સાજા-સારા મા-બાપ ઘરમાં મદદરૂપ થતાં હોવા છતાં તેમના ‘વારા’ કરવામાં આવે ત્યારે મા-બાપની આંતરડી કેવી કકળે ઊઠે છે! આવા લોકો માતા-પિતાના મૃત્યુ પછી તેમના નામને વટાવવામાં પણ પાછી પાની કરતા નથી.
એક કવિ લખે છે,
વાહ રે માણસ…!
જીવતે જીવત કર્યા વારા મા બાપના,
મર્યા પછી એમની તકતીઓ મુકાવે.
જરૂરત હતી ત્યારે એમની સંભાળ ન લીધી,
હવે દર વર્ષે હતું શ્રદ્ધાંજલી છપાવે.
મા-બાપ પાસે બેસવાનો સમય નહતો,
હવે તેમના નામે આશ્રયસ્થાનો બંધાવે.
પ્રાણ છૂટવાની રાહ જોઈ રહ્યો હતો,
પછી શાને મ્રુત્યુ ઉપર અશ્રુ વહાવે!
વાહ રે માણસ! નામ કમાવવા કાજે,
કેટકેટલા પેંતરા તું અજમાવે.
પ્રસિદ્ધિ અને પ્રદર્શન ની આંધળી લ્હાયમાં,
મૃત માં-બાપ ના નામ ને વટાવે.
ક્યારેક સમય કાઢી જાતને ઢંઢોળ,
રખે તારા સંતાન પણ તારી મજાક ઉડાવે.
✍️ – અજ્ઞાત