દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયો, થોડા જ સમય પછી એવું બન્યું કે...

એક પરિવાર રહેતો હતો. પરિવારમાં બે ભાઇ, બંને ભાઈ ની વહુ માતા-પિતા અને બાળકો હળી મળીને રહેતા હતા. ઘણી વખત નાની મોટી વાત પર દેરાણી અને જેઠાણી માં તકરાર થઈ જતી. પરંતુ અંતે બધા હળી-મળીને સુખેથી રહેતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક દિવસની વાત છે દેરાણી અને જેઠાણી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. એકબીજા વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, એ જ સમયે તે બંનેના સાસુ પણ બહાર હોવાથી આ બોલાચાલી થોડા સમય સુધી એમનેમ ચાલતી રહી.

જોતજોતામાં સામાન્ય દેખાતો ઝગડો મોટો થઈ ગયો અને ખૂબ જ નાની એવી વાતમાં બન્ને ઝઘડો તો કર્યો પરંતુ બંને એ એકબીજાનું મોઢું પણ હવે નહિ જોવું તેવા સમ ખાઈ લીધા. અને બંને દેરાણી અને જેઠાણી પોતપોતાના રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી દીધો.

ઘરમાં રસોઈ બનાવવાની બાકી હતી, થોડા જ સમયમાં બધાનો જમવાનો પણ સમય થવાનો હતો. પરંતુ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હોવાથી બન્ને પોતપોતાના રૂમમાં હતા. બંને બસ મનમાં એ જ વિચાર કરી રહ્યા હતા કે વાંક કોનો હતો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ બંને વિચારમાં એવા મશગુલ હતા કે રસોઈનો સમય થઈ ગયો પરંતુ દેરાણી અને જેઠાણીએ કોઈએ પણ રસોઈ નહોતી બનાવી. એવામાં અચાનક જ દેરાણી જે રૂમમાં હતી તે દરવાજો કોઈએ ખખડાવ્યો.

દેરાણી તરત જ દરવાજા પાસે આવી અને ગુસ્સે થી મોટા અવાજમાં બોલી કોણ છે? સામેથી જવાબ મળ્યો, અરે હું છું. દરવાજો ખોલ તો જરા. બહાર તેના જેઠાણી નો અવાજ સાંભળીને દેરાણી એ દરવાજો ખોલ્યો, પરંતુ મનમાં તેનો ગુસ્સો હજુ અકબંધ હોવાથી જોરથી દરવાજો ખોલી અને કહ્યું હમણાં તો તમે બહુ સમ ખાઈ રહ્યા હતા. એટલી જ વાર માં શું તમે પાછા આવ્યા છો?

જેઠાણીએ તેની દેરાણીને જવાબ આપતા કહ્યું હું એમ જ વિચારીને ગઈ હતી કે હવે કોઈ દિવસ મોઢું નહિ જોવું પરંતુ અચાનક જ મને મમ્મી એ કહેલી એક વાત યાદ આવી ગઈ. તેઓ મને નાનપણથી હંમેશા કહેતા કે જો કોઈ સાથે બોલાચાલી કે ઝઘડો થઈ જાય તો હંમેશા તેની સારી બાબતો ને યાદ કરો અને અત્યારે મેં પણ એમ જ કર્યું. અને મને તારો પ્રેમ યાદ આવી ગયો, એટલે તરત જ મેં ચા બનાવી અને આ ચા લઈને અહીં આવી છું. પીવી છે?

બસ આટલો જ સમય, તરત જ દેરાણી-જેઠાણી બંને એકબીજાને ભેટી પડ્યા. અને બંનેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

જીવનમાં હંમેશા યાદ રાખવું કે ગુસ્સાને ક્યારેય ગુસ્સાથી જીતી શકાતો નથી. જેમ આગને આગથી નહીં પરંતુ પાણીથી ઓલવી શકાય છે. એવી રીતે જો આપણે આપણામાં થોડી સમજદારી દાખવીએ તો પરિસ્થિતિઓ વધારે પડતી બગડે તે પહેલાં જ બે શબ્દ પ્રેમના બોલીને આપણે તેને સંભાળી શકીએ છીએ. જીવનના દરેક પડાવમાં સંયમ ખૂબ જ જરૂરી છે અને થોડું દિલ મોટું રાખવું પણ ઉત્તમ છે.

ભલે અહીં માત્ર દેરાણી જેઠાણી ની વાત છે, પરંતુ આ સ્ટોરી દરેક એવી પરિસ્થિતિઓમાં બંધબેસે છે જ્યાં આપણે ગુસ્સાના કારણે ઓવર રીએક્ટ કરી બેસીએ છીએ. અને પરિસ્થિતિ બદથી બદતર થવા લાગે છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team