દિકરી માતાના અવસાન પછી પહેલી વખત પિયર ગઈ તો ભાભીનું તેની સાથે વર્તન જોઈને દિકરી…

શ્વેતાના લગ્ન થયાને 15 વર્ષ થઈ ચૂક્યા હતા, તેને સંતાનમાં બે બાળકો હતા. શ્વેતા તેના પતિ બે બાળકો અને માતા-પિતા એમ કુલ મળીને છ સભ્યો સાથે જ રહેતા હતા. શ્વેતા ના પિયરમાં તેના પિતાનું અવસાન શ્વેતા નાની હતી ત્યારે જ થઈ ચૂક્યું હતું. પરંતુ તેના લગ્ન ખૂબ જ સારા પરિવાર માં થયા હતા અને તેને પિતા નો પ્રેમ સાસરીમાંથી પણ મળતો હતો. આ બધું જોઇને શ્વેતાની માતા અત્યંત ખુશ થતા.

શ્વેતાનું પિયર ગામમાં જ હોવાથી અવાર નવાર પિયર જવાનું થતું પરંતુ બાળકોની સ્કૂલ વગેરેને કારણે રોકાવા માત્ર વેકેશનમાં જ જતા જેથી બાળકો ની સ્કૂલ ના બગડે.

શ્વેતાને એક ભાઈ પણ હતો જેના લગ્ન થઈ ચૂક્યા હતા અને ભાઈ ભાભી તેના બંને દીકરાઓ માતા સાથે જ રહેતા. એક દિવસ અચાનક માતાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેને બચાવી ન શક્યા. માતા અવસાન પામ્યા એટલે શ્વેતા દુઃખી થઈ ગઈ હતી, અને એટલા જ દુઃખી તેના ભાઈ ભાભી પણ હતા કારણ કે તેના ઉપરથી પણ વડીલ નો આશરો જતો રહ્યો હતો.

માતાના ગયા પછી થોડા દિવસ સુધી શ્વેતા પિયરમાં પણ રોકાણી હતી. પરંતુ બધી વિધિ વગેરે પૂરી થયા બાદ થોડા દિવસો નું રોકાણ કરીને ફરી પાછી તે પોતાના ઘરે આવી ચૂકી હતી.

બધા લોકો જે રીતે માનતા હોય છે કે પિયર માં થી જ હોય છે. માતા વગર માતા ના ઘરે જરાપણ અનુકૂળ આવતું નથી. અને શ્વેતા પણ આવું જ માનતી એટલા માટે જ તે અવાર-નવાર ભાભીને અથવા ભાઈને ફોન કરીને તેના તબિયત પૂછી લેતી પરંતુ પિયરમાં પંદર દિવસે મહિને એક વખત જતી એ બંધ કરી નાખ્યું.

જોતજોતામાં વેકેશનનો સમય આવી ગયો, માતાને ગયા ને હજી ત્રણ મહિના પણ નહોતા થયા. વેકેશનનો સમય નજીક આવે કે તરત જ શ્વેતાને તેની માતા ફોન કરીને બોલાવતા અને શ્વેતા રોકાવા ચાલી જતી પરંતુ આ વખતે તેને રોકાવા જવા વિશે હજુ કંઈ નક્કી નહોતું કર્યું. તેને એવું જ લાગતું હતું કે આ વખતે લગભગ કોઈનો ફોન પણ નહીં આવે કારણ કે માતા તો આ દુનિયા છોડીને જતા રહ્યા છે.

પરંતુ આ વખતે ભાભી નો ફોન આવ્યો અને તેને એવું આમંત્રણ આપ્યું કે તેને ના ન કહી શકાય અને આખરે રોકાવા જવાનો નિર્ણય કર્યો. મામાના ઘરે જવાનું છે એ સાંભળીને બાળકો પણ રાજી થઈ ગયા પરંતુ શ્વેતાને હજુ પણ દિલમાં એવું લાગતું હતું કે માતાના ગયા પછી પિયરમાં તેને પહેલાની જેમ રહેવા નહીં મળે.

શ્વેતા તેના બંને બાળકો સાથે પિયર રોકાવા ગઈ. પતિ મૂકીને ફરી પાછા ગયા અને શ્વેતા અંદર જઈને ભાઈ-ભાભીને મળી અને તેના બાળકોને પણ મળ્યા. બાળકો બધા સાથે રમવા લાગ્યા, થોડા સમય પછી બધાએ સાથે ડિનર કર્યું અને ડીનર કરીને બધા લોકો બેઠા હતા.

પહેલાં જ્યારે પણ શ્વેતા રોકાવા આવતી ત્યારે તે તેની માતા ના રૂમ માં તેની માતા સાથે જ સુતી. આ વખતે પણ ભારતીય તેને પથારી કરવા માટે કહ્યું તો ભાભીને કહ્યું માતા ના રૂમ માં જ મારી પથારી કરી આપો હું ત્યાં જ સૂઈ જઈશ.

થોડા સમય પછી બધા લોકો સુવા ગયા શ્વેતા પણ તેની માતા ના રૂમ માં જઈ ને માતા ની બધી વસ્તુઓ જોઈ ને ફરી પાછી માતા ની યાદમાં ખોવાઈ ગઈ, માતા ની વસ્તુઓ જોતા જોતા ક્યારે તેને નીંદર આવી ગઈ તેની જ ખબર ન રહી. માતા ની યાદો જાણે તેના સપનામાં આવી રહી હોય એમ એક પછી એક યાદ આવી રહી હતી કઈ રીતે માં તેને સવારે ચા લઈને આવતા અને જગાડતા.

થોડા સમય પછી અચાનક તેને માતાના હાથની ચા ની સુગંધ આવવા લાગી, પરંતુ સાથે સાથે જ તેને યાદ આવ્યું કે માતા તો હવે આ દુનિયામાં નથી. અને અચાનક જ તે ઝબકી ને જાગી ગઈ, અને સામે જોયું તો તેના ભાભી ઉભા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel