એક માણસ મંદિરમાં આરતી સમયે ઘંટ વગાડવાની નોકરી કરતો. એક દિવસ અચાનક તેને નોકરીમાંથી કાઢી મુક્યો, થોડા વર્ષો પછી જે થયુ તે

ઘણા સમય પહેલાંની આ વાત છે, એક મંદિર હતું એ મંદિરમાં બધા માણસો નોકરી કરતા એટલે કે જે માણસ આરતી કરે જે માણસ પૂજા કરે અને જે માણસ સાંજે આરતી સમયે ઘંટ વગાડે એમ બધા માણસ પગાર ઉપર હતા.

આ બધા માણસો પગાર ઉપર તો હતા પરંતુ તેઓ પોતાનું કામ એટલે નિષ્ઠાથી કરતા કે તેઓ તેમાં મશગૂલ થઈ જતા આરતી સમયે જે માણસ ઘંટ વગાડતો તે માણસ એટલો બધો ભગવાન મશગૂલ થઈ જતો કે તેને ભાન જ ન રહેતું કે ત્યારે આરતી પૂરી થઈ ગઈ.

એ માણસ પોતાના પૂરા ભક્તિભાવ થી તેનું કામ કરતો અને આ બધા લોકો જાણતા માટે જે લોકો મંદિરમાં આરતી કરવા માટે આવતા જે લોકો ભગવાન ના દર્શન અચુક કરતા પરંતુ સાથે સાથે આ ઘંટ વગાડતો તે માણસની ભક્તિના પણ દર્શન કરવાનું ચૂકતા નહીં. આ માણસ ના વખાણ મંદિરના દરેક લોકો કરતા અને ચારેબાજુ તેની વાહવાહ પણ થતી.

આમ ઘણા સમય સુધી આમ ને આમ ચાલે રાખે છે. પરંતુ એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાઈ જાય છે. નવા ટ્રસ્ટીએ મંદિરમાં જેટલા લોકો કામ કરતા હતા તે બધાને બોલાવીને એક મિટિંગ બોલાવી.

મીટીંગ નો સમય સાંજે આરતી પછીનો હતો એટલે આરતી કર્યા પછી દરેક લોકો તે મિટિંગમાં ભેગા થયા. આ મિટિંગમાં નવા ટ્રસ્ટીએ જાહેર કર્યું કે આપણા મંદિરમાં જેટલા પણ માણસો કામ કરે છે તે માણસની બધી માહિતી મારે જોઈએ છે.

અને જે લોકો ભણેલા ન હોય તે આ મંદિરમાં કામ નહીં કરી શકે. પૂજા કરી રહેલા તેમજ બીજા માણસો જે નોકરી કરતા તે તો બધા ભણેલા હતા પરંતુ જે માણસ આરતી સમયે ઘંટ વગાડતો તે માણસ ભણેલો ન હતો.

આ માણસ ની માહિતી તે ટ્રસ્ટી પાસે પહોંચી એટલે તે ટ્રસ્ટીએ પેલા માણસને પોતાની ઓફિસમાં બોલાવ્યો. પોતાની ઓફિસમાં બોલાવીને તેણે કહ્યું કે તમારી માહિતી ઉપરથી મને જાણ થઈ કે તમે ભણેલા નથી આથી તમને અહીં નોકરી એ નહીં રાખવામાં આવે.

અને તમારા આજ સુધીના પગાર નો હિસાબ થઈ ચૂક્યો છે આટલું કહીને તેને એક કવર આપ્યું જેમાં આજ સુધીનો પગાર રાખેલો હતો.

પેલો માણસ ખૂબ જ ભોળો હતો. તે આરતી સમયે પણ ભગવાનમાં જાણે લીન થઇ જતો તે રીતે ઘંટ વગાડતો. તે માણસ દ્રષ્ટિ ને કહ્યું કે સાહેબ તમે મારું ભણતર ન જુઓ પરંતુ સાહેબ મારી ભક્તિ તો જુઓ.

પરંતુ ટ્રસ્ટીએ જાણે નિર્ણય મક્કમ મને લઇ લીધો હોય એ રીતે તે તેના નિર્ણયમાં અડગ રહ્યા અને તે માણસ ને ત્યાંથી છુટો કરી દેવાયો.

આ સિવાય પણ કેટલાક માણસો હતા જે મંદિરમાં કામ કરી રહ્યા હતા અને ભણેલા ન હતા આ બધા માણસોને પણ છૂટા કરી દેવામાં આવ્યા.

થોડા દિવસોમાં જેટલા લોકો ને કાઢવામાં આવ્યા હતા તેની જગ્યાએ બીજા લોકોને રાખી દેવામાં આવ્યા.

મંદિરમાં દરરોજની જેમ જ ભક્તો દર્શન કરવા પણ આવતા અને સાંજે આરતીમાં પણ દરરોજની જેમ જ ઘણા ભક્તો દર્શન કરવા માટે આવતા.

પરંતુ સાંજની આરતીમાં જે પહેલા ભાઈ ઘંટી વગાડી રહ્યા હતા તેને છુટ્ટી આપી દીધી હતી એટલે તેની ખોટ દરેક ભક્તોને વર્તાતી કારણકે એ ભાઈ સાચા મનથી અને જાણે ભક્તિમાં લીન થઈ ગયા હોય ઍ રીતે ઘંટ વગાડતો.

બે-ચાર દિવસ તો ચાલે રાખ્યો પરંતુ પછી પંદર-વીસ જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે મંદિરના મેનેજમેન્ટને જાણ કરવી જોઈએ કે આરતીમાં હવે પહેલાં જેવી મજા નથી આવતી.

તે લોકોએ આકાશમાં ચર્ચા કરીને પછી એમ નક્કી કર્યું કે આપણે મંદિરના મેનેજમેન્ટમાં નહીં પરંતુ પેલા ભાઈ સાથે જ વાત કરી લઈએ એટલે બધા લોકો ભેગા થઈને ઘંટ વગાડતો તે ભાઈ ના ઘરે ગયા.

એ ભાઈ ના ઘરે જઈને બધા લોકોએ તેને આગ્રહ કર્યો કે તમે મંદિરમાં આવો તમારા વિના પહેલા જેવી મજા નથી આવતી.પેલા ભાઈ જવાબ આપતા કહ્યું કે હું ત્યાં આવીશ તો ટ્રસ્ટીને એમ લાગશે કે આ ભાઈ નોકરી લેવા માટે આવ્યો છે એટલા માટે હું ત્યાં નથી આવતો.

એટલે એ બધા માણસો આવ્યા હતા તેમાંથી એક માણસે સુઝાવ આપ્યો કે આ ભાઈને આપણે બધા ભેગા મળીને સામે એક ફુલ નો ગલ્લો ખોલી દઇએ તે ભાઈ આખો દિવસ ત્યાં બેસીને ધંધો કરશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel