સાક્ષી તેના પિતાની એકની એક દીકરી હતી અને સાક્ષી જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેના માતા અવસાન પામ્યા હતા, એટલે ઘરમાં સાક્ષી અને તેના પિતા બંને એકલા જ રહેતા હતા. તેની માતા ના ગયા પછી પણ પિતાએ તેને દીકરીને મોટી કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખેલી.
દીકરીને ભણાવી ગણાવીને આગળ લઈ આવ્યા દીકરી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહી હતી, અને બધું સારું ચાલી રહ્યું હતું. એક દિવસ અચાનક સાક્ષી તેના પિતા પાસે આવી અને તેની સાથે એક છોકરો પણ હતો, તે તેના પિતા પાસે લવમેરેજ કરીને આવી હતી. આવીને તેના પિતા ને કહેવા લાગી કે પપ્પા મેં મારા પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે.
તેના પિતા આ બધું જોઈને અત્યંત ગુસ્સે થઈ ગયા. પરંતુ તે ખૂબ જ સમજદાર વ્યક્તિ હોવાને કારણે તેને તેની દીકરીને માત્ર એટલું જ કહ્યું મારા ઘરમાંથી નીકળી જાઓ.
સાક્ષીએ જવાબ આપતા કહ્યું પણ પપ્પા, અમને આશીર્વાદ આપો. અને થોડા દિવસ માટે અહીં રહેવા દો પછી અમે બંને કોઈપણ જગ્યાએ જગ્યા મળે ત્યાં રહેવા જતા રહીશું.
પરંતુ સાક્ષીના પિતા એ દીકરીના એક વચન ન સાંભળ્યા અને દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતને પણ ધીમે ધીમે સમય થતો ગયો. વર્ષો વીતી ગયા, એ વર્ષોમાં પણ ઘણું બદલાઈ ચૂક્યું હતું.
સાક્ષીના પિતા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા અને સાક્ષીએ જે છોકરા સાથે લગ્ન કર્યા હતા દુર્ભાગ્ય વશ એ છોકરો પણ તેને દગો આપીને ચાલ્યો ગયો, સાક્ષી હવે તેના બંને સંતાનો સાથે એકલી જ રહેતી હતી. અને એક કંપનીમાં સાધારણ નોકરી કરી રહી હતી જેમાંથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું.
પરંતુ સાક્ષીને જ્યારે ખબર પડી કે તેના પપ્પા આ દુનિયામાં નથી રહ્યા ત્યારે તેને મનમાં વિચાર્યું જે થયું સારું થયું કારણકે એને પણ મને ઘરમાંથી કાઢી મુકી હતી, અને મને રસ્તામાં ભટકતી છોડી હતી મારો પતિ પણ મને દગો લઈને ચાલ્યો ગયો તેમ છતાં મને ઘરે રહેવા માટે ન બોલાવી, મારે એ ઘરે જવું જ નથી અને તેની અંતિમ યાત્રામાં પણ જવું નથી.
પરંતુ સાક્ષીને આ સમાચાર આપવા આવેલી તેની કઝિન બહેને કહ્યું સાક્ષી જવા વાળા વ્યક્તિ તો ચાલ્યા ગયા છે હવે એની સાથે કેવી દુશ્મની? પહેલા સાક્ષી ના પાડતી રહી પરંતુ થોડા સમય પછી તેને કહ્યું કે ચલો હું અંતિમયાત્રામાં આવીશ માત્ર એ જોવા માટે કે જે માણસે મને ઠુકરાવી તે માણસ ને મર્યા પછી કઈ રીતે શાંતિ મળે છે?
સાક્ષી જ્યારે ઘરે પહોંચી ત્યારે અંતિમ યાત્રાની તૈયારી થઈ ચૂકી હતી બધા લોકો ત્યાં હાજર હતા બધા લોકો સાક્ષીના પિતા ના જતા રહેવા થી રડી રહ્યા હતા પરંતુ સાક્ષી એક ખૂણામાં એમને એમ ઊભી હતી, તેના ચહેરા ઉપર જરા પણ દુઃખ નહોતું તે માત્ર તેની કઝિન બહેનના બોલાવવાના કારણે આવી હતી.
બધી વિધિ પૂરી થઈ ગયા પછી બધા લોકો તેના પિતા નું તેરમું હતું તેની માટે ભેગા થયા હતા. તેની કઝિન બહેન પણ આવી હતી, બધી વિધિ પૂરી થઈ ગયા પછી સાક્ષીની કઝિન બહેન તેની પાસે આવી અને એક કવર આપતા આપતા તેને કહ્યું આ કવર તારા પિતાએ મને આપ્યું હતું અને તને આપવા માટે કહ્યું હતું આમાં એક ચિઠ્ઠી છે. જો વાંચી શકાય તો વાંચી લેજે… આટલું કહીને તેની બહેન પણ જતી રહી.
બધા મહેમાન વિધિ પૂરી થયા પછી ઘરે જતા રહ્યા અને સાક્ષી તેની કઝિન બહેને આપેલી ચિઠ્ઠી વાંચવા લાગી. ચિઠ્ઠીમાં પહેલું વાક્ય વાંચીને તેનો બધો ગુસ્સો ઠંડો પડી ગયો,
ચિઠ્ઠીમાં લખ્યું હતું મારી પ્રેમાળ દીકરી સાક્ષી, મને ખબર છે કે તું મારાથી નારાજ અને ગુસ્સામાં બંને છો. પરંતુ જો થઈ શકે તો તારા પિતાને માફ કરી દેજે હું જાણું છું કે મેં તને ઘરમાંથી કાઢી મુકી હતી, તારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને અહીંથી ત્યાં ધક્કા ખાઈ રહી હતી પરંતુ હું પણ ઉદાસ હતો, તને હું કઈ રીતે સમજાવી શકું?
તને યાદ હોય તો જ્યારે તું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે તારી માતા આપણને છોડીને ચાલી ગઈ હતી, એ સમયે તો ખૂબ જ રડતી હતી. આખી આખી રાત જાગતી હતી, અને દસમાની પરીક્ષા આપવાની પણ તે ના પાડી હતી. પરંતુ તારું ભવિષ્ય ન બગડે એ માટે થઈને હું પણ તારી સાથે આખી રાત જાગતો, તને રાતના વાંચતી હોય ત્યારે જે નાસ્તો કરવો હોય તે નાસ્તો પણ બનાવી દેતો, અને તને અમુક વસ્તુ મારા હાથની ન ભાવતી તેમ છતાં હું ફરી પ્રયત્ન કરીને એને નવી બનાવતો કારણકે જેથી તારું જમવાનું ન બગડે.