અમિતભાઇ બજાર માં શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. બજાર માંથી પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તા પર એક ફ્રૂટ ની રેંકડી ઉભી હતી. તેમાં એક બોર્ડ લગાવેલું હતું જેમાં લખ્યું હતું.
ઘરે મારી માતા ને સંભાળી શકે તેવું કોઈ નથી તે બીમાર અને વૃદ્ધ છે. ચાલી પણ શકતા નથી. જેથી તેની તેની બધી પ્રકારની સેવા કરવા માટે હું મારા ઘરે જઈ રહ્યો છું. કોઈ ને જલ્દી હોય તો તેને જોઈતું ફ્રૂટ તે લઇ શકે છે.
બધા ફ્રૂટ ના ઢગલા પર ભાવ નું બોર્ડ લગાવેલું છે. તમારી જાતે લઇ અને રૂપિયા ત્યાં રાખેલા ગલ્લા માં રાખી શકે છે. અને કોઈ ની પાસે રૂપિયા ના હોય અને ફ્રૂટ લઇ જવું હોય કે ખાવું હોય તો પણ છૂટ છે. અમિતભાઈ ને ભારે આશ્ચર્ય થયું કે પોતાનો ધંધો મૂકી અને ઘરે માં ની સેવા કરવા ગયો ગજબ નો માણસ છે.
આજુબાજુ માં જોયું પણ ત્યાં કોઈ હતું નહિ તેથી તેને બે કિલો સફરજન ખરીદ કર્યા. અને તેના રૂપિયા નો હિસાબ કરી ને ગલ્લા માં રાખી દીધા. અને પોતાના ઘરે ગયા ઘરે ગયા પછી પણ તે રેંકડી તેના મગજ માંથી નીકળતી નહોતી. ત્યારે રાત્રે જમ્યા બાદ તે લટાર મારવા માટે નીકળતા અને આજે તે રેંકડી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું.
ત્યાં જઈને જોયું તો એક અંદાજે ચાલીસેક વર્ષ નો પુરુષ રેંકડી માં નો માલ સંકેલી ને ઘરે જવાની તૈયારી માં હતો અમિતભાઇ ત્યાં ગયા ત્યારે રેંકડીવાળા એ કહ્યું કે સાહેબ બધું ફ્રૂટ તો ખલાશ થઇ ગયું છે. હવે આવતીકાલે મળશે અમિતભાઇએ સામે ચા ની કેબીન પર બોલાવી ને પોતાની પાસે બેસાડ્યો.
અને રેંકડી પાસે તું કેમ હાજર નથી રહેતો એવું પૂછતાં હતા. બંને ચા પીતાંપીતા વાતો કરી રહ્યા હતા. ત્યારે એ રેંકડીવાળા એ કહ્યું કે મારી માં છેલ્લા ત્રણ વર્ષ થી બીમાર છે જે પોતાની જાતે હાલીચાલી શકતી નથી. અને બધું સહન કરતા કરતા તે અડધી પાગલ પણ થઇ ગઈ છે. અમે ગરીબ માણસ છીએ.
તેથી મને કોઈ સગા એ મારા લગ્ન કરવા માં રસ આપ્યો નહિ. અને હજુ સુધી હું કુંવારો જ છું. મારા ઘર માં મારી માં ની સંભાળ રાખવાવાળું કોઈ નથી. તેથી મારે જ માં ની સંભાળ રાખવી પડે છે. ત્યારે મારી માં એજ મને કહ્યું કે તું જયારે બહાર જાય છે.