ભારતમાં ફરવાલાયક સ્થળો ઘણા છે પરંતુ સાથે-સાથે ભારતમાં એવા રહસ્યમય વિસ્તારો પણ છે કે જેના વિશે જાણવું જરૂરી છે!
અને આપણામાંથી ઘણાને ખ્યાલ હશે કે આ ભુતીયા જગ્યાઓ વિશે ખ્યાલ હશે પરંતુ એવા થોડાક જ લોકો હોય છે જે આવી છે ભુતીયા જગ્યાઓ પર જવાની હીંમત કરે છે. આજે આપણે વાત કરવાના છીએ ભાનગઢ ના કિલ્લા વીશે, આ કિલ્લો શાનદાર બનાવટની સાથે-સાથે રહસ્યમયી પણ છે. રાજસ્થાનના જયપુરમાં આવેલા આ કિલ્લાને ભાનગઢના કિલ્લા તરીકે ઓળખાય છે તો ચાલો તમને જણાવીએ ભાનગઢના આ કિલ્લા ની રહસ્યમય વાતો અને તેનો ઇતિહાસ.
ભાનગઢનો કિલ્લો ૧૭ મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તેનું નિર્માણ માનસિંઘના નાનાભાઈ રાજા ના માઘાસીંઘે કરાવ્યું હતું. એ સમયે ભાનગઢની સંખ્યા લગભગ ૧૦,૦૦૦ લોકોની હતી. ભાનગઢ અલવર જિલ્લામાં આવેલો એક શાનદાર કિલ્લો છે. જેનો આકાર અને રચના બહુ જ મોટી અને સુંદર છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ આ આ કિલ્લામાં સુંદર શિલ્પકલાનો પ્રયોગ કરાયો છે. આ સિવાય આ કિલ્લામાં લગભગ આઠ થી દસ જેટલા મંદિર પણ આવેલાં છે. અને આ કિલ્લાના કુલ મળીને પાંચ દરવાજાઓ છે જેની સાથે એક મુખ્ય દ્વાર છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો ઉપયોગ કરાયો છે. જે પ્રાચીન સમયના હોવાથી અત્યારે પણ એ જ સ્થિતિમાં જોવા મળે છે.
તમે બધાએ જાણ્યું હશે અથવા ક્યાંક વાંચ્યું હશે કે ભાનગઢનો કિલ્લો ભારતનું લગભગ સૌથી વધારે ભુતીયા સ્થળોમાનું એક છે. પરંતુ કદાચ તમને એ પાછળનો ઈતિહાસ નહિ ખબર હોય.
ભાનગઢના કિલ્લાની લોકવાયકા મુજબ ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખૂબ જ સુંદર હતી એ સમયે એના રૂપની ચર્ચા પુરા રાજ્યમાં થતી હતી. અને દેશના ખૂણેખૂણેથી બધા રાજકુમારો એના સાથે લગ્ન કરવા માટે આતુર હતા.
એ સમયે રાજકુમારીની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. અને એનું યોવન સ્વરૂપ પૂરેપૂરું નિખરી ઉઠ્યું ચૂક્યું હતું. એ સમયે ઘણા રાજ્યોમાંથી તેના વિવાહ માટે પ્રસ્તાવ આવી રહ્યા હતા. આ સમયમાં એક વખત એ એની સહેલીઓ સાથે બજારમાં ખરીદી કરવા નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક અત્તરની દુકાને આવી પહોંચી. અને એક પછી એક બધી બોટલના અત્તરો ની સુગંધ લેવા લાગી. એ જ વખતે ત્યાંથી દુકાનથી થોડો દૂર એક માણસ ઊભો ઊભો રાજકુમારીને નિહાળી રહ્યો હતો.
એ માણસ એ જ રાજ્યમાં રહેતો હતો અને તે પોતે કાળા જાદુનો મોટો જાણકાર હતો. અને એવુ કહેવાય છે કે આ માણસ રાજકુમારીના રૂપનો દીવાનો હતો અને એને અનહદ પ્રેમ કરતો હતો. એ રાજકુમારીને ગમે તે સંજોગે પામવા ઇચ્છતો હતો. આથી એણે દુકાન પાસે આવીને જે બોટલ રાજકુમારી એ પસંદ કરી હતી એ બોટલ ઉપર કાળો જાદુ કરી નાખ્યો કે જેથી રાજકુમારી તેના વશમાં આવી જાય!