દીકરીના લગ્નને છ મહિના પણ નહોતા થયા ત્યાં તેની માતા તેને ઘરે લઈ આવી, થોડા દિવસ પછી બને પરિવાર ભેગા થયા ત્યારે સંબંધ કરાવનારે દીકરીની માતાને એવું કહ્યું કે…

હસુભાઈ સાધારણ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા. તેના પરિવાર માં તેના પત્ની એક દીકરો અને એક દીકરી હતી. ધંધામાં પરિસ્થિતિ નબળી હતી. અને દીકરી પરણાવવા જેવડી થઈ ગઈ હતી, એટલે રાત દિવસ એની ચિંતા થતી કે દીકરી ના લગ્ન કેવી રીતે કરીશું? દીકરો હજુ નાનો હતો જે હજુ દસ માં ધોરણ માં ભણતો હતો.

એવા માં એક દિવસ હસુભાઈ ના કુટુંબી દૂર ના કાકા તેમને ત્યાં બેસવા આવ્યા સાથે ચા પાણી પી અને વાતો કરતા હતા એટલે હસુભાઈ એ તેના કાકા ને કહ્યું કે દીકરી ના લગ્ન કરવા છે પણ હાલ પૈસાની કઈ સગવડ થતી નથી. એટલે અમે મૂંઝાણા છીએ કે કેમ કરીને પ્રસંગ પાર પડશે.

થોડીવાર માં હસુભાઈના કાકાને એક ઓળખાણ યાદ આવી, તરત જ હસુભાઈ ને કહ્યું કે મારી જૂની ઓળખાણ છે. અને ખાધે પીધે સુખી પરિવાર છે. એક નો એક દીકરો છે. મારી સાથે એ લોકો ને બે મહિના પહેલા વાત થયેલી હતી કે છોકરાએ ભણતર પૂરું કરીને તેઓના દુકાન ની જવાબદારી સંભાળી લીધી છે. છોકરો દેખાવમાં પણ સારો છે અને અહીંયા અમદાવાદમાં જ રહે છે, તમે લોકો વિચાર કરી ને કહેજો તો આપણે એ લોકોને વાત કરીશું.

બે દિવસ પછી હસુભાઈને તેના પત્ની કાકા ને ઘેર જઈને વાત કરે છે કે આપણે છોકરો અને તેના ઘર દુકાન જોઈ ને પછી વાત આગળ વધારીએ. બધું બરાબર લાગતા એકબીજાને જોવાનું ગોઠવવામાં આવ્યું, દીકરા દીકરી એ પણ એકબીજાને પસંદ કર્યા એટલે થોડા જ દિવસોમાં સગાઇ નક્કી કરી નાખી.

બે મહિના પછી લગ્ન પણ નક્કી કર્યા ત્યારે હસુભાઈએ રજૂ કર્યું કે તેમની પાસે અત્યારે આર્થિક સગવડતા ઓછી છે એટલે તરત જ વેવાઈ એ કહ્યું કે તમારે કોઈ પણ ચિંતા કરવા ની જરૂર નથી, અમે જે પાર્ટી પ્લોટમાં રિસેપ્શન રાખવાના છીએ એ સવાર થી જ બુક કરાવી લેશું. અને કેટરર્સ વાળો પણ અમારો આવી જશે, તમે જાણે જાન માં આવતા હોય એ રીતે ત્યાં પહોંચી જજો… આ સાંભળી ને હસુભાઈ નો આખો પરિવાર તો ખુશ ખુશ થઇ ગયો કે આવા સગા તો કોઈ ભાગ્યશાળી ને જ મળે જે પોતાના સગા ની તકલીફ સમજી શકે.

હરખ થી લગ્ન પતાવ્યા, દીકરી તેના ઘરે ચાલી ગઈ અને આનંદ માં હતી. સુખી સમૃદ્ધ ઘર હતું. એટલે ઘર માં કામ પણ ખાલી રસોઈ પૂરતું હતું, બાકી બધા કામ ના અલગ અલગ નોકરો હતા.

