મને ત્યારે જ ખબર પડી ગઈ કે આ ભાઈએ કોઈ જ પેમેન્ટ કર્યું નથી, અને આ ભાઈ દસ દિવસથી દરરોજ તરબૂચ લઈ જાય છે પરંતુ મને એવું લાગ્યું કે ભાઈની કંઈક મજબૂરી હશે તો જ આવું ખોટું કરતા હશે, ત્યારે પહેલો ગ્રાહક થોડો અસ્વસ્થ થઈ ગયો અને કહ્યું અરે ભાઈ તમારે આવી રીતે ખબર હોવા છતાં તરબૂચ થોડી આપી દેવાય…
ત્યારે તે લારીવાળાએ જવાબ આપતા કહ્યું સાહેબ હું વર્ષોથી જોતો આવ્યો છું કે ભગવાન જેવો ન્યાય કરે છે તેવો ન્યાય કોઈ પણ કરતું નથી, આપણે તો સામાન્ય માણસો છીએ આપણે કશું ન કરી શકીએ… એ ભાઈ દરરોજ મારી પાસેથી તરબૂચ લઈ જાય છે એમ જાણીને કે આજુબાજુ માંથી કોઈ જોતું નથી અને ભાઈ ને પણ ખબર પડતી નથી પરંતુ એ ભાઈ ને એ નથી ખબર કે ઉપરવાળો બધું જુએ છે અને હકીકતમાં ઉપરવાળાનો ન્યાય થાય ત્યારે એકદમ બરાબર ન્યાય થાય છે.
પેલો ગ્રાહક પણ ત્યાંથી લારીવાળાને ગર્વ ની નજરે જોઈને જતો રહ્યો, ત્યાર પછી લગભગ થોડા દિવસ સુધી ફરી પાછો જુનો ગ્રાહક તે લારીમાંથી રોજ તરબુચ લઈ જતો. એક દિવસ ત્યાં આવ્યો અને પોતાના ખિસ્સામાં હાથ નાખીને ઘણા બધા રૂપિયા તે લારીવાળાને આપ્યા. અને કહ્યું ભાઈ માફ કરી દેજે પરંતુ હું તારી પાસેથી તરબૂચ લઈ જતો તેના પૈસા ક્યારે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા જ નથી.
લારીવાળાને આ વાતની ખબર હોવા છતાં તેને અજાણ બની ને કહ્યું અરે ભાઈ તો તમે આવું કેમ કર્યું? અને આજે અચાનક આટલા બધા રૂપિયા એક સાથે કેમ આપવા આવ્યા? ત્યારે પહેલા વ્યક્તિ એ જવાબ આપ્યો કે ભાઈ સાચું કહું તો મને બે દિવસ પહેલા એવો અનુભવ થયો જે આજ સુધી ક્યારેય નથી થયો, હું રસ્તામાં જઈ રહ્યો હતો અને અચાનક જ મને ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો તો મારા પત્ની નો ફોન હતો તેને કહ્યું મમ્મી ને જરા હાથ માં વાગી ગયું છે તમે ઝડપથી તેઓને હોસ્પિટલે લઈ જાઓ, એટલે હું મારી માતા ને લઈને હોસ્પિટલે જઈ રહ્યો હતો ત્યારે મને માતાએ જે શબ્દો કીધા એ શબ્દો હું આજે પણ નથી ભૂલી શકયો…
માતાને થોડું લોહી નીકળી રહ્યું હતું અને હાથમાં દુખતું પણ હતું એટલે રસ્તામાં જતા જતા તેઓ બોલી રહ્યા હતા હે ભગવાન મને આવું શું કામ થયું, મેં ક્યાં કોઈનું કાંઈ બગાડ્યું છે તો મારી સાથે આવું થાય છે? બસ આ વાક્ય સાંભળીને મારું બાઈક થંભી ગયું તરત જ મેં તમારી સાથે કરેલા અન્યાય ને યાદ કર્યો ઝડપથી હોસ્પિટલ જઈને મમ્મીને ડ્રેસિંગ કરાવી આપ્યું અને ભગવાનની કૃપાથી તેઓનો હાથમાં બીજી કોઈ મોટી ઈજા ન હોવાથી બે જ દિવસમાં સારું પણ થઈ ગયું પરંતુ મમ્મીના એ શબ્દો મારા મનમાં ઊંડી છાપ છોડી ગયા.
એટલે હું તમને આ બધા પૈસા પાછા આપવા માટે આવ્યો છું અને મહેરબાની કરીને મને માફ કરી દો, લારીવાળા ભાઈ એ પણ તેને બધી વાત કરી અને કહ્યું ભાઈ તમારો ખુબ ખુબ આભાર હવે તમે મને આટલા પૈસા એક સાથે આપ્યા છે તો એ પૈસામાંથી હું આવતી કાલે ગામડે જઈશ ત્યારે બાળકો માટે કંઈક નવી વસ્તુ લઈને જઈશ.
ત્યારે તે ગ્રાહક એ કહ્યું અરે ભાઈ એને કંઈ જરૂર નથી કારણકે હું થોડી બીજી ભેટ લઈને આવ્યો છું મને થોડા જ દિવસોમાં ખબર પડી ગઈ કે ભગવાન નો ન્યાય કેવો હોય છે… એટલે આ ભેટ લઈને જ તમે તમારા ઘરે જજો.
આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો, તેમજ આ સ્ટોરી ને દરેક લોકો જોડે શેર કરજો…