નયનભાઈ નું 12 વર્ષ સુધીનું જીવન એકદમ સુખેથી પસાર થયું હતું. બાળપણથી જ સારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ખૂબ જ સારું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ અચાનક તેના પિતાને વેપારમાં ખૂબ જ મોટી નુકસાની આવી ગઈ હોવાથી તેની ભરપાઈ કરવા માટે ઘર દુકાન બધું વેચાઈ ગયું.
આર્થિક રીતે આખો પરિવાર બરબાદ થઈ ગયો અને સંજોગો અનુસાર નયનભાઈ નું ભણવાનું પણ બંધ થઈ ગયું, તેના પિતા કે જેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. એ પણ બધું છોડીને નોકરીએ લાગી ગયા અને અત્યારે શહેરના એક વિસ્તારમાં સૌથી ઓછા ભાડે મળે તેવી રૂમમાં બધા રહેવા લાગ્યા.
નયન ભાઈ પણ તેની નાની ઉંમરમાં પરિવારને સપોર્ટ કરવા ઇચ્છતા હતા, પોતે કામ મળે તે માટે ઘણું ફર્યા પરંતુ કામ શોધતા કાયમ તેને સાંભળવા મળતું કે તમારી ઉંમર નાની છે. અને બાર-તેર વર્ષના છોકરાને કોઈ કામ પણ આપે નહીં.
ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે સોળ વર્ષના થઈ ગયા, 16 વર્ષના થયા પછી નયનભાઈ એ ન્યુઝ પેપર વેચવાનું ચાલુ કર્યું. પણ તે કામ તો સવાર ના 4 વાગ્યા થી 9 વાગ્યા સુધી નું હતું. જેથી એક ઓફિસમાં 10 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધી ની નોકરી શોધી લીધી.
અને ખુબ જ મહેનત થી અને ઈમાનદારી થી કામ કરવા લાગ્યા. હવે ઘર માં પણ થોડી રાહત રહેતી, સમય જતા નયનભાઈ ના લગ્ન થયા તેની પત્ની પણ એકદમ શાંત અને સમજુ હતી. તે પણ નયનભાઈ ને કામ માં મદદ કરી શકે તે માટે એક કારખાને થી સમાન પેકીંગ માટે લાવતા. અને ઘરે બેઠા જ મજૂરી કામ કરતા.
સમય જતા નયન ભાઈ ને ત્યાં એક દીકરો અને ત્યાર બાદ એક દીકરી નો જન્મ થયો, હવે ઘર ની જવાબદારી વધતી જતી હતી. નયનભાઈ પોતે કોઈ નાનો માણસ હોય કે મોટા શેઠ બધા ની સાથે પ્રેમથી અને શાંતિ થી વર્તન કરતા.
વર્ષો જૂનો ન્યૂઝ પેપર નો ધંધો હોવાથી ઘણા દુકાનદાર ની સાથે સારો અને નિસ્વાર્થ સંબંધ બાંધી લીધો હતો. અને સમય મળે ત્યારે તે બધા શેઠ ની પાસે જાય, અને તેની સાથે ની વાતચીતો માંથી તેને ઘણું બધું જાણવા પણ મળતું.
અને બધા શેઠ પણ તેને માન થી બોલાવતા એક વખત એક શેઠ પાસે બેઠા હતા, ત્યારે નયનભાઈ એ શેઠને કહ્યું કે ઘર માં માતા પિતા અમે બે અને બે બાળકો છે. કામ કરું છું. અને નોકરી પણ કરું છું. તેમાં મારુ ઘર ચાલી જાય છે.