એક દાદા ઓપરેશન માટે ડરી રહ્યા હતા, તો નર્સે આવીને એવા શબ્દો કહ્યા કે તરત જ દાદા ઓપરેશન માટે તૈયાર થઈ ગયા. નર્સે કહ્યું…

થોડા સમય પછી નર્સ તે રૂમમાં આવ્યા. નર્સે અમ્રતભાઈ ના રૂમમાં આવતા ની સાથે વાતચીત કરતા કરતા બધું સાફસફાઈ કરવા મંડ્યા.

સાફ સફાઈ કરતા કરતા તેને અમ્રતભાઈ ને પૂછ્યું કે દાદા તમારે શેનું ઓપરેશન છે તો અમ્રતભાઈ એ કીધું કે પેટ માં લીબું જેવડી ગાંઠ છે, જેનું ઓપરેશન કરવાનું છે. ત્યાં જ નર્સે કીધું કે બસ લીંબુ જેવડી જ ગાંઠ છે તો તો સાહેબ રમતા રમતા કાઢી નાખશે અને તમને જરા પણ ખબર પણ નહિ પડે એમ કહી ને બહાર જતા જતા કહેતા ગયા કે એક મિનિટ માં જ આવી.

થોડીવાર પછી એ નર્સ એક ટ્રોલી લઇ ને અંદર આવ્યા જે માં આઠ દાસ બરણી ભરેલી હતી. એ ટ્રોલી અમ્રતભાઈ પાસે લઇ ને એક એક બરણી દેખાડવા મંડ્યા કે આ ભાધ માં જુવો કેવડી મોટી મોટી ગાંઠો છે. આ બધા ઓપરેશન કરેલા દર્દીઓ અત્યારે કોઈ પણ તકલીફ વગર આનંદ થી પોતપોતાની જિંદગી જીવે છે.

તમારે તો ખાલી લીંબુ જેવી ગાંઠ છે તમને તો થોડા જ દિવસ માં ખેતીકામ કરવાની પણ છુટ્ટી આપી દેશે. જરા પણ ચિંતા નહીં કરતા. નર્સના મોઢેથી આવી વાત સાંભળીને તેઓની હિંમત વધી ગઈ. એકદમ મજબૂત કરાવી નાખ્યું અને તેઓ નું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું પણ થઈ ગયું.

ધન્ય છે આવા નર્સને જે અમ્રતભાઈ અને એવા અનેક બીજા દર્દીઓ ને અલગ અલગ દર્દ માં બધી જાત ની સેવા કરી ને દર્દી સાજો થઇ ને ઘરે ન જાય ત્યાં સુધી માં તો દર્દીઓ સાથે દાદા-દાદી ભાઈ-બહેન કે બેટા કે દીકરી જેવા સંબંધો બનાવી લેતા હોય છે.

અમ્રતભાઈ પોતાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગામડે જતા જતા રસ્તામાં એ જ વિચારી રહ્યા હતાં કે આજના આ સમયમાં માણસ પોતાના લોહી ના સબંધ હોય તેમાં પણ આટલી લાગણી નિભાવી નથી શકતો અને તે હોસ્પિટલના નર્સ એ તેને અદભુત હિંમત આપી અને તેની સેવા પણ કરી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરી દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel