પ્રિયા આ બધું જોઈને ખુશ તો હતી પણ સાથે સાથે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે આરવની બાજુમાં આવીને પૂછ્યું, ‘તમે આપણા પુત્રોના જન્મ પર આટલો મોટી પાર્ટી નહોતી કરી, તો પછી દીકરીના જન્મ પર આટલી મોટી પાર્ટી કેમ?’
આરવે હળવું સ્માઈલ કર્યું. તેની આંખોમાં અસીમ પ્રેમ છલકાતો હતો. તેણે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લીધો અને નરમાશથી કહ્યું, ‘પ્રિયા, કારણ કે હું જાણું છું… એક દિવસ આ દીકરી મારા માટે દરવાજો ખોલશે.’
પ્રિયા ફ્લેશબેકમાં જતી રહી અને તેને બધું યાદ આવ્યું, આરવના આ શબ્દો સાંભળીને પ્રિયાની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાયું કે દીકરીઓ ખરેખર કેટલી ખાસ હોય છે. ભલે તેઓ થોડા સમય માટે જ માતા-પિતા સાથે રહે, પણ તેમનું હૃદય અને તેમનો પ્રેમ હંમેશા માતા-પિતા માટે ધબકતો રહે છે.
આ ક્ષણે, પ્રિયાને આરવની સમજણ અને દીકરી પ્રત્યેના તેના ઊંડા પ્રેમને કારણે તેના પોતાના ભૂતકાળના નિર્ણય પર ગર્વની અનુભૂતિ થઈ. દીકરી એ માત્ર એક સંતાન નહોતી, તે એક વચન હતી, એક અવિરત પ્રેમનું પ્રતીક હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.