બીજે દિવસે સવારે વૈભવ દરરોજની જેમ છાપુ વાંચવા બેસી ગયો, તેને છાપું વાંચતા વાંચતા એક જાહેરાત પર નજર પડી એ જાહેરાતમાં એક સુંદર ઘર નો ફોટો હતો અને નીચે લખ્યું હતું ભાગ દોડ વાળી જિંદગી થી દૂર જવા માંગો છો? તો શહેરની ખૂબ જ ભીડવાળી જગ્યાએ થી એકદમ દૂર, ઘરની ચારે બાજુ પહાડો થી ઘેરાયેલું, આજુ બાજુ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે એવું અને દરરોજ સવારે જાગો અને તરત જ તાજી હવા મળે તેઓ સપનાનું ઘર ખરીદવા માટે સંપર્ક કરો.
વૈભવ જાહેરાત જોઈને ઉત્સાહી થઈ ગયો આ સરસ ઘર છે, પરંતુ તેને તે જાહેરાત ધ્યાનથી જોઈ તો એ ઘરનો ફોટો બીજો કોઈ નહિ પરંતુ પોતાનું ઘર હતું. પછી વૈભવ ને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો તરત જ તેના પિતા પાસે જઈને કહ્યું પપ્પા મે અત્યારે જ છાપામાં એક ઘર જોયું છે મને ખૂબ જ ગમ્યું અને એ ઘરનું અત્યંત સુંદર રીતે વર્ણન પણ કર્યું હતું પરંતુ મને પછી ખબર પડી કે એ આપણું ઘર છે.
પિતા ને ભેટી પડ્યો અને કહ્યું હું તો પહેલેથી જ મારા પસંદગીના ઘરમાં રહું છું મારે હવે શહેરમાં રહેવા નથી જવું. પિતા પણ હસવા લાગ્યા એમ વિચારીને કે હું તેને વર્ષોથી એ જ સમજાવવાની કોશિશ કરું છું પરંતુ આજે છાપાની ટચુકડી જાહેર ખબર તેને ઘણી બધી વાત સમજાવી ગઈ.
આ સ્ટોરી માંથી શીખવાનું અને સમજવાનું ઘણું છે કે આપણે બધા લોકોને જીવનમાં તકલીફ તો હોય જ છે અને આપણે બધા લોકો આજીવન દુઃખી રહ્યા કરીએ છીએ કે આપણા જીવનમાં ઘણી બધી તકલીફો છે. અને એથી ઊલટું આપણને બીજાનું જીવન ખૂબ જ સારું અને આસન લાગે છે. પરંતુ આવું ક્યારેય વિચાર્યું ન જોઈએ કારણકે તમે જે રીતે જીવી રહ્યા છો એ કદાચ બીજા લોકોનું સપનાની જીન્દગી પણ હોઈ શકે.
આથી ભગવાને આપણને જે આપ્યું છે એનો આનંદ માણવો જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ જો તમે કોઈ અન્યના દ્રષ્ટિકોણથી તમારી જિંદગીને જોવાનો પ્રયત્ન કરશો તો આપણે પણ આપણી જિંદગી નું મહત્વ સમજી શકીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.