એક રાજા હતો જ બહુ જ બળવાન પ્રજાપાલક અને ધાર્મિક વૃત્તિના હતા. રાજા ના શહેર ની બાજુ ના જંગલ માં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જેમ તેમ દક્ષિણા મેળવી ને ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ ગરીબ હતો. પરંતુ અતિ જ્ઞાની બુદ્ધિશાળી હતો. અને ધર્મ ના નિયમો નું ચુસ્ત પણે પાલન કરતો હતો. રોજ સાંજ પડે ત્યાર પહેલા કઈ ને કઈ મળી જતું. જેનાથી તેના પરિવાર નું પાલન પોષણ કરતો હતો.
પરિવાર માં તેના પત્ની અને એક પુત્રી હતા. સમય જતા દીકરી વિવાહ યોગ્ય થવા લાગી એટલે એક દિવસ તેની પત્ની એ કહ્યું કે હવે આપણે આ દીકરી ના લગ્ન કરાવી દેવા જોઈએ. ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે લગ્ન તો કરાવી દેવા જોઈએ પણ તેના માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી અત્યારે તો આપણું ઘર મંદ મંદ ચાલે એટલી દક્ષિણા મળે છે.
ત્યારે બ્રાહ્મણ ની પત્ની એ કહ્યું કે આપણે ભલે ગરીબ રહ્યા પરંતુ તમારી નામના સારી હોય તમે આ માટે રાજા પાસે થી દક્ષિણા માંગી શકો છો અને રાજા પણ ધાર્મિક અને ગરીબો ની મદદ કરવા વાળા છે જે તમને નિરાશ નહિ કરે.
આમ બ્રાહ્મણ રાજા પાસે જાય છે અને મનમાં વિચારે છે કે રાજા પાસે જઈ ને દક્ષિણા ની માંગણી કરીશ. રાજા ના પણ નહિ પાડે પરંતુ રાજા પાસે જે ધન છે એ તો પ્રજાના પરસેવાની કમાણીમાંથી ઉઘરાવેલા કરનું ધન છે. જેમાં પ્રજાનું લોહી અને પરસેવો છે. આ ધન માંથી હું દીકરીના લગ્ન કરીશ તો આનું પરિણામ સારું નો આવે, આવી મુંઝવણ સાથે તે બ્રાહ્મણ રાજાના મહેલ તરફ પહોંચ્યો.
મહેલ ના દરવાજે બ્રાહ્મણ ને દ્વારપાળો એ રોકી ને પૂછ્યું કે તમારે શું કામ છે, ત્યારે તેને કહ્યું કે રાજાજીને કહો કે બાજુ ના જંગલ માં રહે છે તે બ્રાહ્મણ આપને મળવા માંગે છે. સંદેશો રાજા પાસે પહોંચાડવામાં આવ્યો આ વાત સાંભળી ને રાજા પોતે દોડી ને દરવાજે આવેલા બ્રાહ્મણ નું સ્વાગત કરવા આવ્યા અને બ્રાહ્મણ ને પોતાના સિંહાસન પાસે બેસાડી ને ખુબ જ સન્માન પૂર્વક આગતા સ્વાગતા કરવામાં આવી.
ત્યાર બાદ રાજા એ બ્રાહ્મણ ને કહ્યું કે હું આપણી શું સેવા કરું બ્રાહ્મણ એ કહ્યું કે રાજન હું આપણી પાસેથી ભિક્ષા ની આશા સાથે આવ્યો છું. રાજાજી એ તુરંત ખજાનચી ને બોલાવી ને હુકમ કર્યો કે દસ હજાર સોનામહોર દક્ષિણામાં આપવામાં આવે ત્યારે બ્રાહ્મણ એ કહ્યું કે રાજન આ તો બહુ નાની રકમ છે મારે તો દીકરી ના લગ્ન માટે દક્ષિણા જોઈ છે.
રાજા એ ખજાનચી ને કહ્યું તો વીસ હજાર સોનામહોર ભેટ માં આપો. બ્રાહ્મણ એ તેમાં પણ કહ્યું કે આ ઓછું પડે આમ ને આમ રકમ વધારતા વધારતા છેલ્લે રાજાએ પોતાની રાજપાઠ પણ બ્રાહ્મણને દક્ષિણામાં દેવાની વાત કરી અને પોતે એ બ્રાહ્મણના દાસ બનવાની તૈયારી બતાવી. ત્યારે પણ બ્રાહ્મણ એ કહ્યું કે આ પણ ઓછું પડે ત્યારે રાજા એ બ્રાહ્મણ ને કહ્યું કે હવે તમે મને આજ્ઞા કરો કે હું આપની કેવી રીતે સેવા કરું?
ત્યારે ઉત્તર માં ગરીબ બ્રાહ્મણ રાજાજી ને કહે છે કે હે રાજન આપે અત્યાર સુધી માં કપટ રહિત અને સાચી મહેનત કરી ને કોઈ ધન કમાવ્યુ હોઈ તે મારે દક્ષિણા માં જોઈએ છે. રાજા એ જવાબ આપતા કહ્યું કે તમે બે દિવસ અહીંયા રોકાઈ જાવ, હું તમને તમારે જોઈએ તેવું ધન જ દક્ષિણા માં આપીશ.
રાજા રાત્રી ના સમયે પોતાની પ્રજા ના સુખ દુઃખ ના હાલ જાણવા વેશ બદલી ને નીકળતા તેવી રીતે જ રાત્રી ના સમયે મહેલ માંથી બહાર આવી ને શહેર માં ફરવા લાગ્યા શહેર માં ફરતા હતા ત્યારે શહેર ના બધા લોકો સુઈ ગયા હોઈ શહેર માં એકદમ નીરવ શાંતિ હતી. પરંતુ એક લુહારી કામ કરવા વાળા કારીગર ની દુકાન માં કામ ચાલુ હતું ત્યારે રાજા એ વિચાર્યું કે આ માણસ ને અવશ્ય કંઈક આથી તકલીફ હશે જેથી હજુ સુધી મજૂરી કરે છે.