એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો માણસ પથ્થર મારી રહ્યો હતો, આ બન્નેમાંથી સારું કોણ? વાંચો જવાબ…

કોઈપણ વસ્તુ આપણે જોઈએ એટલે ધારણા કરવા લાગી જઈએ છીએ. અને આપણે જ નહિં કોઇપણ માણસ આ વસ્તુને ધ્યાનમાં લેતા હોય છે.

ઘણી વખત લોકો કહેતા હોય છે કે સાંભળેલી વાતમાં વિશ્વાસ ન કરવો પરંતુ આંખે દેખેલી વાતમાં જ વિશ્વાસ કરો.

આથી ઊલટું તમને જો એમ જણાવવામાં આવે કે ક્યારેક તમે નજરે જોયેલો પણ સાચું નહીં ખોટું હોઈ શકે છે તો તમારું રિએક્શન કેવું હશે?

અચરજ પામશો ખરું ને? સાચી જ વાત છે તમે જ નહિ ઘણા લોકો અચરજ પામે.

આજે એક એવી સ્ટોરી વિશે જણાવવાના છીએ જે સ્ટોરી પરથી તમને સમજવા મળશે કે હકીકતમાં નજરે જોયેલું હોય તો તે 100% સાચું છે તેવું દર વખતે હોતું નથી.

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો. એથી થોડે દુર બીજો માણસ ઊભો હતો જે પક્ષીને પથ્થર મારી રહ્યો હતો.

આ પરિસ્થિતિમાં તમને જો પૂછવામાં આવે કે આ બન્નેમાંથી કયો માણસ સારો હશે તો લગભગ લોકોનો એવો જવાબ આવે તે જે માણસ પક્ષીને ચણ નાખી રહ્યો છે જે સારો હશે કારણ કે તે પક્ષીઓને ખાવાનું આપી રહ્યો છે અને બીજો માણસ ખરાબ છે કારણ કે તે પક્ષીને પથ્થર મારી રહ્યો છે.

હવે આ બાબતની સત્યતા ઉપર આવીએ પહેલો માણસ જે પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો તે હકીકતમાં એક શિકારી હતો અને તેની દાનત ખૂબ ખરાબ હતી તેને પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા માટે જાળ પાથરેલી હતી અને એ જાળ ઉપર ચણ નાખી રહ્યો હતો.

અને બીજો માણસ આ બધું જોઈ રહ્યો હતો એટલા માટે પક્ષીઓ જાળમાં ફસાય નહીં એટલા માટે પક્ષીઓને બચાવવા માટે જાળની બાજુમાં પથ્થર ફેંકી રહ્યો હતો.

બીજા માણસની દાનત સારી હતી જ્યારે પહેલા માણસ ખૂબ જ ખરાબ હતી.

આથી જીવનમાં ક્યારેક નજરે જોયેલું જરૂરી નથી કે સાચું જ હોય છે.

કારણ કે સાચું કે ખોટું એ નક્કી કરતા પહેલા જે ઘટના બની રહે છે તેની પાછળ શું સંજોગો હતા તે જાણ્યા વગર કોઈની સાથે વાત આગળ વધારવી જોઈએ નહીં.

જો તમી આ વાત સાથે સહમત હોય તો દરેક લોકો જોડે શેર કરજો.