એક બાળક કોઈ દિવસ લેશન ન કરે, એક દિવસ પુરુ કરીને આવ્યો. ટીચરે કારણ જાણ્યુ તો...

એક ગામમાં એક સ્ત્રી તેના પતિ અને બાળક સાથે રહેતી હતી. પતિનો વિયોગ થતાં પત્ની એકલવાયુ જીવન જીવવા લાગી. નાના બાળકના સ્નેહ ખાતર ઘરકામ કરતી જીવવા લાગી.

બાળક જ્યાં હજી કિશોર વયનો થયો ત્યાં માતા પણ બીમાર પડી.

માતાની માંદગી તથા ભરણપોષણ કરવાની જવાબદારી આ નાના બાળકના શિરે આવી ગઈ. આર્થિક રીતે નબળા હોવાથી બાળક એ અર્થ ઉપાર્જન પણ કરવું પડતું.

બાળક હિંમત હાર્યો નહીં તે સવારે વહેલા ઉઠી માતાની બધી જ સેવા કરી શાળાએ જતો. ત્યાં ભણીને ઘરે આવી ઝટપટ રસોઈ કરી કામે જતો. ત્યાંથી આવી ફરી માતાની સેવા, રસોઈ વગેરે કાર્ય કરતો.

માતા ધીમે-ધીમે સાવ અશક્ત થતી જતી હતી. હવે બાળકને તેની સેવા માટે વધારે સમય ફાળવવો પડતો. આથી બાળક શાળાનું હોમવર્ક નિયમિત કરી શકતો નહીં.

શાળામાં શિક્ષક તેને લેસન ન કરી લાવવા બદલ શિક્ષા કરતા. બાળક આંસુ સારતો પણ એકેય શબ્દ કોઈની સામે બોલતો નહિ આવું લગભગ છએક માસ ચાલ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક વખત એવું બન્યું કે તે બાળક શાળામાં લેસન પૂરું કરીને આવ્યો આથી શીક્ષકે આ અંગે પૂછ્યું ત્યારે બાળક એ રડતા રડતા જવાબ આપ્યો, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

"સાહેબ આજ સુધી મારી માં માંદી હતી તેથી તેને સારવાર કરવામાં અને કામ કરવામાં મને સમય નહોતો મળતો કે હું લેસન કરી શકું. આજે મારી મા મૃત્યુ પામી છે હવે મારી પાસે લેસન કરવાનો સમય છે."

બાળકની આ વાત સાંભળી આખો વર્ગ રડી પડ્યો. નાના એવા બાળકને પોતાની માની સેવા ખાતર છ-છ માસ સુધી શાળામાં શિક્ષકે કરેલી સજા સહન કરી. સાથે સાથે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કામ કરી પૈસા પણ મેળવ્યા

જ્યારે આજના કહેવાતા સુપુત્રો! લાખો કરોડો કમાતા હોવા છતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં પણ તેમને લાજ શરમ નડતી નથી.

અરે જે મા-બાપે પોતે આર્થિક રીતે નબળા હોવા છતાં ચાર પાંચ બાળકોને પ્રેમથી પાલવ્યા, ઉછેર્યા, ભણાવ્યા, પરણાવ્યા - આટલો મહાન ઉપકાર છતાં તે સંતાનો માબાપને પોતાની સાથે રાખી શકતા નથી!

સાજા-સારા મા-બાપ ઘરમાં મદદરૂપ થતાં હોવા છતાં તેમના 'વારા' કરવામાં આવે ત્યારે મા-બાપની આંતરડી કેવી કકળે ઊઠે છે! આવા લોકો માતા-પિતાના મૃત્યુ પછી તેમના નામને વટાવવામાં પણ પાછી પાની કરતા નથી.

એક કવિ લખે છે,

વાહ રે માણસ...!
જીવતે જીવત કર્યા વારા મા બાપના,
મર્યા પછી એમની તકતીઓ મુકાવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જરૂરત હતી ત્યારે એમની સંભાળ ન લીધી,
હવે દર વર્ષે હતું શ્રદ્ધાંજલી છપાવે.

મા-બાપ પાસે બેસવાનો સમય નહતો,
હવે તેમના નામે આશ્રયસ્થાનો બંધાવે.

પ્રાણ છૂટવાની રાહ જોઈ રહ્યો હતો,
પછી શાને મ્રુત્યુ ઉપર અશ્રુ વહાવે!

વાહ રે માણસ! નામ કમાવવા કાજે,
કેટકેટલા પેંતરા તું અજમાવે.

પ્રસિદ્ધિ અને પ્રદર્શન ની આંધળી લ્હાયમાં,
મૃત માં-બાપ ના નામ ને વટાવે.

ક્યારેક સમય કાઢી જાતને ઢંઢોળ,
રખે તારા સંતાન પણ તારી મજાક ઉડાવે.

✍️ - અજ્ઞાત

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team