દીકરાએ કહ્યું “તમે વિચારો છો એવું કંઈ નથી, આ છોકરી અને હું માત્ર સારા મિત્રો છીએ” થોડા દિવસ પછી ગામડે બાપુજીને ફોન કર્યો તો એવી ખબર પડી કે દિકરો...

એક દીકરાની આ વાત છે, જીગર એનું નામ. દીકરાને તેના માતા-પિતાએ ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. દીકરો પણ ભણીગણીને ખૂબ જ આગળ નીકળ્યો. અને તેને સારી નોકરી પણ મળી ગઈ, નોકરીમાં પણ ધીમે ધીમે તેનું પ્રમોશન થતું ગયું અને તે પોતાની જાત મહેનતથી ઘણો આગળ આવવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેના માતા-પિતા બંને ગામડે રહેતા હતા પરંતુ જીગર હવે શહેરમાં રહેવા આવી ગયો, તેને ચાલુ નોકરીની સાથે સાથે બીજી કંપનીઓમાંથી પણ સારા પગારની ઓફર આવવા લાગી. તેમ છતાં તે જે કંપની માટે કામ કરી રહ્યો હતો તે જ કંપનીમાં જોડાઈ રહ્યો. આથી કંપનીનો પણ તે વિશ્વાસુ માણસ થઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા સમય પછી કંપનીએ વિદેશમાં પોતાની ઓફિસ ચાલુ કરી, ત્યાં કોઈ વિશ્વાસુ માણસની જરૂર હોવાથી જીગર ને વિદેશમાં જવાની ઓફર આપી. જીગર એ તેના માતા-પિતા સાથે વાત કરી અને ખૂબ જ ઉત્સાહ સાથે આ ઓફરને સ્વીકારી અને વિદેશમાં ધંધાર્થે રહેવા ગયો.

ત્યાં જઈને તેની લાઈફ સ્ટાઈલમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો. થોડું વેસ્ટર્ન કલ્ચર પણ તેનામાં દેખાવા લાગ્યું. તે નિયમિત પણ પોતાના માતા-પિતા સાથે વાત કરી લેતો, વિદેશ ગયા અને લગભગ એક વર્ષ જેવું થયું હશે ત્યારે માતા પિતા નો ફોન ચાલુ હતો અને પિતાએ કહ્યું કે દીકરા મને તને મળવાનું ખૂબ જ મન થાય છે. હું શું કરું?

દીકરાએ કહ્યું અરે પપ્પા, આવી જાઓ તમે. હું તમારી ટિકિટ વગેરે ની વ્યવસ્થા કરાવું છું તમે માત્ર અહીં આવવાની તૈયારી ચાલુ કરી દો. થોડા દિવસોમાં જ તેની ટિકિટ આવી ગઈ અને પિતા વિદેશમાં જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરાને ફોન કરીને જાણ કરી એટલે દીકરાના ઘરે થી કોઈ તેને ચડવા આવ્યું હતું, બાપુજી દીકરાના ઘરે તેને મળવા જાય છે. દીકરાનો ફ્લેટ જોઈને બાપુજી મનોમન હરખાવા લાગે છે. દીકરાના ફ્લેટમાં તેની જોડે એક ખુબસુરત છોકરી પણ રહેતી હોવાના ખબર પડે છે. સાંજે જમવાનો સમય થાય છે ત્યારે બાપુજી તેનો દીકરો અને પેલી છોકરી ત્રણે જણા સાથે જમવા માટે બેસે છે.

બાપુ જીગર ને ઈશારો કરીને પૂછ્યું કે આ છોકરી તારી સાથે છે તે કોણ છે?

છોકરા એ જવાબ આપ્યો પપ્પા આ છોકરી મારી રૂમ પાર્ટનર છે, અને મારી સાથે ઘણા સમયથી રહે છે. થોડા સમય બાપુજી કશું બોલ્યા નહીં એટલે છોકરાએ ફરી પાછું તેને કહ્યું તમે વિચારો છો એવું કંઈ નથી, અમારા બંને વચ્ચે કોઈ પ્રકારની એવી રિલેશનશિપ નથી. અમારા બંનેના રૂમ પણ અહીં જુદા જુદા છે અને અમે અહીં અલગ અલગ જ સુઈએ છીએ. અમે બંને એકબીજાના સારા મિત્ર બની ચૂક્યા છીએ.

