દીકરીએ સહજભાવે પૂછ્યું મમ્મી તમે ક્યાંથી પૈસા લઈને આવ્યા તો તેની માતાએ કહી દીધું એ તારે જાણવાની જરૂર નથી બસ તુ ના પૈસા રાખી લે.
દીકરીએ કહ્યું મમ્મી હવે હું ભણવા નથી માંગતી મારા કારણે અનેક મુશ્કેલીઓ તે સહન કરી છે પપ્પા પણ મારે છે આટલું બોલતા બોલતા સમજદાર થયેલી દીકરી રડવા લાગી, ત્યારે માતાએ તેને ખૂબ જ સમજાવી અને કહ્યું દીકરા આવું બધું ચાલ્યા રાખે તારે તારું ભણતર બગાડવાનું નથી એમ કહીને સમજાવીને તેને ભણવા માટે મનાવી લીધી.
દસમાની પરીક્ષા માં સારા માર્કે ઉત્તીર્ણ થઇ ને આગળ ભણવાનો દીકરીને સરસ મોકો મળ્યો, સમય ધીમે ધીમે વીતતો ગયો. તેની માતાએ તનતોડ મહેનત કરીને ઘણા પૈસા ભેગા કરીને દીકરીને જેટલા પૈસાની જરૂર હોય તેટલા આપ્યા દીકરી પણ માતાની મહેનત ને જોઈને જરાપણ ધ્યાન ભટકાયા વગર દિવસ રાત ભણવામાં ધ્યાન રાખતી અને આગળ વધતી ગઈ.
થોડા વર્ષો પછી દીકરીના પિતા અચાનક જ કંઈક થઈ જાય છે એટલે તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, થોડા રિપોર્ટ થયા પછી જાણ થાય છે કે ડોક્ટરે કહ્યું છે કે આ માણસને ટીબી થયો છે. તેના મદિરાપાન કરવાની ટેવને કારણે પણ ઘણા બીમાર રહેતો હતો.
થોડા દિવસ પછી આ બિમારી વધી જાય છે અને બેહોશ જેવા થઇ જાય છે ત્યારે ફરી પાછા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે થોડા દિવસની સારવાર પછી જ્યારે તેઓને હોશ આવે છે તો સામે ડોક્ટર નો ચહેરો જોઈને તેના પગ નીચેથી જમીન ખસી જાય છે કારણ કે ડોક્ટર તરીકે બીજું કોઈ નહીં પરંતુ તેની પોતાની જ દીકરી હતી.
શરમથી પાણી પાણી થઈ ચૂકેલા પિતા પોતાની દીકરી સામે એક શબ્દ પણ નથી બોલી શકતા માત્ર રડવા લાગે છે અને હાથ જોડીને દીકરી ને પગે લાગીને કહે છે બેટા મને માફ કરજે હું તને સમજી ન શક્યો.
થોડા દિવસો પછી દીકરી એક વખત તેની મમ્મી ને પૂછે છે કે મમ્મી મને તે આજ સુધી નથી જણાવ્યું કે દસમામાં તે મને જે પૈસા આપ્યા હતા તે ક્યાંથી લાવી હતી, દીકરીના અનેક વખત પૂછ્યા પછી માતા અંતે તેને જણાવે છે કે તેને પોતાનું શરીરનું લોહી વેચીને પૈસા ભેગા કર્યા હતા, દીકરી આ સાંભળીને એકદમ ભાવુક થઈ ગઈ અને તરત જ તેના મમ્મીને ભેટી પડી.
માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે તે એમનેમ જ નથી અપાયો તે આ સ્ટોરી થી સમજી શકાય છે,
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.