દીકરી કોલેજથી આવે કે દીકરો બહારથી આવે તો કોઈને કશું જ પૂછ્યું નહીં. આવું ને આવું લગભગ ઘણા દિવસો સુધી ચાલ્યું, એક દિવસ રજા હતી એટલે બધા લોકો ઘરે હતા. આજે પણ કોઈને બીજું કંઈ તેને પૂછ્યું નહીં એટલે ત્રણે લોકો ભેગા થઈને સ્ત્રી પાસે આવ્યા અને દીકરી એ વાતની શરૂઆત કરતાં કહ્યું મમ્મી તમારી તબિયત તો ઠીક છે ને? કેમ આટલા દિવસથી ચૂપચાપ છો? બાળકોએ સવાલ પૂછ્યો પછી પતિએ પણ એ જ સવાલ વ્યક્ત કર્યો.
થોડા સમય સુધી સ્ત્રીએ કશો જવાબ આપ્યો નહીં, એ ફરી પાછી પોતાના કામ પૂરું કરવા માટે રસોડામાં જતી રહી. પતિ ફરી પાછો રસોડામાં જઈને તેને બોલાવી અને કહયું અરે તું કંઈક જવાબ તો આપ.
પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું તમે બધા લોકો મને પંચિંગ બૅગ સમજીને બેઠા છો, જ્યારે પણ જે લોકોને ગુસ્સો આવે અથવા કોઈ નો મૂડ ખરાબ હોય તો બધો ગુસ્સો મારી ઉપર કાઢી નાખે છે. હું આખો દિવસ ઘરમાં કામ કરીને રાહ જોઈને બેઠી હોઉં છું તમારા લોકો માટે કે મારા પતિ આવશે મારા બાળકો આવશે તો મારી સાથે પ્રેમથી વાત કરશે પરંતુ એથી ઊલટું તમે જ્યારે પણ આવો ત્યારે મારી સાથે જાણે ઝઘડો થઈ ગયો હોય એ રીતે બોલવા લાગો છો.
તમારે ઓફિસમાં કામનું ટેન્શન હોય તો એ ઓફિસમાં છોડીને કેમ નથી આવતા, ઘરે આવીને તમારો ગુસ્સો મારી ઉપર કેમ કાઢો છો? જો તમારા લોકોનો દિવસ સારો નથી ગયો તો એમાં શું મારો વાંક છે? હર વખતે જાણે મારી ભૂલ હોય એ રીતે તમે મને ખીજાવા લાગો છો?
તમે ત્રણેય લોકોમાંથી કોઇએ પણ ક્યારેય મને પૂછ્યું છે કે તારો દિવસ કેવો ગયો? તને કંઈ તકલીફ તો નથી પડી રહી ને?
આજે એક માતા બોલી રહી હતી અને તેના પતિ અને બંને બાળકો સાંભળી રહ્યા હતા, શરમ પણ ત્રણેમાં દેખાતી હતી. બાળકો સહિત પતિને પણ આજે પોતાની ભૂલ સમજાઈ, એ લોકો પાસે જવાબ આપવા માટે શબ્દો જ ન હતા.
બધા એકદમ ચૂપ હતા પછી પતિએ કહ્યું કે, ઠીક છે ચાલો બધા થી ભૂલ થઈ છે બધા સમજી ગયા છે હવે આજે આમ પણ રજા છે તું એક કામ કર આજે રાત્રે આપણે બધા બહાર ડિનર કરવા માટે જશું, એટલે અત્યારે વધારે રસોઈ ન કરતી. પછી રાત્રે બધા બહાર ડિનર કરવા માટે પણ ગયા અને એકબીજા સાથે ફરી પાછું ખુશીથી રહેવા લાગ્યા.
દરેક માતા, દરેક પત્ની પોતાના બાળકોનો અને પોતાના પતિનો ઘરે આવવાનો સમય થાય એટલે આતુરતાથી બધા ની રાહ જોઈ રહ્યા હોય છે. બધા લોકોને તે પૂછે છે કે તેનો દિવસ કેવો ગયો? સરખું જમી લીધું હતું ને. આ લાગણી હોય છે પરંતુ ઘણી વખત આપણે તેઓને ગ્રાન્ટેડ લઈએ છીએ. દરેક વસ્તુનો ગુસ્સો તેના પર ઘણી વખત નીકળી જતો હોય છે. કોઈ કોઈ વખત આવું બને તો ઠીક છે પરંતુ દરરોજ તમે ઘરે આવી જ રીતના વર્તન કરતા રહો તો તે ખરેખર દુઃખદાયી લાગે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.