ઉત્તર પ્રદેશ ના એક ગામ ની ઘટના: 15 વર્ષનો એક ભાઈ તેના પિતા ને કહેવા આવ્યો કે આવતીકાલે દીદી ના સસરા અને તેના સાસુ આપણે ત્યાં આપણી ઘરે આવવાના છે. હમણાં જ મને જીજુ નો ફોન આવ્યો હતો તેને મને ફોન ઉપર જણાવ્યું કે તેઓ આવતીકાલે આવી રહ્યા છે.
દીકરાના પિતાએ પણ કહ્યું કે હા મારી ઉપર પણ ફોન આવ્યો હતો. અને એ લોકો અહીંયા મળવા એક ચોક્કસ કારણ થી આવે છે, તેઓ અહીં આવીને લગ્નમાં શું શું આપવાના છીએ તેના માટે મળવા માટે આવી રહ્યા છે.
બે મહિના પહેલાં જ દિકરી ની સગાઈ નક્કી કરી હતી અને થોડા સમયમાં લગ્ન પણ નક્કી કરવાના હતા. દિકરી ની સગાઈ ખૂબ જ સુખી અને મોટા ઘરમાં કરેલી હતી જેથી તેના પિતા ચિંતામાં પડી ગયા કે એ લોકો આવતી કાલે આવશે ત્યારે જો વધુ માંગણી કરશે તો હું કઈ રીતે પૂરી કરીશ?
દીકરી માટે સારું ઘર અને સારો છોકરો શોધવામાં ઘણા સમય થઈ ગયો છે, હવે અચાનક આ ટેન્શન આવી ગયું દિકરી ના માતા પિતા ચિંતામા પડી ગયા. દિકરી પણ ઉદાસ થઈને બેઠી હતી અને દીકરીના આંખમાંથી પણ આંસુ નીકળી ગયા.
આખા ઘરમાં જે પ્રસંગ નો માહોલ હતો, તે માહોલ ફરી ગયો. બધા લોકો ટેન્શનમાં આવી ગયા કે આવતી કાલે શું થશે? અને સૌથી વધારે દિકરીના માતા-પિતાને ચિંતા હતી. કારણકે સંબંધીઓ સુખી અને સારો પરિવાર હતો પણ જો આવતીકાલે કંઇક એવું બને જેનાથી સંબંધ તૂટી જાય તો શું થશે?
બીજા દિવસે વહેલી સવારે માતા પિતા જાગી ગયા અને મહેમાનની રાહ જોવા લાગ્યા. થોડા સમય પછી. દિકરી ના સસરા અને સાસુ આવી ગયા. ત્યારે તેનું સ્વાગત કરીને બધા લોકોએ ચા નાસ્તો કર્યો, થોડા સમય પછી નાસ્તો કર્યા બાદ દીકરીના સસરાએ કહ્યું કે હવે આપણે કામની વાતચિત કરી લઈએ.
વાત સાંભળીને જાણે દીકરીના પિતા ના હૃદય ના ધબકારા વધી ગયા, મનમાં તેઓ વિચારવા લાગ્યા કે શું થશે? તરત જ જવાબ આપ્યો હા જી, તમે જેમ હુકમ કરો તેમ. દીકરીના પિતા જ્યાં બેઠા હતા, ત્યાં નજીક જઈને દીકરીના સસરાએ કહ્યું મારે દહેજ વિશે વાત કરવી છે.