એક ગરીબ કારીગરને શેઠે કહ્યું તારે માલ બનાવીને માત્ર મને જ આપવાનો, હું તને વધુ ભાવ આપીશ… તેના જવાબમાં કારીગરે એવું કહ્યું કે…

શેઠ ખૂબ જ સારી રીતે સમજતા હતા કે તે આ બહાર શહેરમાં વેચવા માટે જાય ત્યારે તેને ખૂબ જ માર્જિન મળશે, એટલા માટે જ કારીગર પાસેથી શરત મંજૂર કરવા માટે આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ કારીગર ચોખ્ખી ના પાડી દીધી અને તે શેઠની શરત ને મંજુર થયો નહીં.

કારીગરે કહ્યું કે હું તમને એકલાને જ બનાવીને માલ આપી દઉં પછી મારા નાના ગ્રાહકો ને એ જ પર્વત બે કે ત્રણ ગણા ભાવે જ મળશે ને? અને મારા માલ નું મૂલ્ય કરવા વાળા તમે કોણ સાહેબ, મારે કોને માલ દેવો અને કેટલા રૂપિયા લેવા એ હું જ નક્કી કરીશ. મને મારું કામ મળે છે એમાં મને સંતોષ છે.

મારા ગ્રાહકોને મારી પાસેથી સારી અને સસ્તી વસ્તુ મળે તેમાં એ પણ રાજી છે માટે તમે મને રૂપિયાની લાલચ તો મહેરબાની કરીને આપશો જ નહીં સાહેબ, કારણ કે ગરીબ કારીગરોનું તમે વધારે ભાવ લઇને શોષણ કરશો એ મને નહીં પોસાય. શેઠ આખી વાત સમજી ગયા, પોતાના હિત માટે થઈને બીજાને વધારે ખર્ચ કરાવે તેવો આ માણસ નથી.

એક સામાન્ય કારીગર કે જે દરરોજ કામ કરીને પૈસા કમાય છે અને તેમાંથી જ પોતાનું ઘર ચલાવે છે જો એ નાનો કારીગર પણ આટલો ઉચ્ચ વિચાર રાખી શકે છે, બીજા અન્ય નાના લોકોના હિત માટે વિચારે છે. બધા લોકો ફક્ત પોતાના સ્વાર્થ નું જ વિચારે તો તેને ભલે ફાયદો થાય પણ અન્ય ઘણા લોકો ને નુકસાન પહોંચે.

આપણા ફાયદા માટે થઈને બીજાનું નુકસાન ન થવું જોઈએ જેથી કરી બીજાને તકલીફ ન પહોંચે, તમારું આ વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel