સંજય ને આ જવાબથી પણ નવાઈ લાગી, તે હજુ કંઈ આગળ પૂછવા જાય તે પહેલાં વ્યક્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું મને જ્યારે પણ સમય મળે ત્યારે હું અહીંયા આવીને ગાયને ગોળ ખવડાવીને વધેલા ગોળના ટુકડા ખાઉં છું.
અને ગોળ મીઠાશ મારા જીવન માં ઉમેરી દઉં છું, ત્યારે સંજય કહ્યું કે એવું ખાસ શું છે આગળ માં કે તમે ખાઓ છો? ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે એના માટે મારે તારો થોડો સમય જશે, કારણકે વાત ખૂબ જ જૂની અને લાંબી છે.
પોતાની વાત આગળ વધારતા તે વ્યક્તિ એ કહ્યું કે ૩૫ વર્ષ પહેલાંની વાત છે જ્યારે મારો જુવાનીનો સમય ચાલી રહ્યો હતો, ઘરમાં ઝઘડો કરીને હું આવેશમાં મારુ ઘર છોડી અને ભાગી ગયો હતો. મારી પાસે પહેરેલા કપડા સિવાય બીજા અન્ય એક જોડી કપડા અને થોડા રૂપિયા હતા.
પરંતુ મારા નસીબ ખરાબ હતા કે જે ટ્રેનમાં હું મુસાફરી કરી રહ્યો હતો ત્યાંથી કોઈ કપડાં પણ ચોરી ગયું હતું, હવે મારી પાસે પહેરેલા કપડા સિવાય કંઈ જ નહોતું. આ શહેર મારી માટે એકદમ અજાણ્યું હતું. આ શહેરમાં મને કોઈ પણ નહોતું ઓળખતો.
કોઈ ઓળખતું હોત તો મને કદાચ જમવાનું પણ આપી શકે, પરંતુ કોઈ ઓળખતું ન હોવાથી હું જમવા માટે પણ તરસી રહ્યો હતો. ઉનાળાની ગરમીમાં હું આમતેમ ભટકતો રહ્યો. અત્યંત હેરાન થઈ ચૂક્યો હતો. બે દિવસથી પેટમાં ભોજન પણ નહોતું ગયું.
બગીચામાં આવેલી આ પાણીની લાઇનમાંથી હું પાણી પીતો હતો. પણ ભૂખ ના હિસાબે હું રહી શકતો નહોતો, ત્યારે એક વ્યક્તિ આ જ જગ્યા એ ગાય ને ગોળ ખવડાવવા આવ્યો હતો. અને તેની પાસે હું બે દિવસ થી એક અનાજ નો દાણો પણ પેટમાં નાખ્યા વગર અહીંયા બેઠો હતો.
ત્યારે ગાય થોડો ગોળ ખાઈ ને ત્યાંથી ચાલી ગઈ કદાચ તે દિવસે ગાયે મારા માટે જ એ ગોળ નહોતો ખાધો ત્યાં પડેલો બધો ગોળ હું ખાઈ ગયો અને આજે મને એવું લાગે છે કે તે ગોળ ના મળ્યો હોત તો કદાચ હું જીવતો હોત કે નહિ?
ગોળ ખાઈને એ વૃક્ષ નીચે જ હું સૂઈ ગયો, બીજા દિવસે સવારે નોકરીની શોધમાં નીકળી ગયો અને મને નોકરી પણ મળી ગઈ. એક હોટલમાં વાસણ સાફ કરવાની નોકરી કરીને મેં શરૂઆત કરી હતી. અને ધીમે ધીમે આગળ વધતો ગયો.
આજે આ શહેરમાં જુદી જુદી જગ્યાએ મારી ત્રણ હોટલ આવેલી છે. જ્યારે મારા જીવનનો પહેલો પગાર આવ્યો ત્યારે હું સૌથી પહેલા તેમાંથી એક કિલો ગોળ લઈને ગાયને ખવડાવવા આવ્યો હતો. ત્યારે મેં જોયું કે ગાય એ એક પણ ઘટકો ગોળ વધવા નહોતો દીધો, એટલે પાકુ થઈ ગયું કે તે મારા માટે જ ગોળ છોડીને જતી હતી.
અને એ ગોળ ખાવાથી જ મારો જીવ બચી શક્યો હતો, ત્યાર પછી પણ હું અનેક સફળતાઓના સિરે પહોંચી ગયો પરંતુ ક્યારેય ગાય માતાને ભુલ્યો નથી. આજે પણ અવાર-નવાર અહીંયા આવીને ગાયને ગોળ ખવડાવી તેમાંથી વધેલો થોડો ગોળ હું પણ ખાવ છું.
હું આજે ઘણા દાન અને સામાજિક કાર્યો કરું છું, પણ મને અહીંયા આવી અને જે સંતોષ થાય છે. તેની વાતજ ના થાય. આટલું કહી ને તે ધનવાન વ્યક્તિ સંજય પાસે થી ઉભા થઇ ને ચાલતા થયા. અને સંજય તેની વાત સાંભળી ને જાણે હિંમત માં આવી ગયો. તેની તેની નિરાશા ને ખંખેરી ને છુટેલી નોકરી ની ચિંતા કરવાના બદલે નવા કામ ની શોધ માં નીકળી પડ્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.