બોર્ડ લગાવીને રાખ્યું હતું. એ બોર્ડમાં લખ્યું હતું
50 રૂપિયામાં તમે જેવા છો તેવો ફોટો પડાવો.
80 રૂપિયામા તમે જેવું વિચારો છો એવો ફોટો પડાવો.
100 રૂપિયામાં તમે જેવું લોકોને બતાવવા ઈચ્છો છો એવો ફોટો પડાવો.
આ બોર્ડ લગાવ્યુ એને થોડા દિવસો થઈ ગયા હતા. અને લોકો તેની પાસે આવીને ઘણા ફોટા પડાવતા. આ બધું વર્ષો સુધી ચાલે રાખ્યું. ફોટાના ભાવ ઉપરનીચે થાય પરંતુ તમે આ બોર્ડ કાયમ ત્યાં જુઓ.
પછી એ ફોટોગ્રાફરે નિવૃત્ત થયા પછી પોતાના સંસ્મરણોમાં ખૂબ જ અગત્યની વાત લખી.
તેમાં તેમણે લખ્યું હતું કે મેં મારા આખા જીવન દરમ્યાન ફોટા પાડ્યા. પરંતુ કોઈએ 50 રૂપિયા વાળો ફોટો ન પડાવ્યો અને દરેક લોકોએ 100 રૂપિયા વાળા ફોટા જ પડાવ્યા.
બસ જિંદગી ની હકીકત પણ કંઈક આવી જ હોય એવું સમજી શકાય.
વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો...
તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel
પૃષ્ઠોઃ આગળ વાંચો