એક ભાઈ બજારમાં શાકભાજીની ખરીદી કરવા ગયા, તેઓ પાછા આવતા હતા ત્યારે એક રેંકડી પર ધ્યાન ગયું તો એવું જાણવા મળ્યું કે…

ત્યારે મારો જીવ મુંજાઈ છે અને મારી પણ મજબૂરી છે મારી પાસે બચત હોય તો હું રેંકડી બંધ કરી અને ઘરે જ માં પાસે રહું ત્યારે મારી માં એ મને કહ્યું કે તું સવારે ભગવાન નું નામ લઇ અને રેંકડી ત્યાં મૂકી અને ઘરે પાછો આવતો રહે રેંકડી માં બધા ફ્રૂટ ના ભાવ લખી રાખ.

જેથી જેને ખરીદવા હોય તે વજન કરી અને તેના રૂપિયા રેંકડી ના ગલ્લા માં રાખી દેશે. આપણા નસીબ નું હશે તે કોઈ લઇ શકવાનું નથી. અને તારા રૂપિયા જાય તો મને કહેજે આમ ને આમ ત્રણ વર્ષ થવા આવ્યા છે.

સવારે રેંકડી મૂકી જાવ છું. અને રાત્રે જયારે માં જમીને સુઈ જાય ત્યારે રેંકડી પાછી લેવા માટે આવું છું. અને કોઈ દિવસ મારા હિસાબ ના રૂપિયા ઘટ્યા નથી. પણ અમુક લોકો વધારે રૂપિયા મૂકી જાય છે.

ગઈ કાલે કોઈ માં ની તબિયત ઝડપથી સારી થઇ જાય તે માટે ભગવાન ની પૂજા કરાવી અને ફૂલ અને પ્રસાદી મૂકી ગયેલું ક્યારેક કોઈ માં માટે હળવું જમવાનું મૂકી જાય છે. અને આ ત્રણેક વર્ષમાં અને લોકો પોતાના સરનામાં અને ફોન નંબર વાળા કાર્ડ ની સાથે ચીઠી માં સંદેશો લખતા જાય છે.

કે ગમે ત્યારે કોઈ પણ જાત ની મદદ ની જરૂર પડે તો આ નંબર પર ફોન કરશો. અમે અહીંયા રૂબરૂ આવી જઈશું. એક વખત એક પ્રખ્યાત ડોક્ટર ફ્રુટ લેવા આવ્યા હતા. તેને પણ પોતાનું કાર્ડ રાખ્યું હતું. અને સંદેશો પણ હતો કે જયારે પણ જરૂર પડે તો મારી હોસ્પિટલ માં દાખલ કરજો.

હું પણ તમારા માં ની સેવા કરીશ તો મને આનંદ થશે રોજે રોજ મારા હક્ક ના રૂપિયા ની સાથે કંઈક તો હોય જ છે ના તો માં મને બહાર જવા દ્યે છે કે ના ભગવાન કઈ ઘટવા દ્યે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel