ધંધામાં નુકશાની આવતા એક માણસ મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યો હતો, થોડા દિવસ પછી જે થયું તે જાણીને તમે પણ…

દિનેશ પોતાના ગામ ની બહાર જંગલ માં આવેલા મહાદેવજી ના મંદિરે ત્રણ દિવસ થી કશું ખાધા વિના જ ભગવાન ની સામે બેસી રહ્યો હતો. તેને પોતાના ધંધા માં મોટી નુકશાની આવી હતી. જેનાથી હિંમત હારી ને તે મહાદેવજી ના મંદિરે બેસી અને ભગવાન ને રડતા રડતા પ્રાર્થના કરી રહ્યો હતો.

અને ભગવાન ને કહી રહ્યો હતો કે મારા પાસે કશું જ છે નહિ, અને મારી પાસે જીવવાનું કોઈ કારણ બચ્યું નથી, બધું ખતમ થઇ ગયું છે. હું મારા દીકરા ને અને પત્ની ને તેના પિયર મૂકી આવ્યો છું. મને કંઈક કામ ધંધો કરી શકું એવા આશીર્વાદ આપો.

નુકશાની માં તેને મકાન દુકાન સાથે બધી મિલકત વેચી નાખવી પડી હતી. અને અત્યારે તેની પાસે કશુંજ બચ્યું નહોતું. અને તે પ્રાર્થના કરતા કરતા મહાદેવજી સામે રડી રહ્યો હતો. ત્રીજા દિવસે સાક્ષાત મહાદેવજી તેની સમક્ષ આવ્યા.

અને કહ્યું કે આ મંદિર ની આજુબાજુ ની જગ્યા માં તને ઘાસ અને વાંસ ના ઝાડ દેખાઈ છે, તે બંને ના બીજ મેં એક સાથે જ વાવ્યા હતા, બંને ને એક સરખું પાણી અને તડકો આપ્યા છે. પરંતુ ઘાસ ઝડપ થી ઉગવા લાગ્યું. અને બધી જમીન માં હરિયાળી છવાઈ ગઈ.

પરંતુ વાંસ નું બીજ મોટું ઉગી ને જમીન ની બહાર આવ્યું નહિ, બીજા વર્ષે ઘાસ તેના સમયે ઉગી નીકળ્યું. પણ વાંસ નું બીજ અંકુરિત થયું નહિ. ત્યારે પણ બંને ને એકસરખું પાણી અને તડકો આપ્યો હતો.

આમ ને આમ પાંચ વર્ષ સુધી વાંસ નું બીજ અંકુરિત થયું નહિ પરંતુ પાંચ વર્ષ ના અંતે વાંસ નું બીજ માંથી એક નાનો છોડ અંકુરિત થયો, અને છ મહિના માં તો નાનો છોડ લગભગ સાઈઠ સીતેર ફૂટ ની ઉંચાઈ એ પહોંચી ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel