એક બેરોજગાર યુવક ને 15000 રૂપિયા ભરેલું પર્સ મળ્યું, પછી તેણે જે કર્યું તે જોઈને...

એક વ્યક્તિનું પર્સ બજારમાંથી પાછી આવતી વખતે બજારમાં પડી જાય છે. તે વ્યક્તિ અત્યંત ધનવાન હતો એટલે પર્સમાં પણ અંદાજે ૧૫૦૦૦ રૂપિયા જેટલા હતા.

આટલી મોટી રકમ હોવાથી જેવી તેને ખબર પડી કે આપણું પર્સ નથી તે તરત જ મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે પર્સ મળશે એટલે તમને પ્રસાદ ચઢાવવા આવીશ, ગરીબોને ભોજન પણ કરાવીશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પેલી બાજુ પર જ્યાં પડ્યું હતું ત્યાંથી એક બેરોજગાર માણસ નીકળ્યો. જોગાનુજોગ તેને પર્સ દેખાઈ ગયું અને આ કોનું પર્સ હશે તે જોવા માટે આગળ પાછળ જોવા લાગ્યો.

એ પર્સ બીજા કરતા ઘણું અલગ હતું. જાણે કોઈએ સ્પેશિયલ પોતાના માટે પર્સ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પર્સમાં આગળ તેના માલિક નું નામ લખ્યું હતું.

પેલા માણસ એ તે નામ કોનું છે, વગેરે તપાસ કરી.અને ખબર પડી કે તે વ્યક્તિ નું ઘર ક્યાં છે એટલે ઘર શોધીને તે વ્યક્તિ તેના ઘરે પરત લેવા માટે પહોંચી ગયો. ઈમાનદાર એટલો હતો કે પર્સમાં રહેલા રૂપિયા ટચ પણ ન કર્યા હતા.

ઘરે પહોંચીને શેઠ ને તેનું પર્સ પાછું આપ્યું એટલે શેઠે તે માણસની ઈમાનદારીની પ્રશંસા કરી અને તેના માટે ઇનામ તરીકે થોડા રૂપિયા આપવાની કોશિશ કરી. પરંતુ તે માણસ ના પાડી દીધી.

તો શેઠે કહ્યું ઠીક છે તો પછી કાલે આવજે.

એટલે શેઠે કહ્યા મુજબ બીજા દિવસે તે માણસ પાછો શેઠની ઘરે આવ્યો અને શેઠે ખૂબ જ સારી રીતે તેનું આગમન કર્યું થોડા સમય પછી તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો.

અહીં શેઠે ભગવાનને મંદિરે જઈને થોડા વાયદાઓ કર્યાં હતા પરંતુ તેનું કષ્ટ દૂર થઈ ગયું હતું એ વાત માને વાતમાં શેઠ ભૂલી ગયા કે તેને મંદિરમાં ભગવાન ની સાક્ષીમાં કંઈક વાયદાઓ કર્યાં હતાં.

તે માણસ ત્યાંથી જતો રહ્યો એટલે શેઠાણી પાસે જઈને શેઠે કહ્યું કે જોયું તે પેલો માણસ કેટલો મૂર્ખ નીકળો. મારું આટલું કિંમતી પર્સ કે જેમાં હજારો રૂપિયા હતા તે કઈ પણ લીધા વગર જ સુપરત કરી ગયો.

આટલું સાંભળીને શેઠાણીએ તેને જવાબ આપ્યો કે તમે ઉંધુ વિચારી રહ્યા છો, હકીકતમાં તે માણસ ઈમાનદાર હતો. જો તે માણસ વિચાર કે ઇચ્છા કરી લેતા તો તે બધું જ પોતાની પાસે રાખી લેતા. તો એવા સમયે તમે શું કરો? ભગવાન એ બંનેની પરીક્ષા લીધી પરંતુ તે માણસ પાસ થઈ ગયો અને તમે નાપાસ થઈ ગયા.

મૂકો તમારી પાસે સામે ચાલીને આવ્યો હતો. પરંતુ લાલચને કારણે તમે ગુમાવી દીધો. તેની પાસે ઈમાનદારી કેટલી હતી જે તમારી પાસે નથી. તમને જો હજુ પણ તમારી ભૂલનો અહેસાસ થતો હોય તો તે માણસને શોધી લો અને તેને તમારા ધંધામાં જ કામ પર રાખી લો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શેઠ ને પણ પોતાની ભૂલ સમજાઈ એટલે તે પેલા માણસને શોધવા લાગ્યા. થોડા દિવસો પછી તે મળ્યો તો ખરા પરંતુ તે બીજા એક દુકાનમાં કામ કરી રહ્યો હતો.

શેઠ તેને મળ્યા અને તેની ખૂબ જ પ્રશંસા કરી. અને જે દુકાનમાં કામ કરી રહ્યો હતો તે દુકાનના માલિક ને પણ તે માણસ ની ઈમાનદારી ની વાત કરી અને પર્સની વાત પણ આખી સંભળાવી.

તો પહેલા દુકાનના માલિકે કહ્યું કે તે દિવસે આ માણસે મારી સામે જ તે પર્સ ઉઠાવ્યું હતું. હવે એ શું કરશે તે જોવા માટે હું તેની પાછળ પાછળ ગયો હતો. તમારા દરવાજા ઉપર ઊભા રહીને મેં બધું જોયું અને સાંભળ્યું પણ હતું.

એ જ સમયથી આ ની ઈમાનદારી થી પ્રભાવિત થઈને મેં મારે ત્યાં કામ પર રાખી લીધા છે. આ માણસ ની ઈમાનદારી થી હું સંપૂર્ણપણે નિશ્ચિત શું. તુમ્હારે

આ સાંભળીને પેલા શેઠ થોડું હસીને ત્યાંથી નીકળી ગયા. પછી મનોમન વિચારતા હતા કે પહેલા તેની પાસે ઘણા વિકલ્પો હતા પરંતુ તેને નિર્ણય લેવામાં મોડું કરી દીધું. એટલે તેને એક વિશ્વાસુ વ્યક્તિ ને ગુમાવી નાખ્યો. તે માણસ પાસે પોતાના સિદ્ધાંત પર અટલ રહેવાનું નૈતિક બળ હતું.

તે માણસ પાસે ત્યારે પણ વિકલ્પ હતો કે પર્સ ખોલીને જોઈ શકતો હતો પરંતુ તેને બસ ખોલીને જોયું પણ હતું નહીં, તેને તેની ઈમાનદારીનો પુરસ્કાર સારી રીતે મળી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજા શેઠ પાસે નિર્ણય લેવાની ક્ષમતા હતી. તેને એક ઈમાનદાર, કુશળ અને ઉત્સાહી માણસની જરૂર હતી જે તેને મળી ગયો.

તમે સિદ્ધાંતના પાકા હો તો બની શકે કે તમને કદાચ ક્ષણિક નુકસાન દેખાઈ રહ્યું હોય, પરંતુ દૂરનું વિચારો ત્યારે તેમાં શું થશે તેનો તમને અંદાજો પણ આવતો નથી...

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team