એક ખુબ જ ધનવાન વ્યક્તિએ ગાયનો એઠો ગોળ જમીન પરથી લઈ પોતે ખાધો એટલે એક યુવાને તેને સવાલ કર્યો કે આવું કેમ? તો તે વ્યક્તિએ જવાબમાં એવું કહ્યું કે...
બાવીસ વર્ષનો નવયુવાન સંજય પોતાની જિંદગીમાં ઘણા અનુભવો કરી ચૂક્યો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલ સંજય 10 ધોરણ સુધી જ ભણી શક્યો હતો. તેની ઈચ્છા કોલેજ સુધી ભણવાની હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે અને સંજોગો વરસાત તેની ઈચ્છા પૂરી ના થઇ શકી.
10 ધોરણનો અભ્યાસ કરીને સંજય તેના ઘરની આવક માં કંઇક વધારો થાય તે માટે નાની-મોટી નોકરી કરવા લાગ્યો, જેથી પિતાજીને મદદ પણ મળી રહે. અને તે પોતે નોકરી કરતો હોવાથી ઘરમાં પણ થોડી રાહત રહેતી. પરંતુ કુદરતને તે મંજૂર ના હોય તેમ સંજય ની નોકરી છૂટી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સંજય પોતે જ્યારે કમાવવા લાગ્યો ત્યારે તેને ઘરની પરિસ્થિતિ નું સાચું જ્ઞાન થયું હતું કે તેના પિતાને ઘર ચલાવવા માં કેટલી તકલીફ પડતી હશે? નોકરી છૂટી જવાથી સમજાઈ એકદમ ચિંતા માં રહેવા લાગ્યો, અને તેના ઘરની નજીક આવેલ બગીચામાં બેસી રહેતો અને નોકરી મેળવવાના વિચારોમાં ખોવાઈ જતો.
તે બગીચામાં બેઠો હતો એવામાં ત્યાં એક મોટર આવી, મોટર જોઈને જ ખબર પડી જાય કે આ અત્યંત વૈભવી ખૂબ જ મોંઘી મોટર હશે. સંજય નું ધ્યાન મોટર તરફ ગયું એવામાં તે મોટર માંથી એક વૃદ્ધ વ્યક્તિ નીચે ઉતરે છે.
તે વ્યક્તિની ઉંમર લગભગ 60થી 65 વર્ષની હશે. તે નીચે ઉતરીને એક વૃક્ષ પાસે જાય છે, તે વૃદ્ધ માણસ એ ખૂબ જ સારા કપડા પહેર્યા હતા. વૃદ્ધ માણસ વૃક્ષ પાસે ગયા એવામાં ડ્રાઇવર મોટરની ડેકીમાંથી એક મોટું બોક્સ કાઢી ને ત્યાં આવે છે.
ત્યાં આવેલા વૃક્ષ પાસે રહેલા ચબુતરા માં એ બોક્સ ને ઠલવી નાખે છે. એ બોક્સમાં ગોડ ભરેલો હતો ત્યારબાદ એ વ્યક્તિ અવાજ કરીને આજુબાજુમાં રહેલી ગાયોને બોલાવી. અને બધી ગાયો પણ જેમ નાનું છોકરું તેના મમ્મી કે પપ્પા બોલાવે અને દોડતા આવી જાય એમ આવવા લાગી.
તે ધનવાન વૃત શેઠ તેના હાથે થી બધી ગાયને વહાલ કરીને ગોળ ખવડાવવા લાગ્યા, અને બધી ગાયો ગોળ ખાતી હતી એ જોવા માટે તે વ્યક્તિ દૂર જઈને બેસી ગયા. સંજય ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો, થોડા સમય પછી ગોળ ખાઈને ગાયો ત્યાંથી જવા લાગી.
પરંતુ પછી જે બન્યું તે સંજય માટે થોડું વધારે પડતું આશ્ચર્યજનક હતું. ગાયો જે ગોળ ખાઈ રહી હતી, તે ગોળ ખાતા ખાતા નીચે પડી ગયેલા ગોળ ના નાના ટુકડા ઉઠાવીને તે અત્યંત ધનવાન દેખાઈ રહેલા વૃદ્ધ વ્યક્તિ આ ટુકડાઓ ખાવા લાગ્યા.
માણસના પહેરવેશ ઉપરથી અને તેની પર્સનાલિટી ઉપરથી સંજયને વિશ્વાસ હતો કે તે માણસ જરૂરથી અત્યંત ધનવાન હશે, પરંતુ આટલો મોટો માણસ અને તેનું આવું વર્તન? આ બધું તેની સામે જોઈને તેના મનમાં અનેક સવાલો થવા લાગ્યા.
થોડા જ સમય પછી એ વૃદ્ધ વ્યક્તિ ફરી પાછા મોટરમાં બેસીને નીકળવા જઈ રહ્યા હતા એવામાં સંજય થી રહેવાયું નહીં અને પોતે જે આમ બેઠો હતો ત્યાંથી ઊભો થઈને તે વૃદ્ધ વ્યક્તિ પાસે જઈને કહે છે કે હું તમને એક વાત પૂછવા માંગુ છું?
સંજય પોતાનો સવાલ પૂછતા કહ્યું કે તમે અત્યંત મોટા માણસ લાગો છો, ગાયને ગોળ ખવડાવવો છો એમાં મને કંઈ નવાઈ ન લાગી. પરંતુ ગૌમાતાના મોઢામાંથી નીચે પડેલા ગોળના નાના ટુકડાઓ કે જે ગોળ ગાય એ બેઠો કર્યો હતો એ કેમ તમે ઉપાડીને ખાઈ રહ્યા હતા?
મોટર ની અંદર બેઠેલા વૃદ્ધ માણસ જાણે આવો જ કંઈક સવાલ પૂછવામાં આવશે એની ખબર હોય અને એવું જ થયું એટલે કદાચ તેઓ હસવા લાગ્યા. ડ્રાઇવરને કહ્યું ભાઈ ગાડી જરા સાઇડ પર લગાવી દે. પોતે ગાડીમાંથી નીચે ઉતરીને સંજય ને લઈને વૃક્ષના ઓટલા પાસે ગયા.
ત્યાં બેઠા અને સંજય ને પણ બેસાડ્યો, અને સંજય ને કહ્યું કે તને જે જે આ ગોળના ટુકડા દેખાય છે એ તારા માટે કદાચ એઠું ભોજન હશે. પરંતુ મારા માટે મારા આખા જીવન દરમિયાન આનાથી વધારે સ્વાદિષ્ટ ભોજન એક પણ નથી.
સંજય ને આ જવાબથી પણ નવાઈ લાગી, તે હજુ કંઈ આગળ પૂછવા જાય તે પહેલાં વ્યક્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું મને જ્યારે પણ સમય મળે ત્યારે હું અહીંયા આવીને ગાયને ગોળ ખવડાવીને વધેલા ગોળના ટુકડા ખાઉં છું.
અને ગોળ મીઠાશ મારા જીવન માં ઉમેરી દઉં છું, ત્યારે સંજય કહ્યું કે એવું ખાસ શું છે આગળ માં કે તમે ખાઓ છો? ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે એના માટે મારે તારો થોડો સમય જશે, કારણકે વાત ખૂબ જ જૂની અને લાંબી છે.
પોતાની વાત આગળ વધારતા તે વ્યક્તિ એ કહ્યું કે ૩૫ વર્ષ પહેલાંની વાત છે જ્યારે મારો જુવાનીનો સમય ચાલી રહ્યો હતો, ઘરમાં ઝઘડો કરીને હું આવેશમાં મારુ ઘર છોડી અને ભાગી ગયો હતો. મારી પાસે પહેરેલા કપડા સિવાય બીજા અન્ય એક જોડી કપડા અને થોડા રૂપિયા હતા.
પરંતુ મારા નસીબ ખરાબ હતા કે જે ટ્રેનમાં હું મુસાફરી કરી રહ્યો હતો ત્યાંથી કોઈ કપડાં પણ ચોરી ગયું હતું, હવે મારી પાસે પહેરેલા કપડા સિવાય કંઈ જ નહોતું. આ શહેર મારી માટે એકદમ અજાણ્યું હતું. આ શહેરમાં મને કોઈ પણ નહોતું ઓળખતો.
કોઈ ઓળખતું હોત તો મને કદાચ જમવાનું પણ આપી શકે, પરંતુ કોઈ ઓળખતું ન હોવાથી હું જમવા માટે પણ તરસી રહ્યો હતો. ઉનાળાની ગરમીમાં હું આમતેમ ભટકતો રહ્યો. અત્યંત હેરાન થઈ ચૂક્યો હતો. બે દિવસથી પેટમાં ભોજન પણ નહોતું ગયું.
બગીચામાં આવેલી આ પાણીની લાઇનમાંથી હું પાણી પીતો હતો. પણ ભૂખ ના હિસાબે હું રહી શકતો નહોતો, ત્યારે એક વ્યક્તિ આ જ જગ્યા એ ગાય ને ગોળ ખવડાવવા આવ્યો હતો. અને તેની પાસે હું બે દિવસ થી એક અનાજ નો દાણો પણ પેટમાં નાખ્યા વગર અહીંયા બેઠો હતો.
ત્યારે ગાય થોડો ગોળ ખાઈ ને ત્યાંથી ચાલી ગઈ કદાચ તે દિવસે ગાયે મારા માટે જ એ ગોળ નહોતો ખાધો ત્યાં પડેલો બધો ગોળ હું ખાઈ ગયો અને આજે મને એવું લાગે છે કે તે ગોળ ના મળ્યો હોત તો કદાચ હું જીવતો હોત કે નહિ?
ગોળ ખાઈને એ વૃક્ષ નીચે જ હું સૂઈ ગયો, બીજા દિવસે સવારે નોકરીની શોધમાં નીકળી ગયો અને મને નોકરી પણ મળી ગઈ. એક હોટલમાં વાસણ સાફ કરવાની નોકરી કરીને મેં શરૂઆત કરી હતી. અને ધીમે ધીમે આગળ વધતો ગયો.
આજે આ શહેરમાં જુદી જુદી જગ્યાએ મારી ત્રણ હોટલ આવેલી છે. જ્યારે મારા જીવનનો પહેલો પગાર આવ્યો ત્યારે હું સૌથી પહેલા તેમાંથી એક કિલો ગોળ લઈને ગાયને ખવડાવવા આવ્યો હતો. ત્યારે મેં જોયું કે ગાય એ એક પણ ઘટકો ગોળ વધવા નહોતો દીધો, એટલે પાકુ થઈ ગયું કે તે મારા માટે જ ગોળ છોડીને જતી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને એ ગોળ ખાવાથી જ મારો જીવ બચી શક્યો હતો, ત્યાર પછી પણ હું અનેક સફળતાઓના સિરે પહોંચી ગયો પરંતુ ક્યારેય ગાય માતાને ભુલ્યો નથી. આજે પણ અવાર-નવાર અહીંયા આવીને ગાયને ગોળ ખવડાવી તેમાંથી વધેલો થોડો ગોળ હું પણ ખાવ છું.
હું આજે ઘણા દાન અને સામાજિક કાર્યો કરું છું, પણ મને અહીંયા આવી અને જે સંતોષ થાય છે. તેની વાતજ ના થાય. આટલું કહી ને તે ધનવાન વ્યક્તિ સંજય પાસે થી ઉભા થઇ ને ચાલતા થયા. અને સંજય તેની વાત સાંભળી ને જાણે હિંમત માં આવી ગયો. તેની તેની નિરાશા ને ખંખેરી ને છુટેલી નોકરી ની ચિંતા કરવાના બદલે નવા કામ ની શોધ માં નીકળી પડ્યો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.