એક ગરીબ માણસ કાયમ માટે મહાલક્ષ્મી માતા ની પૂજા અર્ચના કરતો અને તેના પર મહાલક્ષ્મી માતા કૃપા કરે તેવી વિનંતી અને પ્રાર્થના કરતો એક વખત દિવાળી ના દિવસે સાંજે જયારે તે મહાલક્ષમીમાતા ની પૂજા કરી રહ્યો હતો ત્યારે સાક્ષાત મહાલક્ષ્મી માતા તેની સામે પ્રસન્ન થઇ ને હાજર થયા
અને એક સોના ની વીંટી ભેટ માં આપી અને અદ્રશ્ય થઇ ગયા પરંતુ તે વીંટી સામાન્ય વીંટી નહોતી બીજા દિવસે તે સવાર માં ન્હાય ને તૈયાર થયો અને તે વીંટી પહેરી અને મન માં ધનવાન થવાની ઇરછા થઇ અને ઘડીભર માં તેની સામે સોના મહોર નો ઢગલો થઇ ગયો
અને તે માણસ ખુશી થી નાચવા લાગ્યો આનંદ માં અને આનંદ માં અને નાચતા નાચતા તેને ભૂખ લાગી અને જમવાની ઇરછા થઇ અને તેની સામે જાત જાતના ભોજન થાળ હાજર થઇ ગયા તેને પહેરેલી વીંટી ના ચમત્કાર ની હવે ખબર પડી ગઈ એટલે એક આલીશાન મકાન બનાવ્યું
અને ઘર માં નોકર ચાકર અને તમામ સુખ સુવિધા ની સગવડતા હતી મહાલક્ષમીમાતા એ આપેલી ચમત્કારી વીંટી ના કારણે તે સુખ થી રહેતો હતો હવે તેને કોઈ પ્રકારનું દુઃખ કે તકલીફ નહોતી અને ગામ આખા માં લોકો તેને માન સન્માન આપવા લાગ્યા.
એક દિવસ ગામ માં જોરદાર વરસાદ સાથે તોફાન આવ્યું અને ગામ ના ઘણા ગરીબ લોકો ના ઝૂંપડા તે તોફાન માં હવા માં ઉડી ગયા લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા એવા માં એક વૃદ્ધ સ્ત્રી તેના મકાનમાં ઘૂસી ગઈ ત્યારે અતિ અહંકાર માં રાડો નાખી ને કહ્યું…
કે એ ડોશી કોને પૂછીને ઘરમાં ઘૂસી ગઈ ?ત્યારે તે વૃદ્ધ સ્ત્રી એ કહ્યું કે મારું ઝૂંપડું તો તોફાન માં હવા સાથે ઉડી ગયું છે અને તોફાન શાંત થઇ ત્યાં સુધી મને અહીંયા આશરો આપો આટલા વરસાદ માં હું આ ઉંમરે વરસાદ અને વાવાઝોડા માં હું ક્યાં જઈશ ?
થોડા સમય પૂરતી વાત છે પછી હું જાતે ચાલી જઈશ પરંતુ તે અભિમાની માણસે તે વૃદ્ધ સ્ત્રી ને ગુસ્સે થઇ ને ઠપકો આપતા પોતાના ઘર માંથી બહાર હાંકી કાઢ્યા.