અમ્રતભાઈ ખેતીવાડી કરી ને પોતાનું જીવન નિર્વાણ ચલાવતા હતા. નાના ગામ માં રહેતા અને મહેનત મજૂરી કરી ને આનંદ માં રહેવા નો સ્વભાવ હતો તેને શહેર માં જવાનું થાય તો કામ પતિ ગયા કે તુરંત પોતાના ગામ આવી જાય પછી જ શાંતિ થતી. શહેરમાં જવાનું તેને બહુ ઓછું માફક આવતું.
આવું જીવન જીવી રહેલ અમ્રતભાઈ ને એક દિવસ પેટ માં દુખાવો થયો. એક બે દિવસ રાહ જોઈ ત્યાં આજુબાજુ માંથી દવા પણ લીધી પરંતુ દુખાવા માં કઈ રાહત નહિ થતા. શહેર ના ડૉક્ટર ને બતાવવા આવ્યા.
શહેરના ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને પેટ માં ગાંઠ થઇ ગઈ છે અને ત્રણ દિવસ માં ઓપરેશન કરવું પડે. ત્યાં તો અમ્રતભાઈ ના જાણે મોતિયા મરી ગયા કે આખી જિંદગીમાં એક પણ દવાની ગોળી ની જરૂર નથી પડી અથવા કોઈ દિવસ ઇન્જેક્શન પણ નથી લીધું અને હવે આ ડોક્ટર સાહેબ સીધું ઓપરેશન કરવા ની વાત કરે છે.
ડોક્ટરના શહેરમાં અનેક જગ્યાએ વખાણ સાંભળ્યા હતા એટલે તેઓને વિશ્વાસ હતો કે ડોક્ટર બાહોશ છે જે કરશે તે સારા માટે જ કરી રહ્યા છે. તેને વિચાર્યું કે ઓપરેશન કરાવી લઈએ.
બીજે દિવસે હોસ્પિટલ માં દાખલ પણ થઇ ગયા. પરંતુ પોતાના રોજિંદા જીવનથી બિલકુલ અલગ વાતાવરણમાં આવી ગયા અને ઘણી વખત આપણે અલગ વાતાવરણ માં આવી ને તણાવ અનુભવતા હોઇએ છીએ એવી જ રીતે તેઓને પણ તનાવ થવા લાગ્યો.
મનમાં અનેક ચિંતાઓ થવા લાગી કે તેઓ નું ઓપરેશન બરાબર થશે કે નહીં, તેઓ પોતે આગળ જીવી શકશે કે નહીં જીવી શકે. ડોક્ટર આવે તો પણ તેઓ તેને વિચિત્ર સવાલ પૂછતા ડોક્ટરને પણ વાતચીત પરથી ખ્યાલ આવી ગયો કે તેઓને તનાવ વધવા લાગ્યો છે.
ડોક્ટરે ત્યાં કામ કરી રહેલા એક અનુભવી નર્સ ને બોલાવી ને કહ્યું કે આપણે ત્યાં આજે દાખલ થયેલા દર્દી અમ્રતભાઈ નું કાલે ઓપરેશન છે અને તેને માનસિક હિમ્મત ની જરૂર છે. આટલું કહ્યું ને નર્સ જાણે બધું સમજી ગયા.