દીકરીની સગાઈ નક્કી કર્યા પછી એક દિવસ દીકરીનો પરિવાર દીકરાના ઘરે જમવા ગયો, ભોજન પહેલા ચા આવી તે ચાખીને દીકરીના પિતા અચાનક વિચારમાં જતા રહ્યા, થોડા સમય પછી વેવાઈને એવો સવાલ પૂછ્યો કે…
ભુપેન્દ્રભાઈ નોકરી માંથી રીટાયર થઇ ગયા હતા. અને હવે નોકરી ના કામ ની કામ કાજ ની કોઈ જવાબદારી કે ચિંતા હતી નહિ. પોતે સાધારણ પરિસ્થિતિ ના હતા. હવે તેને એકજ ચિંતા હતી. તેની એક ની એક દીકરી ના સારું ઘર સારો છોકરો જોઈને પરણાવવાની.
ભુપેન્દ્રભાઈ ની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી. અને એટલા માટે જ તેઓ પોતે સારું ઘર શોધીને દીકરીને પરણાવવા માટે મધ્યમ પરિવાર નો છોકરો શોધતા હતા. અને તેનું માનવું હતું કે મોટા ઘર માં દીકરી ને પરણવું ત્યાં મારુ કે દીકરી નું કઈ ખાસ સન્માન નહિ રહે. અને દીકરી ને પણ ભવિષ્ય માં તકલીફ પડે તો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેના કરતા માધ્યમ પરિવાર માં પરણવું વધુ સારું, ભલે બાંગ્લા ગાડી નહિ હોય તો ચાલશે. પણ સંસ્કારી માણસો જોઈએ. જેથી તેને સંબંધ કરવામાં ઘણી મહેનત પડી. અને તેની ચિંતા માં અને ચિંતા માં તેને ડાયાબિટીસની અને બ્લડ પ્રેશર ની બીમારી થઇ ગઈ હતી. ભુપેન્દ્રભાઈ ને નાનું ઘર અને સંસ્કારી છોકરો મળતા જ તેને તેની સગાઇ કરી નાખી.
અને હવે તેની અડધી ચિંતા દૂર થઇ ગઈ હતી. અને તે આનંદ માં રહી શકતા હતા. સગાઇ ને થોડા દિવસ થયા હતા. તેવામાં નવા વેવાઈ એ ભુપેન્દ્રભાઈ ના પરિવાર ને એક દિવસ તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. એટલે ભુપેન્દ્રભાઈ નો પરિવાર તેના વેવાઈ ને ત્યાં ગયા, જો કે ભુપેન્દ્રભાઈ નું ડાયાબિટીસ કંટ્રોલ માં રહેતું નહોતું.
પણ વેવાઈ ને ના થોડી પડાઈ? બધા બેઠા હતા. અને એક બીજા ના સગા વહાલા ની ઓળખાણ કાઢી રહ્યા હતા. એવામાં દીકરી ની નણંદ બધા માટે ચા લઇ ને આવી. ભુપેન્દ્રભાઈ એ મને કમને ચા તો લીધી. પણ મન માં ડર હતો કે ચા મીઠી હશે અને તબિયત વધારે બગડશે. પણ હવે કઈ બોલાય નહિ. અને ચા પીવા લાગ્યા, ચા તો તે કાયમ પીતા હતા તેવી મોરી અને મસાલા વાળી હતી.
ભુપેન્દ્રભાઈ ને આશ્ચર્ય થયું કે મારી પસંદની અને મને અનુકૂળ આવે તેવી ચા વિશે વેવાઈ ને કેવી રીતે ખબર પડી? અને આવું જ જમવામાં અને સાંજે નાસ્તા માં થયું. ભુપેન્દ્રભાઈ ની તબિયત નું ધ્યાન રાખી ને તેના ઘરે બનતી, તેવી જ રસોઈ વેવાઈ ના ઘરે પણ બની હતી. બધો કાર્યક્રમ પતાવી ને સાંજે પોતાના ઘરે જવા નીકળતા હતા. ત્યારે ભુપેન્દ્રભાઈ થી રહેવાયું નહિ.
અને વેવાઈ ને પૂછી જ લીધું કે મારી અનુકૂળતા વાળી બધી વસ્તુ કેવી રીતે શક્ય છે. તમને મારા ખાનપાન વિશે આટલી બધી માહિતી કેવી રીતે મળી? ત્યારે વેવાણ તરત જ વચ્ચે બોલ્યા કે ગઈકાલે અમારે વહુ સાથે ફોન માં વાત થઇ હતી. ત્યારે તેને કહ્યું કે તમે બધા માટે જે પણ બનાવશો તે ચાલશે પણ મારા પિતાજી ને તકલીફ છે.
તેને ખાવા પીવા માં ધ્યાન રાખવું પડે છે. તેનો ખ્યાલ રાખશો એટલે અમારે બધું આવી ગયું. બીજા કોઈ માટે તમારે કઈ તૈયારી પણ કરવાની જરૂર નથી. મારા પિતાજી તમારે ત્યાં આવી ને કશું બોલશે નહિ.
પણ તેની તબિયત નો ખ્યાલ રાખવો પડે તેમ છે. આટલું સાંભળતા જ ભુપેન્દ્રભાઈ ની આંખ માંથી આસું નીકળી ગયા. અને બોલ્યા કે આટલું ધ્યાન તારા સાસુ સસરા અને પતિનું રાખજે, અને બધા ને સુખી કરજે. આ એક બાપ ના દીકરીને આશીર્વાદ હતા. ભુપેન્દ્રભાઈ ઘરે આવ્યા, ત્યારે તેને પહેલું કામ તેની માતા ના ફોટા પર થી ચડાવેલો હાર ઉતારી લીધો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેના પત્ની એ પૂછ્યું કે તમે આ શુ કરો છો? ત્યારે ભુપેન્દ્રભાઈ નો જવાબ હતો, મારી માં મારુ જેટલું ધ્યાન રાખતા એટલું જ ધ્યાન મારી દીકરી રાખી રહી છે. મારા માં મૃત્યુ પામ્યા નથી. તે તો મારી દીકરી ની અંદર હજુ પણ જીવિત છે. આટલું જ બોલી શક્યા અને સોફા પર ફસડાઈ પડ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.