એક માણસને સોનામહોરોથી ભરેલા સાત ઘડા મળ્યા, પરંતુ તેને જોયું કે સાતમાં ઘડામાંથી...

ગામડામાં એક માણસ રહેતો હતો, તે માણસ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો ઘરમાં કુલ મળીને ચાર સભ્યો હતા. તે માણસ ફર્નિચરનું કામ કરતો હતો અને તે પોતાના કામમાં ખૂબ જ ઈમાનદાર પણ હતો અને પોતાની જેટલી પણ કમાણી થતી એમાંથી તે પોતે સંતોષ પણ મેળવીને ખુશ રહેતો.

તેનામાં કોઈ પણ પ્રકારની વધારે કમાણી કરી લેવાની લાલચ ન હતી. અને એવી જ રીતે તેની પત્ની પણ પોતાના પતિની કમાણીમાંથી એકદમ કુશળતાથી પોતાનું ઘર ચલાવતી હતી. કુલ મળીને તેઓ પોતાની જિંદગી આરામથી અને સુખેથી જીવી રહ્યા હતા.

તે ગામના રાજાના મહેલમાં ફર્નિચરનું કામ કરવાનું હતું એટલે રાજાએ જાણ્યું કે ગામમાં સૌથી હોશિયાર ફર્નિચર માટે કોણ છે? તેને આ માણસ વિશે જાણવા મળ્યું. એટલે તેને રાજાના મહેલમાં બોલાવવામાં આવ્યો.

તે માણસ તો કામમાં ખૂબ જ હોશિયાર હતો એટલે રાજાએ તેને મહેલના ફર્નિચર ના કામ માટે પ્રસ્તાવ આપ્યો તે પ્રસ્તાવ તે માણસને સ્વીકારી લીધો અને દરરોજ રાજાના મહેલમાં સવારથી કામ કરવા માટે જવા લાગ્યો, તે માણસને દરરોજ નું કામ પૂરું થાય એટલે એક સોનામહોર મળતી હતી.

સોનામહોર ની કિંમત પણ ઘણી હતી એટલે આટલા બધા પૈસા પામીને તે માણસ ની પત્ની પણ ખુબ જ ખુશ થઇ ગઈ અને હવે તેઓ પોતાની જિંદગી પહેલા કરતા પણ વધુ આરામથી જીવવા લાગ્યા. ઘરમાં કોઈપણ વસ્તુ ની ખામી નહોતી અને દર મહિને સારી એવી રકમની બચત પણ થવા લાગી. તે માણસ તેની પત્ની અને બાળકો બધા ખુશ રહેવા લાગ્યા.

એક દિવસ સાંજે તે મહેલમાંથી પોતાના ઘરે કામ પૂરું કરીને જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક અવાજ સંભળાયો.

આ અવાજ એક યક્ષ નો હતો. યક્ષે તે માણસ ને કહ્યું મે તારી ઈમાનદારી ના કિસ્સાઓ સાંભળ્યા છે, હું તારી ઈમાનદારીથી ખુબ જ ખુશ થયો છું અને તને સોના મહોરો થી ભરેલા સાત ઘડા આપવા ઈચ્છું છું. શું તું મારા આપેલા ઘડાઓનો સ્વીકાર કરશે?

પહેલા તો તે માણસ થોડો ડરી ગયો પરંતુ બીજા જ પડે તેના મનમાં લાલચ આવી ગઈ અને તેણે યક્ષના આપેલા ઘડા સ્વીકારવાનો નિર્ણય કર્યો.

તે માણસ નો જવાબ સાંભળીને તે અવાજે ફરી પાછું માણસ ને કહ્યું, ઠીક છે સાત ઘડા તારા ઘરે પહોંચી જશે!

તે માણસ રસ્તામાંથી ઘરે જ જઈ રહ્યો હતો. ઘરે પહોંચીને તેને પોતાના રુમ માં નજર કરી તો હકિકતમાં ત્યાં સાત ઘડા રાખવામાં આવ્યા હતા. તે માણસે તરત જ પોતાની પત્નીને બધી વાત જણાવી અને બંનેએ ઘડા ને ખોલીને જોવાનું શરુ કર્યુ. તેઓએ જોયું કે છ ઘડાઓ તો છલોછલ ભરેલા હતા, પરંતુ સાતમો ઘડો અડધો ખાલી હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે માણસની પત્નીએ તેને કહ્યું કશો વાંધો નહીં, દર મહિને આપણી જે બચત થાય છે તેમાંથી આપણે આ ઘડામાં મુકતા જઈશું અને થોડા જ સમયમાં આ ઘડો પણ ભરાઈ જશે. પછી આ સાત ઘડાના સહારે આપણું ઘડપણ આરામથી નીકળી જશે.

બીજા જ દિવસથી તે માણસે પોતાની આખા દિવસની બચતને તે સાતમા ઘડામાં નાખવાની શરૂ કરી દીધી. પરંતુ સાતમાં ઘડામાં ગમે તેટલું નાખે તો પણ તે ભરાવાનું નામ લેતો નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ધીરે ધીરે તે માણસ કંજૂસ થવા લાગ્યો અને વધારે ને વધારે બચત કરીને તે ઘડામાં વધુ પૈસા નાખવા લાગ્યો. કારણકે તેને જલ્દી પોતાનો સાતમો ઘડો ભરવો હતો.

તે માણસની કંજૂસી ને કારણે હવે ઘરમાં પણ ખામીઓ શરૂ થઈ ગઈ, કારણ કે તે માણસ હવે પહેલા કરતાં પોતાની પત્નીના ઓછા પૈસા આપતો અને પત્નીએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માણસના મગજમાં બસ એક જ ધૂન સવાર હતી કે તેને સાતમો ઘડો ભરવો હતો.

હવે તે માણસના ઘરનું વાતાવરણ પણ પહેલા જેવું રહ્યું નહીં, તેની પત્ની પણ કંજૂસી ના કારણે વાતવાતમાં તેના પતિ સાથે ઝઘડો કરવા લાગી. ઘરના ઝઘડા થી પરેશાન થઈને તે માણસનો સ્વભાવ પણ ચિડચિડો થઈ ગયો.

એક દિવસ રાજા ને આ વાતની ખબર પડી એટલે રાજાએ તે માણસની મુશ્કેલીઓનું કારણ પૂછ્યું તો માણસ એ રાજાને પણ કહ્યું કે હવે મોંઘવારી વધી છે જેના કારણે ખર્ચો વધી ગયો છે તો માણસની આ વાત સાંભળીને રાજાએ પણ તેનું મહેનતાણું વધારી દીધું. પરંતુ રાજાએ જોયું કે તેનું મહેનતાણું વધાર્યા છતાં પણ તે માણસને ખુશીના થઈ તે માણસ હજુ પણ મુશ્કેલીમાં રહેતો અને તેનો સ્વભાવ પણ પહેલા જેવો ન રહ્યો હતો.

એક દિવસ રાજાએ તે માણસને આખરે પૂછી જ લીધું કે તને યક્ષ હે સાત ઘડા તો નથી આપ્યા ને? રાજાએ તેને આવો સવાલ પૂછ્યો એટલે તે માણસે સાતમા ઘડા વિશે બધું સત્ય રાજા ને જણાવી દીધુ.

ત્યારે રાજાએ માણસને કહ્યું કે તું સાતે ઘડા યક્ષ ને પાછા આપી દે, કારણ કે એ સાતમો ઘડો એ સાક્ષાત લોભ છે, તેની ભૂખ ક્યારેય પણ મિટતી નથી.

પેલા માણસ ને આખી વાત સમજાઈ ગઈ, તે માણસે એ જ દિવસે ઘરે પાછા જઈને યક્ષ ને બધા ઘડા પાછા આપી દીધા. ઘડા પાછા આપી દીધા પછી તે માણસ ના જીવનમાં પહેલાની જેમ જ ફરી પાછી ખુશીઓ આવી ગઈ.

આ સ્ટોરી માંથી આપણને બોધ મળે છે કે આપણે ક્યારેય પણ લોભ કરવો જોઈએ નહીં. ભગવાને આપણને બધાને આપણા કર્મ અનુસાર વસ્તુઓ આપી છે, આપણી પાસે જે છે તેનાથી ખુશ રહેવું જોઈએ, જો આપણે પણ લાલચ કરીએ તો સાતમાં ઘડાની જેમ તેનો કોઈ અંત હોતો નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટીંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team