દીકરીએ પિતાને કહ્યું કાલથી હું મંદિરે નહીં જાવ, પિતાએ કારણ પૂછ્યું તો દીકરી એવું કહ્યું કે પિતા…

જાનકી ની ઉંમર 19 વર્ષની થઇ ચૂકી હતી છેલ્લા ઘણા વર્ષોથી તે પિતા સાથે દરરોજ સવારે મંદિરે દર્શન કરવા જતી. પરંતુ હવે પિતા રીટાયર થઇ ચૂક્યા હોવાથી પિતા સવારે મંદિરે થોડા મોડા જતા હતા એટલા માટે જાનકી પોતે એકલી જ સવારે મંદિરે દર્શન કરવા માટે જતી.

જાનકીને સવારે મંદિર જઈને પછી જ કોલેજ જવાની ટેવ પડી ગઈ હતી એટલે પહેલા મંદિરે જાય ત્યાં દર્શન કરીને પછી કોલેજ જતી.

થોડા દિવસ સુધી તો તે એકલી જ મંદિરે જતી પરંતુ એક વખત તે મંદિરેથી કોલેજ જવાને બદલે સીધી ઘરે આવી અને તેના પિતાને કહ્યું કે પપ્પા હવે હું ક્યારેય મંદિરે નહીં જાઉં.

તેના પિતા આ વાત સાંભળીને થોડા આશ્ચર્ય ચકિત થઈ ગયા પરંતુ તેને દીકરી ને પૂછ્યું કેમ બેટા તારે મંદિરે નથી જવું? શું પ્રોબ્લેમ છે?

એટલે જાનકી એ તેના પિતાને કારણ જણાવતા કહ્યું પપ્પા હું જ્યારે પણ મંદિરે જાવ છું ત્યારે ભગવાનના દર્શન કરું છું પરંતુ સાથે સાથે હું જોઉં છું કે જ્યારે પણ ત્યાં જાઓ ત્યારે પૂજા અથવા ભજન ચાલુ હોય તો પણ લોકો પોતાના મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે અને વાતો કરતા રહે છે. એ બધા મને ભક્તો ઓછા લાગે છે અને ઢોંગી વધારે લાગે છે.

પિતા થોડું હસવા લાગ્યા પછી તેને કહ્યું બેટા તારી વાત સાચી હોઇ શકે છે પરંતુ મારે તને એક વાત કહેવી છે. ભલે તારા મંદિરે ન જવું હોય તો તારી મરજી પરંતુ શું તું મારું એક કામ કરીશ?

જાનકી એ તરત જ કહ્યું હા બોલોને શું કામ કરું?

જાનકીના પિતાએ તેને કહ્યું એક ગ્લાસ નવો ચોખ્ખો લઈ લે, તરત જ જાનકી રસોડામાંથી ગ્લાસ લઈને આવી. તેના પિતાએ તેને કહ્યું હવે આ ગ્લાસમાં દૂધ ભરી દે.

જાનકી એ આખા ગ્લાસમાં દૂધ ભર્યું. પછી તેને તેના પિતાએ કહ્યું હવે આ દૂધ ભરેલો ગ્લાસ લઈને તું ફરી પાછી મંદિરે જા અને આખા મંદિરની એક પરિક્રમા કરી આવ, પરંતુ જ્યારે તું પરિક્રમા કરી રહી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજે કે આ દૂધ ભરેલા ગ્લાસમાં થી એક ટીપું દૂધ પણ બહાર ન ઢોળાઈ જાય.

દીકરીને પિતાની આ ચેલેન્જ તો ખૂબ જ સહેલી લાગી એટલે તે તરત જ રાજી થઈ ગઈ અને કહ્યું ચલો હું અત્યારે જ મંદિરે જાવ છું.

દીકરી મંદિરે ગઈ અને પિતાએ કહ્યા પ્રમાણે એક પરિક્રમા પૂરી કરીને ફરી પાછી ઘરે આવી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel