દીકરીની સગાઈ નક્કી કર્યા પછી એક દિવસ દીકરીનો પરિવાર દીકરાના ઘરે જમવા ગયો, ભોજન પહેલા ચા આવી તે ચાખીને દીકરીના પિતા અચાનક વિચારમાં જતા રહ્યા, થોડા સમય પછી વેવાઈને એવો સવાલ પૂછ્યો કે…

અને વેવાઈ ને પૂછી જ લીધું કે મારી અનુકૂળતા વાળી બધી વસ્તુ કેવી રીતે શક્ય છે. તમને મારા ખાનપાન વિશે આટલી બધી માહિતી કેવી રીતે મળી? ત્યારે વેવાણ તરત જ વચ્ચે બોલ્યા કે ગઈકાલે અમારે વહુ સાથે ફોન માં વાત થઇ હતી. ત્યારે તેને કહ્યું કે તમે બધા માટે જે પણ બનાવશો તે ચાલશે પણ મારા પિતાજી ને તકલીફ છે.

તેને ખાવા પીવા માં ધ્યાન રાખવું પડે છે. તેનો ખ્યાલ રાખશો એટલે અમારે બધું આવી ગયું. બીજા કોઈ માટે તમારે કઈ તૈયારી પણ કરવાની જરૂર નથી. મારા પિતાજી તમારે ત્યાં આવી ને કશું બોલશે નહિ.

પણ તેની તબિયત નો ખ્યાલ રાખવો પડે તેમ છે. આટલું સાંભળતા જ ભુપેન્દ્રભાઈ ની આંખ માંથી આસું નીકળી ગયા. અને બોલ્યા કે આટલું ધ્યાન તારા સાસુ સસરા અને પતિનું રાખજે, અને બધા ને સુખી કરજે. આ એક બાપ ના દીકરીને આશીર્વાદ હતા. ભુપેન્દ્રભાઈ ઘરે આવ્યા, ત્યારે તેને પહેલું કામ તેની માતા ના ફોટા પર થી ચડાવેલો હાર ઉતારી લીધો.

તેના પત્ની એ પૂછ્યું કે તમે આ શુ કરો છો? ત્યારે ભુપેન્દ્રભાઈ નો જવાબ હતો, મારી માં મારુ જેટલું ધ્યાન રાખતા એટલું જ ધ્યાન મારી દીકરી રાખી રહી છે. મારા માં મૃત્યુ પામ્યા નથી. તે તો મારી દીકરી ની અંદર હજુ પણ જીવિત છે. આટલું જ બોલી શક્યા અને સોફા પર ફસડાઈ પડ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel