એક અત્યંત સુખી સોની પરિવારમાં અચાનક ધંધામાં ખોટ આવી એટલે બધું ધન જવા લાગ્યું, પરંતુ એ પરિવારે થોડા જ દિવસોમાં એવું કર્યું કે…

ધનજીભાઈ સોનીની દુકાન ત્રણ પેઢીથી ચાલી રહી હતી. અને સંયુક્ત પરિવારમાં તેના બધા દીકરા અને પૌત્ર રહેતા હતા. ઘર માં 40 વ્યક્તિ એક જ રસોડે જમતા હતા. અને બધા પ્રેમથી અને શાંતિથી રહેતા હતા.

એક દિવસ ધનજીભાઈ ને સપનામાં લક્ષ્મીમાતા એ દર્શન આપ્યા. અને કહ્યું કે હવે અહીંયા રહીને મને મૂંઝારો થઈ રહ્યો છે. તમારી ત્રણ પેઢી થી હું અહીંયા રોકાઈ ગઈ છું. અને હવે મારે જવું છે.

હવે તમારે ત્યાં દરિદ્રતા આવશે. તમારા વહેવાર અને વચન માં કોઈ ખોટ નથી. અને તમારી ત્રણ પેઢી માં કોઈ એ મારો દુરુપયોગ કર્યો નથી, એટલે તમને કહેવા આવી છું.

અને એક વરદાન માંગી લો. જેથી હું જતા જતા તમારી ઇરછા પુરી કરતી જાવ. ધનજીભાઈ ઘર ના વડીલ હતા. અને આખો પરિવાર તેનું ખુબજ માન રાખતા.

જેથી તેને લક્ષ્મીમાતા ને કહ્યું કે તમે જવાનું નક્કી કરી લીધું છે. તેમાં તો હું કશું નહિ કરી શકું. પણ મને તમારે જો વરદાન આપવું હોય તો, એટલું જ આપજો કે મારા પરિવાર માં બધા સાથે હળીમળી ને રહે છે. અને પ્રેમભાવ મન સન્માન ના જે સંસ્કાર છે તેમાં કોઈ ખોટ નો આવે.

એટલે લક્ષ્મીમાતા એ તથાસ્તુઃ કહી ને વિદાઈ લીધી. લક્ષ્મી માતા જતા જ ધંધા માં નુકસાની મોટી મોટી ઉઘરાણી ના રૂપિયા આવે નહિ. અને આવા અનેક પ્રશ્નો આવવા લાગ્યા. પણ જરા પણ વિચલિત થયા વગર આખો પરિવાર પ્રેમ અને શાંતિ થી તેનો ખરાબ સમય પસાર કરી રહ્યો હતો.

એક દિવસ રાત્રે ઘરે ગયા ધનજીભાઈ નો નિયમ હતો. તેના દરેક પુત્ર, પૌત્ર જમી લે પછી જ પોતે જમવા બેસે. બધાએ જમી લીધું પછી ધનજીભાઈ જમવા બેઠા. ખીચડી માં જરૂર થી વધારે મીઠું નંખાઈ ગયું હતું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel