એક માણસને લાગ્યું કે હવે હું નહીં જીવું, મારી પાસે બે થી ત્રણ કલાક જ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી તો થોડા સમયમાં જ થયું એવું કે…

એક માણસની વાત છે, એ યુવક એક ફેક્ટરીમાં કામ કરતો હતો. જે ફેક્ટરી બરફ બનાવવાનું કામ કરી રહી હતી. તેનો પગાર તો એટલો બધો સારો ન હતો પરંતુ તેમ છતાં તે પોતાના પગારમાંથી તેના ઘરનું ગુજરાન ચલાવી લેતો.

દરરોજ સવારે ઘરેથી ટિફિન લઈને નીકળતો અને સાંજે લગભગ સાત વાગ્યા બાદ તે ફરી પાછો ઘરે આવી જતો.

એક દિવસ તે ઘરેથી રોજિંદા કાર્યક્રમ પ્રમાણે નીકળો અને દરરોજની જેમ સાંજે જ્યારે તેને નીકળવાનો સમય થયો ત્યારે તે ફ્રીજ કરવા વાળા રૂમ નો ચક્કર લગાવવા ગયો. ભૂલથી તેનો દરવાજો બંધ થઈ ગયો અને તે બરફ પડ્યો હતો એ હિસ્સામાં ફસાઈ ગયો.

બરાબર તે દિવસે જ સ્ટાફ ઘણો ઓછો હતો અને જે લોકો ત્યાં હાજર હતા એ પણ ઘરે જવાની તૈયારીમાં જ હતા અને બધા પોતપોતાના સમયે ઘરે જતા રહ્યા.

કોઈનું પણ ધ્યાન બંધ દરવાજા પર ગયું નહીં અને કોઈને પણ તે માણસનો અવાજ સંભળાયો નહિ. એમ કહો કે ઘરે જવાની ઉતાવળમાં કોઈ એ તે બાજુ ધ્યાન ન આપ્યું નહીં કે અંદર કોઈ ફસાઈ ગયું છે.

એ માણસ થી દરવાજો ખૂલી રહ્યો ન હતો તેમ છતાં તે ટ્રાય કરી રહ્યો હતો. વર્ષોથી એ ફેક્ટરીમાં જ કામ કરી રહ્યો હતો એટલે તેને ખબર જ હતી કે હવે માત્ર બેથી ત્રણ કલાકમાં જ તેનું શરીર બરફ બની જશે, કારણકે ત્યાં નું તાપમાન થી એ ખૂબ જ સારી રીતે વાકેફ હતો.

આવા બધા વિચાર કર્યા એટલે તેને હવે મૃત્યુ સામે નજર આવવા લાગ્યું.

મૃત્યુના સામે જોઈને તે ભગવાનને સાચા મનથી યાદ કરીને પ્રાર્થના કરવા લાગ્યો.

પોતાનાથી કંઈ ખરાબ કર્મો થઈ ગયા હોય તો માફી માગવા લાગ્યો અને પ્રાર્થનામાં ભગવાનને કહ્યું કે એ ભગવાન, જો મેં જિંદગીમાં કોઈ એક કામ પણ ધર્મનું કે માનવતાનું કર્યો હોય તો તમે મને અહીંથી બહાર નીકાળો. મારા છોકરાઓ અને મારી પત્ની મારી રાહ જોઇ રહી હશે. આટલો ભગવાનને પ્રાર્થના કરીને તે માણસ ભાવુક થઈ ગયો.

error: Content is Protected!