હસુભાઈ ના પત્ની દર બે દિવસે દીકરી ના ઘરે જાય, અને બે ત્રણ કલાક બેસે એમાં વચ્ચે વચ્ચે દીકરી ને લઇ ને તેના રૂમ માં બેસવા જાય. અને ઘર ની બધી રીત રસમ જાણે. અને તેમાં વાંધો કાઢી ને દીકરી ને આડું અવળું શીખડાવ્યે રાખે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા દિવસ તો દીકરી ને કઈ સમજ માં નો આવ્યું પણ પછી તો તે પણ તેની માં કહે તેમ કરવા માંડ્યું અને દીકરી ના ઘરમાં કજિયા કંકાસ ચાલુ થઈ ગયા. ઘરનું વાતાવરણ ફરી ગયું એટલે હસુભાઈના વેવાઈ વિચારવા લાગ્યા કે વહુ હજુ ઘરમાં નવી આવી છે એટલે આ બધું થઇ રહ્યું છે થોડા દિવસોમાં બધું શાંત થઈ જશે. અને વહુ પણ છ-બાર મહિના માં બધું સમજતી થઇ જશે, એટલે આ બધી માથાકૂટ બંધ થઈ જશે.

પરંતુ એવું થવા ને બદલે હસુભાઈ ના પત્ની આવી અને તેની દીકરી ને તેડી ગયા. અને કહેતા ગયા કે તમે લોકો અમારી દીકરી ને હેરાન કરો છો. આઠ દસ દિવસ થયા ને કઈ સમાચાર આવ્યા નહિ એટલે હસુભાઈ ના કાકા ને વેવાઈ એ ફોન કર્યો અને ઘર માં બનતી બધી ઘટના ની વાત કરી તેને હિંમત આપતા કહ્યું કે તમે ચિંતા કરો નહિ આ મારી દીકરી છે. અને મેં તમારા ઘર માં આપી છે. હું આજે સાંજે હસુભાઈ ને તેની પત્ની અને દીકરી ને તમારે ત્યાં જ બોલવું છું અને બધા સાથે બેસી ને વાત કરીશું.

સાંજે હસુભાઈ ને તેનો પરિવાર કાકા સાથે વેવાઈ ને ત્યાં આવી જાય છે. અને હસુભાઈ ની અને વેવાઈ ની વાત સાંભળી. અને હવે વારો હતો દીકરી નો, કાકા એ દીકરી ને પૂછ્યું કે તને તારો પતિ મારે છે? કારણ વગર ગુસ્સે થાય છે? તને ઘરમાં કોઈ કંઈ કહે છે? તને કોઈ દહેજ લાવવાનું કહે છે? તને કોઈ ખાવાનું નથી આપતું એવું બને છે? તને નવા કપડાં વગેરે લઈ આપે છે? ઘરમાં કોઈ તારી સાથે અપમાન જનક વર્તન કરે છે?

આ બધું એકદમ શાંતિથી દીકરી એ સાંભળ્યું પછી વિચાર કરીને દીકરીએ કહ્યું કે એવું કશું જ નથી. ત્યારે બધું જાણી ચૂકેલા કાકાએ હવે હસુભાઈ ની પત્ની ને પૂછ્યું કે તમે રાત્રે દહીં માટે દૂધ મેળવો છો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે તેને કહ્યું હા હું રોજ દહીં મેળવું છું. એટલે કાકાએ કહ્યું કે દૂધ મેળવીને સવાર સુધી રાખી મુકો તો દહીં જામે કે ન જામે? તરત જ હસુભાઈની પત્નીએ જવાબ આપ્યો જામી જ જાય ને. હસુભાઈના કાકાએ હવે કહ્યું કે જો તમે દર કલાકે કલાકે એમાં આંગળી બોળીને તપાસે રાખો કે દહીં જામ્યું છે કે કેમ, તો દહીં જામે? હસુભાઈની પત્નીએ તરત જ જવાબ આપ્યો ન જામે…

કાકાએ હવે કહ્યું તમે તો બરાબર સમજો છો, જેમ દહીંમાં આંગળી કરીએ તો તે ન જામે એ રીતે દીકરીના ઘરમાં ખોટી રીતે દખલગીરી કરીને તેના દાંપત્યજીવનમાં ઝગડા થાય તેવું ન કરવું જોઈએ. દીકરીના ઘરમાં કોઈપણ જાતનું દુઃખ નથી. દીકરી તેના સાસરીમાં હળીમળીને રહે તેવી શિખામણ આપવી જોઈએ નહીં કે તેનો સંસાર કઈ રીતે બગડે.

એકદમ કડવું સત્ય હસુભાઈના કાકા એ હસુભાઈની પત્નીને કહ્યું એટલે તેના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. હસુભાઈના કાકાએ થોડી હિંમત કરીને બધું સત્ય કહી દીધું અને દીકરીનું દાંપત્યજીવન તૂટતા રોકી લીધું, બધા લોકો ત્યાં જમીને પછી છૂટા પડ્યા. દીકરીને પણ સમજાઈ ગયું કે તેના સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team