(ટ્રીન ટ્રીન… ટ્રીન ટ્રીન…)
31 વર્ષની વ્યક્તિ પોતાની દુકાનમાં બેઠા બેઠા ગ્રાહકોને જવાબ આપી રહ્યા હતા, ઘણા સમય પહેલાંની કરિયાણાની દુકાન હોવાથી ઘરાકી જામેલી હતી, ગ્રાહકોની ભીડ પણ હતી એવામાં ફોન પર રીંગ વાગી, એ સમયની વાત છે જ્યારે મોબાઈલનો હજી આપણા દેશમાં પ્રવેશ પણ નહોતો થયો. કદાચ મોબાઈલ શોધાયાં પણ નહોતાં.
ફોનની બે રિંગ પૂરી થાય તે પહેલાં જ તે વ્યક્તિએ ફોન ઊંચક્યો અને સામેથી અવાજ સંભળાયો પપ્પા પપ્પા તમે જલ્દી ઘરે આવી જાઓ મને પગમાં વાગ્યું છે અને ખૂબ જ લોહી નીકળે છે.
એ વ્યક્તિના સાત વર્ષના દીકરા નો કાપતો અવાજ સાંભળીને તરત જ એ પિતા ના હૃદય માં ફાળ પડી ગઈ અને તરત જ દુકાન ના કાઉન્ટર પરથી કૂદકો મારીને સીધા બહાર જઈને તરત જ ઘરે જવા નીકળી ગયા, પાછળ નોકરને કહેવા પણ ન રોકાયા કે ક્યાં જાય છે અને કેટલા સમયમાં આવશે બધું નોકરના ભરોસે છોડી ને ઘરે પહોંચી ગયા અને તરત જ દીકરાને લઈને ઘરથી થોડી નજીક આવેલી હોસ્પિટલ પર જઈને તરત જ ડોકટરની કેબિનમાં અંદર જતા રહ્યા અને કહ્યું ડોક્ટર જોવા મારા દીકરાને શું થયું છે.