પ્રકાશ પોતાના પરિવાર ના સભ્યો, પાડોશીઓ, તેના મિત્રો તેમજ જ્યાં કામ કરતો હતો તે કારખાનાના સહ કર્મચારીઓ બધા લોકો થી નારાજ હતો. તેને કોઈ પણ સાથે ભળે નહિ.
તેથી કંટાળી ને એક દિવસ પોતાના ગુરુ પાસે જઈ ને વાત કરી કે ગુરુજી મને આ દુનિયામાં બધા લોકો સ્વાર્થી લાગે છે… શું કરવું? આ વાત કરી ત્યારે ગુરુ એ કહ્યું કે તારી વાત જરા વધારે અટપટી છે એટલે મને એક દિવસનો સમય આપ હું તને તારા સવાલનો જવાબ આવતી કાલે આપીશ.
આમ કહીને ગુરુજીએ પ્રકાશ ને ત્યાં રોકાવા માટે કહી દીધું એટલે પ્રકાશ આશ્રમમાં રોકાઈ ગયો. આખી રાત આશ્રમમાં રોકાયા અને બીજા દિવસે સવારે ગુરુ ને મળવા માટે ગુરુની પૂજા પાઠ ની વિધિ પૂરી થયા પછી તેની પાસે ગયો.
તે ગયો ત્યારે ગુરુજી પાસે ત્રણથી ચાર લોકો બેઠા હતા તે બધાનું કામ પૂરું થયા પછી તેના ગુરુજીએ પ્રકાશ ને બોલાવીને કહ્યું અહીં સામે આવતો રે. હજુ ગુરુ કંઈ બીજું બોલે તે પહેલાં જ પ્રકાશે કહ્યું કે તમારા આશ્રમમાં તમે કેવા લોકોને રાખ્યા છે, આ બધા સાધુઓ કેવા છે, એમ કહીને દરેક લોકોની નિંદા કરવા માંડ્યો.
ગુરુ એ પ્રકાશ ની વાત શાંતિપૂર્વક અને ગંભીરતા થી સાંભળી અને જવાબ આપ્યો કે પ્રકાશ હું તને એક વાર્તા સાંભળવું જેની અંદર તારી વાત નો જવાબ છુપાયેલો છે આમ કહી ને ગુરુ એ વાર્તા કહેવાનું શરુ કર્યું…
એક નાનકડું ગામ હતું. જેમાં ગામ લોકો એ મળી ને એક રૂમ બનાવ્યો હતો.