બાપુજીએ આખી વાત સાંભળી પછી બીજી વાત કરતા કહ્યું તને મળીને ખૂબ જ આનંદ થયો. તારા મમ્મી ને ફોન લગાવી દે એની સાથે પણ હું વાત કરી લઉં.

જીગર તેની મમ્મીને ફોન લગાવીને બાપુજી ને આપે છે. બાપુજી એની સાથે વાત કરે છે, બાપુજી લાંબુ રોકાવાના વિચારથી વિદેશમાં ગયા હતા. પરંતુ તેને વિદેશમાં કોઈપણ કારણોસર માફક આવ્યુ નહીં.

એટલે લગભગ ત્રણ દિવસ પછી જીગર તેને ફરી પાછું વતન ફરવાની ટિકિટ કઢાવી આપે છે, અને બાપુજી પોતાના ગામડે પાછા પહોંચી જાય છે.

થોડા દિવસ તો બધું નોર્મલ ચાલી રહ્યું હોય છે, પણ પરંતુ અંદાજે એક-બે અઠવાડિયા પછી જીગર ની સાથે રહેતી છોકરી જીગર ને વાત કરે છે કે સાંભળ, તારા પિતા અહીં આવ્યા અને ગયા પછી થોડા દિવસ પછી મારું ધ્યાન ગયું કે કિચનમાંથી એક ડીશ ગાયબ છે. મને તો એવી શંકા લાગે છે કે તારા પપ્પા એ જ…

જીગર એ તેની વાત કાપતાં કહ્યું હવે તું કહેવા શું માંગે છે? મારા બાપુજી કંઈ ચોર નથી.

છોકરી કહે છે અરે એવું નથી પણ તું એક વખત પૂછવાની કોશિશ તો કરી જો, કદાચ ભૂલથી તેના બેગમાં આપણી ડીશ ચાલી ગઈ હોય.

છોકરાએ માથું ધુણાવીને હા કહી અને કહ્યું ઠીક છે હું પૂછી જોઈશ.

થોડા સમય પછી બાપુજી સાથે ફોનમાં વાત કરી રહ્યો હોય છે ત્યારે જીગર તેના પપ્પાને પૂછે છે કે બાપુજી, હું તમને એમ નથી કહેવા માંગતો કે તમે રસોડામાંથી ડીશ ચોરી કરી હશે, અને હું એમ પણ નથી કહેવા માંગતો કે તમે ડીશ નહીં ચોરી કરી હોય. પરંતુ જો તમે ભૂલથી ડીશ લઇ ગયા હોય તો પ્લીઝ તમે એ ડીશને અહીં પાછી મોકલાવી દો, કારણકે એ ડીશ પેલી છોકરીની મનપસંદ છે, એના માતા-પિતાએ તેને ડિનર સેટ ભેટમાં આપ્યો હતો. આથી એમાંથી એક ડીશ ગાયબ થતાં તે દુખી થઈ ગઈ છે.

પહેલા તો તેના બાપુજીએ કશો જવાબ ન આપ્યો, થોડા સમય પછી તે તેના ઘરમાંથી થોડા બહાર નીકળીને બોલ્યા મારા દીકરા હું એમ નથી કહેવા માંગતો કે તારી રૂમ-પાર્ટનર તારા સાથે સુવે છે. અને હું એમ પણ નથી કહેવા માંગતો કે તારી રૂમ-પાર્ટનર તારા સાથે નથી સુતી. પરંતુ જો તારી રૂમ-પાર્ટનર હું ત્યાંથી અહીં આવ્યો કેટલા દિવસમાં એક પણ દિવસ જો પોતાના રૂમમાં સુવા ગઈ હોત તો તેને તેના તકિયા નીચે જ તેને લકી ડિનર સેટ ની ડીશ મળી ગઈ હોત, કારણકે મેં તેના તકિયા નીચે જ ડીશ સંતાડી હતી.

જીગર ને આજે સમજાઈ ગયું કે જમાનો ગમે તેટલો મોર્ડન થાય, તમે ગમે તેટલા પપ્પાને સમજાવી દેવાની કોશિશ કરો. પરંતુ એક બાપ આખરે બાપ હોય. સ્ટોરી વાંચીને તમારા મોઢા પર સ્મિત આવ્યું હોય તો શેર અચૂક કરજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team