તું તો લોકોને ફક્ત દૂધ આપે છે જ્યારે હું તો મારું બધું આપી દઉં છું, માણસ મારા વાળ કે જેમાંથી બ્રશ બનાવે છે, તેમ છતાં લોકો મને ધુત્કારે છે. અને તને પ્રેમ થી રાખે છે. આવું કેમ?
ત્યારે ગાય વળતો જવાબ આપે છે કે હું જીવતી હોય ત્યારે આખી જિંદગી દરરોજ લોકોના કામ માં આવું છું. અને તું મર્યા પછી એક વખત જ કામ માં આવે છે.
બસ મુનીમ પાસેથી આટલું સાંભળીને શેઠ આખી વાત સમજી ગયા. તે દિવસથી જ શેઠ લોકોના કામ માં આવવા લાગ્યા, ગરીબ લોકોને જરૂરી બધી મદદ કરવા લાગ્યા. કોઈ ના ઘરે દીકરી ના લગ્ન હોય અથવા પછી કોઈ જરૂરિયાતવાળા લોકોને બીમારી માટે દવા કરાવવાની હોય શેઠજીની મદદ માંગે તે પહેલાં જ શેઠજી હાજર થઇ જતા. શેઠજી નું માન-સન્માન પણ પહેલા કરતા અનેકગણું વધી ચૂક્યું હતું.
આપણે સમાજ માંથી જે જોઈતું હોય તે સમાજ ને પહેલા આપવું પડે છે ખુશી જોઈતી હોય તો ખુશી પ્રેમ જોઈતો હોય તો પ્રેમ ટૂંકમાં આપણે જેની અપેક્ષા રાખતા હોય એ પહેલા આપવું પડે છે અને પછી આપણને અનેક ગણું પ્રાપ્ત થઇ છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.